એપશહેર

Diabetes: ડાયાબિટીસ ઉપરાંત આ 5 ગંભીર બીમારીઓનું મૂળ છે ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ, જરૂરી અવયવો કામ કરતાં બંધ થઇ જશે

Insulin Resistance: ડાયાબિટીસનું મૂળ કારણ ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ છે, પરંતુ તે અન્ય બીમારીઓનું જોખમ પણ ઉભું કરી શકે છે. શરીરમાં વધારાના ફૅટના કારણે ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 21 Jan 2024, 9:30 am
Insulin Resistance and other Heath Issues: ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, આપણે જે ભોજન લઇએ છીએ તે દરમિયાન શરીરમાં ગ્લૂકોઝ રિલીઝ થાય છે અને આપણું શરીર તેનો ઉપયોગ એનર્જી તરીકે કરે છે. પેન્ક્રિયાઝથી નિકળતા ઇન્સ્યૂલિન હોર્મોન આ કામમાં મદદ કરે છે. ગ્લૂકોઝ મસલ્સ, ફેટી સેલ્સ અને લિવરમાં જમા થાય છે, જેનાથી શરીરને જરૂરિયાત પડવા પર એનર્જી લઇ શકે છે.
I am Gujarat insulin resistance can cause 5 disease along with diabetes and high blood sugar
Diabetes: ડાયાબિટીસ ઉપરાંત આ 5 ગંભીર બીમારીઓનું મૂળ છે ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ, જરૂરી અવયવો કામ કરતાં બંધ થઇ જશે


ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સમાં સેલ્સ આ હોર્મોનને યોગ્ય રિસ્પોન્સ નથી કરી શકતા. શરીર લોહીમાંથી ગ્લૂકોઝને યોગ્ય રીતે એનર્જીમાં નથી બદલી શકતું, પરિણામે પેન્ક્રિયાઝ વધુ ઇન્સ્યૂલિન બનાવવા લાગે છે અને સમયની સાથે બ્લડશુગર લેવલ વધવા લાગે છે. જો શરીરમાં ગ્લૂકોઝ અથવા બ્લડશુગરનું લેવલ સામાન્યથી વધુ થઇ જાય છે. સામાન્ય રીતે આ સ્થિતિને પ્રી ડાયાબિટીસ (Pre-diabetes) કહેવામાં આવે છે. જો સમય રહેતા તેને કંટ્રોલ કરવામાં ના આવે તો ટાઇપ-2 ડાયાબિટીસ (Type 2 diabetes)નું જોખમ વધી જાય છે.

BeatO ચીફ ક્લિનિકલ ઓફિસર ડો. નવનીત અગ્રવાલ (Dr. Navneet Agrawal) અનુસાર, ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ માત્ર ડાયાબિટીસનું જ નહીં પણ શરીરમાં અન્ય ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. ડાયાબિટીસ પેશન્ટ્સમાં અનેક બીમારીઓનું મૂળ ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ છે જોખમી

આપણાં સેલ્સ વધારે ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ બની જાય તો શુગર લેવલ વધી જાય છે, જેને હાઇપરગ્લેસેમિયા (Hyperglycemia) કહે છે. ડાયાબિટીસના દર્દીઓમાં આ ફરિયાદ સામાન્ય છે. પરંતુ જો તેને સમયસર કંટ્રોલમાં ના કરવામાં આવે તો અન્ય બીમારીઓ પણ થઇ શકે છે.

​આ બીમારીઓની છે શક્યતાઓ

  • મેદસ્વિતા
  • કાર્ડિયોવસ્ક્યૂલર ડિઝીઝ
  • નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ
  • મેટાબોલિઝ્મ સંબંધિત સમસયાઓ
  • પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)

​ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સના કારણો

  • શરીરની વધારાની ચરબી ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સને મુખ્ય રૂપે જોડે છે. ફેટી ટિશ્યૂઝ ઇન્સ્યૂલિનના પ્રભાવને ઘટાડતા પદાર્થ રિલીઝ કરે છે
  • શારિરીક ગતિવિધિ નહીવત હોવાથી મસલ્સ દ્વારા ગ્લૂકોઝના ઉપયોગમાં અવરોધ ઉભા થાય છે
  • ફેમિલી હિસ્ટ્રીથી પણ ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સની સમસ્યા થઇ શકે છે
  • પ્રોસેસ્ડ શુગર, અનહેલ્ધી ફેટ વગેરે બ્લડશુગર લેવલમાં વધારો કરે છે, જેનાથી ઇન્સ્યૂલિન પ્રોસેસ પર દબાણ પડે છે
  • મેદસ્વિતાથી જોડાયેલા જૂના સોજા પણ ઇન્સ્યૂલિનના પ્રભાવને ઘટાડી શકે છે

​ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સના લક્ષણો

  • હાઇ શુગર લેવલ
  • થાક
  • ભૂખ વધવી
  • વજનમાં વધારો
  • ત્વચા પર કાળા ડાઘ

​ઇન્સ્યૂલિન રેસિસ્ટન્સ અટકાવવા માટે ઉપાય

  • શાકભાજી, ફળો, લીન પ્રોટીનથી બનેલા બેલેન્સ્ડ ડાયટની આદત
  • નિયમિત વ્યાયામ કરો
  • વજન નિયંત્રણમાં રાખો
  • પોર્શન સાઇઝ પર ધ્યાન આપો અને એક વખતમાં વધુ ના ખાવ
  • સ્ટ્રેસ મેનેજમેન્ટ
  • દરરોજ 7થી 9 કલાકની ઉંઘ લો
  • આલ્કોહોલનું સેવન નિયંત્રિત માત્રામાં કરો
  • બ્લડશુગરની નિયમિત તપાસ કરાવતા રહો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story