એપશહેર

તમારા સ્પર્મ કાઉન્ટ ઓછા તો નથી ને? હવે મોબાઈલ એપ કાઢી આપશે રિપોર્ટ

નવરંગ સેન | I am Gujarat 21 Oct 2019, 3:15 pm
પુરુષોમાં વ્યંધત્વનું સૌથી સામાન્ય કારણ ઓછા સ્પર્મ કાઉન્ટ્સ અને ક્વોલિટી ઓફ સ્પર્મ હોય છે. ઘણીવાર તો પુરુષો લેબોરેટરીમાં જઈને તેનો ટેસ્ટ કરાવવામાં પણ શરમાતા હોય છે. જોકે, ડેનમાર્કના એક ડેવલપરે ઘરે બેઠા જ સ્પર્મ કાઉન્ટ માપી શકાય તે માટે એક મોબાઈલ એપ બનાવી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆ એપ એક ખાસ ડિવાઈસને મોબાઈલ સાથે અટેચ કરવાથી સ્પર્મનો રિપોર્ટ કાઢી આપે છે. તે સ્પર્મ સેમ્પલનો લાઈવ વિડીયો પણ બતાવે છે, અને જો સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો તેને વધારવા માટે શું કરવું તેની સલાહ પણ આપે છે. એપ બનાવનારાઓનો તો એવો પણ દાવો છે કે એપમાં જે-તે વ્યક્તિના રિપોર્ટ બાદ ખાસ ટિપ્સ આપવામાં આવશે, અને 90 દિવસમાં જ તેને ફરક જોવા મળશે.ડેનિશ ડેવલપર ExSeedએ આ એપ માટે ફર્ટિલિટી ક્લિનિકમાં વપરાતા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. તે મેલ ઈન્ફર્ટિલિટીના સૌથી કોમન કારણોનું એનાલિસિસ કરે છે. કંપનીએ બ્રિટનમાં 1,000 પુરુષો પર ફર્ટિલિટી અંગે કરેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે, 43 ટકા પુરુષોને ફર્ટિલિટીની ચિંતા સતાવતી હોય છે, જેમાંથી 18 ટકા જ ટેસ્ટ કરાવવા ઈચ્છે છે, અને ટેસ્ટ કરાવનારાની સંખ્યા તો માત્ર પાંચ જ ટકા હોય છે.ExSeed એપ દ્વારા સ્પર્મ કાઉન્ટનો રિપોર્ડ કાઢવા માટે તેની સાથે આપવામાં આવેલી ગ્લાસ સ્લાઈડ પર સેમ્પલ મૂકવાનું રહે છે અને ત્યારબાદ તેને એક સ્પેશિયલ ડિવાઈસમાં મૂકવાની હોય છે. આ ડિવાઈસને સ્માર્ટફોનના કેમેરા નીચે મૂકવાનું હોય છે, અને ત્યારબાદ તેનો રિપોર્ટ રિયલ ટાઈમ જોઈ શકાય છે. વિડીયોને પ્રોસેસ કરીને આ એપ સ્પર્મ કાઉન્ટ અને તેની ક્વોલિટીનો રિપોર્ટ આપી દે છે.ઈન્સ્ટન્ટ રિઝલ્ટ આપ્યા બાદ તેના આધઆરે આ એપ જો જરુર હોય તો સ્પર્મ ક્વોન્ટિટી અને ક્વોલિટી સુધારવા માટેની ટિપ્સ આપે છે. તેને 90 દિવસ સુધી ફોલો કર્યા બાદ ફરી ટેસ્ટ કરવાનો રહે છે, અને ડેવલપર્સનો દાવો છે કે તેમાં ચોક્કસ ફરક આવે છે. આ એપ દ્વારા ફર્ટિલિટી ક્લિનિક અને ડોક્ટરનો પણ સંપર્ક કરી શકાય છે. રિસર્ચના જણાવ્યા અનુસાર, પુરુષો પોતાની ફર્ટિલિટી વધારવા માટે સ્મોકિંગ છોડવાથી લઈને જંક ફુડ ખાવાનું બંધ કરવા સુધીના અનેક પગલાં લઈ શકે છે.આ એપ હાલમાં તો ડેનમાર્કમાં જ ઉપલબ્ધ છે. કંપની તેને બ્રિટનમાં લોન્ચ કરવાનો પ્લાન કરી રહી છે. જોકે, આ એપ ફ્રી નથી. હાલ તો તેની ડિવાઈસ સાથેની કિંમત 150 પાઉન્ડની આસપાસ થાય છે. ભારતમાં આ એપ ક્યારે આવશે તેની હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

વધારે પડતું સેક્સ કરવું ગર્લ્સ માટે સારું કે ખરાબ?

લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો