એપશહેર

એશ્વર્યા 37 વર્ષની વયે બની હતી માતા, આ ઉંમરે માતા બનવામાં હોય છે અનેક જોખમો

35 વર્ષની ઉંમરે માતા બનાવા માટે મહિલાઓએ ખાસ તકેદારી રાખવી જેથી તેમને અને બાળકને મુશ્કેલી ન આવે

I am Gujarat 15 Sep 2020, 4:49 pm
એશ્વર્યા રાય બચ્ચને 33 વર્ષની ઉંમરે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને લગ્નના ચાર વર્ષ પછી 37વર્ષની વયે ગર્ભધારણ કર્યું અને પુત્રી આરાધ્યા બચ્ચનને જન્મ આપ્યો. 35 વર્ષની વય પછી, સામાન્ય રીતે તે ગર્ભવતી હોવું યોગ્ય માનવામાં આવતું નથી પરંતુ એશ્વર્યા સાથે ઘણી એવી અભિનેત્રીઓ છે જે 35 વર્ષ પછી માતા બની છે. 35 કે તેથી વધુ ઉંમરે જે કોઈ કન્સીવ કરે તો તેને જેરિએટ્રિક પ્રેગ્નેન્સી કહેવામાં આવે છે, અને આ શબ્દ ભાગ્યે જ વપરાય છે. 35 વર્ષ પછી પણ, ઘણી સ્ત્રીઓએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે અને તેમની ગર્ભાવસ્થામાં પણ કોઈ સમસ્યા નથી આવી.
I am Gujarat pregnancy at 37 age like aishwarya rai bachchan
એશ્વર્યા 37 વર્ષની વયે બની હતી માતા, આ ઉંમરે માતા બનવામાં હોય છે અનેક જોખમો



35 વર્ષે કન્સીવ કરવામાં લાગે છે સમય

જન્મ સમયે સ્ત્રીઓમાં મર્યાદિત પ્રમાણમાં એગ(ઈંડા) હોય છે. આશરે 30 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ એગની સંખ્યા ઓછી થવા લાગે છે અને તેમની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. વધુ ઉંમર ધરાવતી મહિલાઓના એગ યુવાન છોકરીઓના એગની જેમ ફળદ્રુપ થતા નથી. જો તમે 35 વર્ષની ઉંમરે કન્સીવ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને છ મહિનામાં સફળ થઈ શક્યા નથી, તો તમારે તમારા ડોક્ટરને બતાવવું જોઈએ.

જેસ્ટેબલ ડાયાબિટીસનું જોખમ

ગર્ભાવસ્થા થનારા ડાયાબિટીસને જેસ્ટેબલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. વૃદ્ધ મહિલાઓમાં આનું જોખમ વધારે હોય છે. આ સમયે પૌષ્ટિક આહાર અને વ્યાયામની ખૂબ જ જરૂર પડે છે. કેટલીક દવાઓ પણ લેવાની જરૂર પડી શકે છે. જો જેસ્ટેબલ ડાયાબિટીઝની સારવાર ન કરવામાં આવે તો શિશુ સામાન્ય કરતા વધુ ઝડપથી વિકાસ પામે છે અને ડિલિવરી દરમિયાન ઈજા થવાનું જોખમ વધારે છે. જેસ્ટેબલ ડાયાબિટીસને કારણે પ્રીમેચ્યોર બર્થ, હાઈ બ્લડ પ્રેશર (પ્રિક્લેમ્પસિયા) જેવા જોખમમાં પણ વધારો કરે છે.

સિજેરિયન ડિલિવરી

એવું માનવામાં આવે છે કે વધુ ઉંમરની મહિલાઓને સિઝેરિયન ડિલિવરી થવાની સંભાવના વધુ હોય છે. 37 વર્ષની ઉંમરે માતા બન્યા પછી, ગર્ભાવસ્થાને લગતી મુશ્કેલીઓનું જોખમ વધારે રહે છે, જેના કારણે સિઝેરિયન ઓપરેશન કરવું પડે છે.

​નવજાતનું વજન

બાળકના જન્મ સમયે તેનું વજન સામાન્ય કરતા ઓછું હોઈ શકે છે, અને બાળકને ડાઉન સિન્ડ્રોમ જેવી કેટલીક રંગસૂત્ર સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સિવાય વધુ ઉંમરને કારણે મિસકેરેજ (કસુવાવડ) અને સ્ટિલબર્થ (સ્થિરજન્મ)નું પણ જોખમ રહેલું છે.

​શું કરવું

37 વર્ષની ઉંમરે માતા બન્યા પછી અને તમારી ગર્ભાવસ્થા અને બાળકને સ્વસ્થ રાખવા માટે ડોક્ટરન નિયમિત તપાસ કરાવો. જો તમને ડાયાબિટીઝ કે હાઈ બ્લડ પ્રેશર જેવી કોઈ બીમારી છે તો ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. દાંત અને પેઠાને તંદુરસ્ત રાખવા પણ જરૂરી છે કારણ કે તેનાથી બાળકના પ્રીટર્મ બર્થ અને વજન ઓછું થવાનું જોખમ ઓછું થાય છે. સ્વસ્થ ગર્ભાવસ્થા માટે પોષક અને સંતુલિત આહાર લો. ફળો અને શાકભાજી ખવડાવો. આખા અનાજ, કઠોળ, લીન મીટ અને ઓછી ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો ખાવાનું રાખો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો