એપશહેર

COPD: બોલતા-બોલતા હાંફ ચઢી જાય છે? તો ફેફસાને થયું છે નુકસાન, Dr.એ જણાવ્યા બીમારીના શરૂઆતી લક્ષણો

COPD Health Tips: ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ (COPD)ના દર્દીઓને બીમારીના શરૂઆતી લક્ષણો અને તેના મેનેજમેન્ટ અંગેની જાણકારી હોવી જરૂરી છે. તેનાથી સ્વાસ્થ્યને અન્ય જોખમો પણ થઇ શકે છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 30 Dec 2023, 8:57 am
COPD Symptoms: COPD એટલે કે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ એક ગંભીર બીમારી છે. તેના દર્દીને રાહત માટે આ બીમારીના શરૂઆતી લક્ષણો અને મેનેજમેન્ટ વિશે પુરતી માહિતી હોવી જોઇએ. ધ્યાન રાખો કે, આજકાલ વધતા વાયુ પ્રદૂષણના કારણે આ બીમારી વધુ ખતરનાક થઇ શકે છે.
I am Gujarat pulmonologist shares copd early warning signs and management
COPD: બોલતા-બોલતા હાંફ ચઢી જાય છે? તો ફેફસાને થયું છે નુકસાન, Dr.એ જણાવ્યા બીમારીના શરૂઆતી લક્ષણો


શ્વાસની વધતી તકલીફ, સતત ખાંસી અને ગળફાના રંગમાં ફેરફાર જેવા સંકેતોથી COPDની ચેતાવણી મળી શકે છે. રાયપુર સ્થિત રામકૃષ્ણ કેર હોસ્પિટલમાં પલ્મોનોલોજી કન્સલ્ટન્ટ ડો. ગિરિશ કુમાર અગ્રવાલ (Dr. Girish Kumar Agrawal, Pulmonologist, Raipur) અનુસાર, તેના લક્ષણોની તત્કાળ ઓળખ કેવી રીતે કરશો તે જાણો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​આ રીતે કરો મેનેજમેન્ટ

COPD મેનેજમેન્ટ માટે ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ સમયસર લો. બ્રોન્કોડાઇલેટર્સ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ડ્રગ્સને લેવાથી તેન લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે. વળી તેને વધુ ગંભીર બનતા પણ અટકાવી શકાય છે. હંમેશા તેના ઇલાજ દરમિયાન ડોક્ટરના સતત સંપર્કમાં રહો.

​આટલું ધ્યાન રાખો

COPD કૅર માટે પલ્મોનરી રિહેબિલેશન જરૂરી છે, જે શારિરીક સહનશક્તિ અને રેસ્પિરેટરી મસલ્સની તાકાત વધારે છે. બ્રિથિંગ ટેક્નિક અને એનર્જી કન્ઝર્વેશનથી નોર્મલ લાઇફ જીવી શકાય છે.

​લાઇફસ્ટાઇલમાં બદલાવ

ડો. અગ્રવાલ અનુસાર, લાઇફસ્ટાઇલમાં બદલાવ કર્યા વગર COPDના લક્ષણોને મેનેજ કરવા સંભવ નથી. રેસ્પિરેટરી એટલે કે, શ્વાસોશ્વાસને લગતા સ્વાસ્થ્યને જાળવવા માટે ડાયરેક્ટ અથવા સેકન્ડ હેન્ડ સ્મોક, તમાકુ, ધૂમાડો વગેરેથી બચવું જરૂરી છે.

​અન્ય બીમારીનું જોખમ

આજકાલ COPD એક સિસ્ટમેટિક ડિઝીઝ ગણાય છે, કારણ કે તે ફેફસા ઉપરાંત અન્ય અંગોને પણ પ્રભાવિત કરે છે. તેના દર્દીઓને કોરોનરી ડિઝીઝ અને સાઇકોલોજીકલ ડિસઓર્ડર્સ થવાનું જોખમ પણ વધી જાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story