એપશહેર

બાળકોનું વજન વધારવા માટે બનાવો કેળા અને સોજીનો હલવો

કેળા અને સોજીની આ રેસીપી બનાવવામાં પણ છે ખૂબ જ સરળ

I am Gujarat 14 Oct 2020, 7:47 pm
કેળા બાળકો માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ બાળકો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવામાં ખચકાતા હોય છે, જેના કારણે તેમનું વજન ઓછું થાય છે. જો તમારા બાળકનું વજન વધી રહ્યું નથી અને તમે આનાથી ચિંતિત છો, તો પછી આ સમસ્યાને છોડી દો, કારણ કે અહીં અમે તમને બાળકનું વજન વધારવા માટે કેળા અને સોજીની હેલ્ધી રેસીપી વિશે જણાવી રહ્યા છીએ.
I am Gujarat recipe to increase weight of kids
બાળકોનું વજન વધારવા માટે બનાવો કેળા અને સોજીનો હલવો


હલવો બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડેશે

કેળા અને સોજીનો હલવો બનાવવા માટે તમારે અઢી ચમચી ઘી, 3 થી 4 બદામ, 3થી4 કાજુ, ચારથી પાંચ પિસ્તા, બે ખજૂર, બે ચમચી સોજી, અડધો ગ્લાસ પાણી, એક પાકેલું કેળું, 250 ગ્રામ દૂધ અને અડધી ચમચી ખાંડની જરૂર છે.

હલવો બનાવવાની રીત

-એક કડાઈ લો અને તેને ગેસ પર ગરમ કરો. હવે તેમાં એક ચમચી ઘી નાખો.

-ત્યારબાદ તેમાં સમારેલા સુકા ફળો ઉમેરો

-સૂકા ફળોને થોડો શેકો, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તેને વધુ શેકવાની જરૂર નથી.

-શેકાઈ ગયા પછી સૂકા મેવાને કડાઈમાંથી બહાક કાઢી લો.

-હવે તે જ કડાઈમાં અડધો ચમચી ઘી નાખો. ત્યારબાદ સોજી નાખો.

-સોજી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

- સોજી શેક્યા પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખો. તેને બેથી ત્રણ મિનિટ સુધી પકાવો.

શું હવે તમને સુંગધ આવવા લાગી

-એક પાકેલું કેળું લો અને તેને કાપી નાખો.

-કેળામાં થોડું દૂધ મિક્સ કરીને પીસી લો.

-સોજીમાં કેળાની પ્યુરી મિક્સ કરો.

-થોડી વાર રાંધ્યા પછી તેમાં દૂધ નાખો.

-હવે તેમાં અડધી ચમચી ખાંડ નાખો.

-શેકેલા સૂકા મેવાને ઉમેરો.

-સૂકા મેવાને સારી રીતે પકાવો.

-આ મિશ્રણને હલવા જેવું થાય ત્યાં સુધી પકાવો.

-હવે તેમાં અડધો ચમચી ઘી નાખો.

-ત્યારબાદ ગેસ બંધ કરો અને થોડો ઠંડુ થાય ત્યારે સર્વ કરો.

આ વાતનું રાખો ધ્યાન

જો તમે આ હલવો એક વર્ષથી નીચેના બાળકો માટે બનાવી રહ્યા છો, તો પછી ડ્રાયફ્રૂટને ગ્રાઇન્ડ એટલે કે પીસીને નાંખવા. નાના બાળકો સૂકોમેવો ચાવી શકતા નથી. તેથી ગ્રાઇન્ડીંગ કરીને સૂકોમેવો આપવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો