એપશહેર

Mulethi Health Benefits: શિયાળામાં વારંવાર થતી શરદી-ખાંસીમાં દવાના બદલે ચાવો આ 1 જડીબુટ્ટીના મૂળ, એકસાથે 10 બીમારીઓ રહેશે દૂર

How to Use Mulethi in Winter: આયુર્વેદમાં અલગ અલગ પ્રકારની જડીબુટ્ટીઓના લાભનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેમાંથી એક છે પારંપરિક મૂલેઠી, જે અનેક પ્રકારના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે શિયાળામાં શરદી અને ફ્લૂ જેવા લક્ષણોને દૂર કરવા માટે ઉત્તમ ગણાય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 23 Oct 2023, 9:54 am
Mulethi Use for Cold and Sore throat: મેડિકલમાં ચોક્કસથી ઘણો બદલાવ થયો છે પરંતુ હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાતી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પર લોકોનો વિશ્વાસ આજે પણ એટલો જ મજબૂત છે. આયુર્વેદમાં બીમારી જ નહીં તેના મૂળને ખતમ કરવા પર કામ કરવામાં આવે છે. અલગ અલગ બીમારીઓ અને ઇન્ફેક્શનના ઇલાજ માટે આયુર્વેદમાં આજે પણ રોગપ્રતિકારક શક્તિને વધારવા પર ભાર મુકવામાં આવે છે.
I am Gujarat researchgate shares ethnopharmacological uses of licorice heres how you can use mulethi for cold and sore throat
Mulethi Health Benefits: શિયાળામાં વારંવાર થતી શરદી-ખાંસીમાં દવાના બદલે ચાવો આ 1 જડીબુટ્ટીના મૂળ, એકસાથે 10 બીમારીઓ રહેશે દૂર


આયુર્વેદમાં એવી અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી એક પારંપરિક જડીબુટ્ટી મૂલેઠી પણ છે, જે અનેક પ્રકારની બીમારીઓમાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે શિયાળામાં શરદી અને ફ્લૂ જેવા લક્ષણોનો ઇલાજ કરવા માટે પણ ઉપયોગી છે. આ સિઝનમાં ખાંસી, તાવ, શરદી, ગળાની ખરાશ, શરીરમાં દુઃખાવો અને ટોન્સિલ્સ જેવી સમસ્યાઓનું જોખમ વધે છે અને તેમાંથી રાહત મેળવવા માટે તમે મૂલેઠીનો ઉપયોગ કરી શકો છો.

અહીં જાણો, રિસર્ચગેટ (ResearchGate) પર પ્રકાશિત એક અધ્યયન અનુસાર, મૂલેઠીનો ઉપયોગ કેવી રીતે અને કેટલાં પ્રકારે કરી શકાય છે. મૂલેઠીને સ્વીટવૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને તેના સ્વાદ અને સુગંધના કારણે ચા ઉપરાંત અન્ય જ્યૂસમાં નાખીને પીવામાં આવે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​મૂલેઠીના ફાયદા

રિસર્ચગેટ (ResearchGate) પર પ્રકાશિત એક અધ્યયન અનુસાર, મૂલેઠીમાં એન્ટી-વાયરલ, એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે જે પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરીને ગેસ્ટ્રિક અને પેષ્ટિક અલ્સરને અટકાવે છે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિને વધારીને બીમારીઓ અને ઇન્ફેક્શનને દૂર કરે છે. તેનાથી હાઇ કોલેસ્ટ્રોલવાળા લોકોને પણ ફાયદો મળે છે, કારણ કે તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ રક્તકોશિકાઓના કાર્યને સરળ બનાવે છે અને ધમનીમાં પ્લાક જમા નથી દેતું.

​મૂલેઠીનો ઉપયોગ

શરીરમાં અનેક બીમારીઓના ઇલાજમાં મદદ કરવા ઉપરાંત મૂલેઠી ખાંસી અને શરદીને ઠીક કરવામાં મદદ કરે છે. તે ગળામાં ખરાશ અને અન્ય શ્વસન લક્ષણો માટે શ્રેષ્ઠ ગણાય છે. આ માટે -

  • મૂલેઠીના કેટલાક મૂળને પાણીમાં ઉકાળીને પી શકાય છે
  • એકવાર આ પાણી તૈયાર કર્યા બાદ ગળાની ખરાશ દૂર કરવા માટે ધીમા ઘૂંટે આ પાણી પીવો
  • ગરમ પાણીમાં એક ચમચી મધ નાખીને મૂલેઠી પાઉડર મિક્સ કરી લો
  • આ પાણી સૂકી ખાંસીનો ઇલાજ કરવા માટે ઉત્તમ છે
  • મૂલેઠીના મૂલનો એક ટૂકડો, તુલસી અને પુદીનાના પાન મિક્સ કરીને આ પાણીને 10 મિનિટ સુધી ધીમી આંચે ગરમ કરો
  • પાણીને ગાળીને તે થોડું ગરમ હોય ત્યારે જ પી લો

​ચાવવાથી પણ મળશે ફાયદાઓ

જો તમને મૂલેઠીનો ઉકાળો અથવા તેનાથી બનેલી ચા પીવાનું પસંદ નથી તો તેના મૂળને ઝીણા ચાવી શકો છો. આનાથી ગળામાં ખરાશ અને કર્કશ અવાજની સમસ્યા દૂર થશે.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story