એપશહેર

હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો સસ્તો ઇલાજ છે શિંગોડા; ન્યૂટ્રિશનિસ્ટે જણાવ્યા ફાયદા

Water Chestnuts Benefits: શિંગોડામાં અનેક પ્રકારના પોષ્ટિક તત્વો રહેલા હોય છે, જેને બીમારીઓમાં ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે. અહીં જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ લવનીત બત્રા (Nutritionist Lovneet Batra) પાસેથી જાણો, શિંગોડા ખાવાથી મળતા ફાયદાઓ વિશે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 13 Jan 2024, 9:22 am
Singoda/Shingoda/singhara (water chestnut) na fayda: શિયાળાની શરૂઆત પહેલાં જ માર્કેટમાં શિંગોડા (Water Chestnuts)નું વેચાણ શરૂ થઇ જાય છે. આ એક પ્રકારે એવું ફળ છે જે તળાવમાં ઉગે છે. શિંગોડાને મોટાંભાગે વ્રત દરમિયાન ખાવામાં આવે છે. કેટલાંક લોકો તેના લોટની રોટલી અને શાક તરીકે પણ ઉપયોગ કરે છે. લગભગ તમામ લોકો તેને સામાન્ય ફળ ગણીને સ્વાદ માટે ખાતા હોય છે. પરંતુ તેના ઔષધિય ગુણો અનેકગણા છે.
I am Gujarat singhara benefits heart friendly to promoting weight loss here are the usage of water chestnut by nutritionist lovneet batra
હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો સસ્તો ઇલાજ છે શિંગોડા; ન્યૂટ્રિશનિસ્ટે જણાવ્યા ફાયદા


NCBI (National Institutes of Health) અનુસાર, શિંગોડાથી ડાયાબિટીસ, ડાયરિયા, નાકમાંથી લોહી વહેવું, ફ્રેક્ચર અને સોજા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શિંગોડામાં વધારે માત્રામાં ફાઇબર અને ઓછી માત્રામાં કેલેરી અને ચરબી હોય છે. આ સિવાય તેમાં અનેક વિટામિન અને સ્વસ્થ એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન બી6 (Vitamin B6) ભરપૂર માત્રામાં રહેલું છે.

જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ લવનીત બત્રા (Lovneet Batra, Award-winning Nutritionist)એ હાલમાં જ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શિંગોડા ખાવાથી મળતા ફાયદાઓ વિશે જણાવ્યું છે. ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર, શિંગોડા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારે ફાયદાકારક છે. અહીં જાણો, શિંગોડા ખાવાથી હૃદયરોગ સહિત કઇ બીમારીઓમાં મળશે રાહત.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​હેલ્ધી હાર્ટ માટે શિંગોડાનું સેવન

ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર, પોટેશિયમવાળા આહારથી હાઇ બ્લડપ્રેશર અને સ્ટ્રોક જેવા હૃદય માટે જોખમી વિકારોને ઘટાડી શકાય છે. શિંગોડા પોટેશિયમનો મુખ્ય સ્ત્રોત છે અને તેના સેવનથી બ્લડપ્રેશરના કારણ તણાવગ્રસ્ત થયેલી લોહીની નળીઓને આરામ મળે છે. આનાથી હૃદયરોગના જોખમો ઘટે છે.

એક્સપર્ટ પાસેથી જાણો શિંગોડા કેમ છે સ્વાસ્થ્ય માટે જરૂરી!

View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb)

​ટ્યૂમરના વિકાસને મંદ કરે છે

શિંગોડામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-કેન્સરના ગુણ કેન્સરની કોશિકાઓના વિકાસને મંદ કરવામાં અથવા તેને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

​સોજાથી લડે છે

શિંગોડામાં ફિસેટિન, ડાયોસ્મેટિન, લ્યૂટોલિન અને ટેક્ટોરિજિનિન સહિત એન્ટી ઓક્સિડન્ટ્સના ગુણો રહેલા છે. જે ક્ષતિગ્રસ્ત કોશિકાઓની કામગીરી, સમારકામ અને પુનઃસ્થાપિત ઉપરાંત સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

​વજન ઘટાડવામાં મદદરૂપ

હાઇ માત્રાવાળા ભોજન તરીકે ગણાતા શિંગોડાને તમારાં ડાયટમાં કેલેરી તરીકે સામેલ કરવાથી વારંવાર ભૂખ મટાડવાનું કામ કરે છે, જેનાથી તમારાં વજનને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ મળે છે.

​વાળ માટે ફાયદાકારક

શિંગોડાનું સેવન તમારાં વાળને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. તેમાં પોટેશિયમ, ઝીંક, વિટામિન બી અને વિટામિન ઇ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. જે વાળને ડેમેજ થતાં અને ખરતાં અટકાવે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધારે માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story