એપશહેર

વોટ્સએપ પર ફરતા થયેલા આ મેસેજ હવે ડૉક્ટર્સ માટે બની રહ્યા છે માથાનો દુ:ખાવો

પબ્લિકને ડૉક્ટર કરતાં વોટ્સએપ પર વધુ વિશ્વાસ, આવા મેસેજ પર આંખો બંધ કરી વિશ્વાસ કરનારાઓની હાલત ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી થઈ

Authored byAmrita Didyala | TNN 15 May 2021, 10:29 am

હાઈલાઈટ્સ:

  • કોરોનાકાળમાં વોટ્સએપ પર ફરતાં થયેલા દવાના પ્રિસ્ક્રિપ્શનને ફોલો કરવા અત્યંત જોખમી
  • ડૉક્ટરોની ચેતવણી, ખોટી અને બિનજરુરી દવા લેશો તો શરીરને લાંબાગાળે મોટું નુક્સાન થશે
  • કોરોનાથી બચવા વિટામીન ડી સપ્લિમેન્ટ્સ લેનારાને હવે થઈ રહી છે મોટી તકલીફો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat doctor
પ્રતિકાત્મક તસવીર
હૈદરાબાદ: કોરોનાની બીજી વેવની અસર ધીરે-ધીરે ઓછી થઈ રહી છે, ત્યારે હવે ડૉક્ટર્સ માટે વોટ્સએપ પર ફરતાં થયેલા કેટલાક મેસેજ માથાનો દુ:ખાવો બની ગયા છે. લોકો આ મેસેજને સાચા માની ડૉક્ટર્સની સલાહ લીધા વિના જ વિટામિન્સ, એન્ટીબોડી અને સ્ટિરોઈડ બેઝ્ડ દવા કે સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છે.
વોટ્સએપના મેસેજ સાચા માની જરુરિયાત વિના જ સપ્લિમેન્ટ્સ કે દવા લેનારા લોકોને હવે ડૉક્ટર્સ ચેતવણી પણ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ રીતે દવા કે સપ્લિમેન્ટસ્ લેવાથી લાંબાગાળે ખૂબ જ મોટું જોખમ સર્જાય છે, જેની અસર કોરોના પછી જોવા મળશે. તેનાથી ના માત્ર સાઈડ-ઈફેક્ટ્સ પણ થાય છે, પરંતુ ઘણા કિસ્સામાં ભવિષ્યમાં કેટલાક રોગોની સારવાર કરવી પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

કોરોના મટ્યા બાદ મોતને ભેટનારી મહિલાનું PM કરનારા ડૉક્ટરનો ચોંકાવનારો ખુલાસો
હાલમાં એવા કેસો પણ વધી રહ્યા છે કે જેમાં લોકો સમજ્યા વિચાર્યા વિના મહિનાઓથી વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છે. જેના કારણે તેમને પાચનમાં સમસ્યા, ડાયેરિયા તેમજ કોરોના જેવા જ બીજા લક્ષણો પણ સાઈડ ઈફેક્ટ સ્વરુપે અનુભવાઈ રહ્યા છે. હૈદરાબાદ સ્થિત મેડીકવર હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન કન્સલ્ટન્ટ ડૉ. રાહુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, અન્ય વિટામીનોથી વિરુદ્ધ વિટામીન ડીમાં ટોક્સિટી હોય છે.

કોરોના આવ્યો ત્યારથી ઘણા લોકો વિટામીન ડીના સપ્લિમેન્ટ્સના હાઈ ડોઝ મહિનાઓથી લઈ રહ્યા છે. આવા લોકોને વોર્નિંગ આપતા ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે, યોગ્ય ટેસ્ટ કરાવ્યા વિના વિટામીન ડીના સપ્લિમેન્ટ્સ ચાલુ ના કરવા, અને તેને મહિનાઓ સુધી ચાલુ રાખવાની ભૂલ તો કદીય ના કરવી. પરંતુ હાલ તેના લીધે લોકોને પેટમાં તીવ્ર દુ:ખાવો, ડાયેરિયા તેમજ અનકોન્શિયસનેસ જેવી સમસ્યા થઈ રહી છે. સામાન્ય રીતે ડૉક્ટર્સ એકાદ-બે મહિના માટે જ વિટામીન ડીના સપ્લિમેન્ટ્સ પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે.

ડિસેમ્બર સુધીમાં 95 કરોડ લોકોને વેક્સિન! શું છે સરકારની આખી ગણતરી?
ડૉ. અગ્રવાલે એમ પણ જણાવ્યું હતું કે એન્ટિબોડી ડ્રગ્સનો વધારે પડતો ઉપયોગ તેને ભવિષ્યમાં કોઈ ટ્રીટમેન્ટ માટે ઓછી અસરકારક બનાવે છે. તેવી જ રીત બિનજરુરી એન્ટિબોડી અને એન્ટિફંગલને કારણે શરીરમાં એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)સર્જાય છે. જેનાથી 2050 સુધીમાં દર વર્ષે 1 કરોડ લોકો મોતને ભેટશે તેવો અંદાજ છે.

સિકંદરાબાદની યશોદા હોસ્પિટલના સિનિયર પુલ્મોનોલોજિસ્ટ ડૉ. હરિ કિસન ગોનુગુંટલાના જણાવ્યા અનુસાર, Ivermectin અને Doxycycline જેવી દવાઓના રિસર્ચ ટ્રાયલમાં કોઈ અસરકારક પરિણામ જોવા નથી મળ્યા. છતાંય લોકો સોશિયલ મીડિયા પર ફરતા પ્રિસ્ક્રિપ્શનના આધારે આ દવા લઈ રહ્યા છે. જોકે, તેનાથી કોઈ ફરક ના પડતાં આખરે તેમને હોસ્પિટલ આવવું પડે છે, પરંતુ ત્યાં સુધી તેમની હાલત ગંભીર થઈ ગઈ હોય છે.

તેવી જ રીતે સ્ટિરોઈડ પણ ડૉક્ટરની સલાહ લીધા વિના અવળી અસર કરી શકે છે. આ અંગે ડૉ. હરિ કિશને જણાવ્યું હતું કે, સ્ટિરોઈડ ટ્રીટમેન્ટમાં મહત્વનો રોલ નીભાવતા હોય છે, પરંતુ તેમને ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવા જોઈએ. તેનું ટાઈમિંગ પણ ખૂબ જ મહત્વનું હોય છે. જાતે સ્ટિરોઈડ લેવા પર ગંભીર કોમ્પ્લિકેશન સર્જાઈ શકે છે, જેનાથી કેસ ઓર બગડી જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો