એપશહેર

Men's Health: પુરૂષોના યૌન સ્વાસ્થ્યને લઇ ચોંકાવનારો ખુલાસો, 4 લક્ષણોથી ઓળખો લૉ-સ્પર્મ કાઉન્ટના કારણો અને બચાવની રીત

Sperm Count Increasing Food: વર્ષ 2000 બાદ પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ ઝડપથી ઘટી રહ્યા છે. લૉ સ્પર્મ કાઉન્ટના લક્ષણો જોવા મળે તો તમારે એવા ફૂડ્સનું સેવન કરવું જોઇએ જેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય.

Authored byહેતલ ડાભી | I am Gujarat 17 Nov 2022, 1:55 pm
Low Sperm Count Symptoms: પુરૂષોના યૌન સ્વાસ્થ્યને દુરસ્ત રાખવા માટે બે ચીજો ખૂબ જ જરૂરી છે જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન અને સ્પર્મ કાઉન્ટ, આ બંને ચીજોમાં ઉણપથી પુરૂષોના યૌન સ્વાસ્થ્યને નુકસાન થાય છે. હાલમાં જ પુરૂષો પર કરવામાં આવેલા એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ભારતીય પુરૂષોની મર્દાનગી અડધા પણ વધારે ઓછી થઇ ગઇ છે.
I am Gujarat study on mens health revealed sharp fall in sperm count in men here are some foods that increase sperm count quickly
Men's Health: પુરૂષોના યૌન સ્વાસ્થ્યને લઇ ચોંકાવનારો ખુલાસો, 4 લક્ષણોથી ઓળખો લૉ-સ્પર્મ કાઉન્ટના કારણો અને બચાવની રીત


હ્યૂમન રિપ્રોડક્શન અપડેટ જર્નલ (Human Reproduction Update Journal)ની એક સ્ટડી અનુસાર, 1973થી 2018ની વચ્ચે પુરૂષોના અવરેજ સ્પર્મ કાઉન્ટ (fall in sperm count)માં 51.6 ટકાનો ઘટાડો થયો છે. લેટેસ્ટ સ્ટડી અનુસાર, યુરોપ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સેન્ટ્રલ અમેરિકા, સાઉથ અમેરિકા, આફ્રિકા અને ભારત સહિત એશિયાના દેશોમાં પુરૂષોમાં શુક્રાણુ એકાગ્રતા 101.2m પ્રતિ મિલીલીટરથી 49.0m પ્રતિ મિલીલીટર રહી ગઇ છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ટોટલ સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

રિસર્ચ અનુસાર, પુરૂષોના ટોટલ સ્પર્મ કાઉન્ટ (decreased total sperm count)માં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ સમયકાળમાં કુલ શુક્રાણુઓની સંખ્યામાં 62.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આંકડા અનુસાર, વર્ષ 2000 બાદ પ્રતિ વર્ષ સ્પર્મ કાઉન્ટમાં 2.64 ટકાનો ઘટાડો થયો, જે અગાઉના સમયકાળ કરતાં વધારે છે.

​જાણકારી વગર જ સ્પર્મમાં ઘટાડો

હેલ્થલાઇન અનુસાર, સામાન્ય રીતે સ્પર્મ કાઉન્ટ ઘટવાની જાણકારી નથી મળતી. જ્યારે બાળક વિશે તેઓ વિચારે છે ત્યારે પુરૂષોની આ સમસ્યા સામે આવે છે. સ્પર્મ કાઉન્ટ ઘટડવાની સમસ્યાને ઓલિગોસ્પર્મિયા (Oligospermia) કહે છે, જેનું સૌથી મુખ્ય કારણ ઇનફર્ટિલિટી (બાળક ના થવું) હોય છે.

​લૉ સ્પર્મ કાઉન્ટના લક્ષણો

સ્પર્મ કાઉન્ટ ઘટવા પાછળ અનેક કારણો હોય છે, જેમાં હોર્મોન અસંતુલન, ક્રોમોસોમલ અસંતુલન, અંડકોષની સમસ્યા અથવા બ્લોકેજ હોઇ શકે છે. તેના કારણોથી દેખાતા લક્ષણોથી સ્પર્મ કાઉન્ટ ઘટવાની ઓળખ (how to identify low sperm count) કરી શકાય છે. જેમ કે,

  • સેક્સ ડ્રાઇવમાં ઘટાડો
  • ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થવું
  • અંડકોષની અંદર અથવા બહાર સોજા કે દર્દ
  • ચહેરા અને શરીર પર વાળ ઘટવા

​કેળા છે ફાયદાકારક

પુરૂષો માટે કેળા (banana improves sperm count) ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કારણ કે તેમાં બ્રોમેલેન એન્ઝાઇમ હોય છે જે સ્પર્મ કાઉન્ટ વધારી શકે છે. આ સિવાય તેમાં મેગ્નેશિયમ, વિટામિન બી1, વિટામિન સી જેવા અનેક સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે.

​લસણના ફાયદા

તમામ એક્સપર્ટ પુરૂષોને લસણ (garlic benefits for men) ખાવાની સલાહ આપે છે. કારણ કે, આ ફૂડમાં પણ લૉ સ્પર્મ કાઉન્ટનો ઇલાજ કરતા એન્ઝાઇમ હોય છે, જેને સેલેનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે લસણ ખાવાથી પુરૂષોને હાઇ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતાથી સુરક્ષા મળે છે. આ સમસ્યાઓ પણ શુક્રાણુની ઉણપનું કારણ બની શકે છે.

​કોળાંના બીજ

કોળાંના બીજ (pumpkin seeds for men) પુરૂષોના સ્વાસ્થ્ય માટે ચમત્કારી હોય છે, જે પુરૂષ કોળાંના બીજનું દરરોજ સેવન કરે છે, તેની મર્દાનગી હંમેશા જળવાઇ રહે છે. કારણ કે, આ હેલ્ધી સીડ્સની અંદર એન્ટી-ઓક્સિડન્ટ્સ, ફાઇટોસ્ટેરોલ્સ અને એમિનો એસિડ્સની ભરમાર હોય છે, જે સ્પર્મ કાઉન્ટને ઝડપથી વધારે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, જે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story