એપશહેર

કિડની ફેલ થતાં પહેલા શરીર આપે છે આ સંકેત, સમજો અને આ બીમારીથી બચો

આપણું શરીર રોગો અંગે આપણને સંકેત આપતું રહે છે. હૃદયની બીમારી હોય કે અન્ય કોઈ, શરીર આપણને ચેતવણી આપે છે. આ જ પ્રકારે કિડની ખરાબ થાય તે પહેલાં પણ શરીર તરફથી સંકેત મળવા લાગે છે.

Edited byશિવાની જોષી | I am Gujarat 22 Aug 2019, 9:59 am
કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે. એટલે જો સમયસર આ લક્ષણો ઓળખીને સારવાર કરવામાં આવે તો કિડની ફેલ થતી બચાવી શકાય છે.
I am Gujarat symptoms of kidney failure one should not ignore
કિડની ફેલ થતાં પહેલા શરીર આપે છે આ સંકેત, સમજો અને આ બીમારીથી બચો


અચાનક વજન વધવું: શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે. એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પેશાબ સાથે લોહી ટપકવું: પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છે. પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે.
પેશાબ ઓછો કે વધારે આવવો: જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.
શ્વાસ લેવામાં તકલીફ: કિડની ખરાબ થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
સ્વભાવ ચીડિયો થઈ જવો: કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે. જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે. આટલું ધ્યાન રાખશો તો કિડની ખરાબ નહીં થાય
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો