એપશહેર

આ 8 કારણે સેક્સ દરમિયાન પુરુષોને નથી થતું ઇરેક્શન

Mitesh Purohit | I am Gujarat 14 Nov 2017, 2:14 pm
I am Gujarat these are the reasons that why man cant enjoy physical encounter
આ 8 કારણે સેક્સ દરમિયાન પુરુષોને નથી થતું ઇરેક્શન


આ કારણે ઇચ્છા છતા પુરુષો એન્જોય નથી કરી શકતા સેક્સ

જો કોઇ પુરુષમાં સેક્સ્યુઅલી પરફોર્મ કરવાની નબળાઈ હોય અથવા સેક્સ દરમિયાન ઇરેક્શન ન થતું હોય તો તેની સૌથી ખરાબ અસર તેના માનસિક આરોગ્ય પર પણ પડે છે. ત્યારે એ જાણવું ખુબ જરુરી બની જાય છે કે આ શારીરિક નબળાઈ પાછળ ખરેખર શું કારણભૂત છે. અને શા માટે તમે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉત્તેજીત રહી શકતા નથી.

તણાવ અને ચિંતા

તણાવના કારણે બોડીની એક નેચરલ સીસ્ટમ એક્ટિવ થાય છે જે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આ હોર્મોન્સ તમારા હાર્ટરેટને વધારે છે અને બ્લડ પ્રેશર પણ વધારે છે. જે ઇરેક્શન ડિસફંક્શન માટે હાઈરિસ્ક ફેક્ટરનું કામ કરે છે.

ઓબેસિટી

વધુ પડતું વજન અને ફેટ બોડીના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સની ક્રિયાને ખોરવે છે તેમજ હાર્ટની કામગીરી પર પણ અસર કરે છે. આ સાથે વધુ પડતી એક્સેસ ફેટ તમને ખૂબ જલ્દી થકવી દે છે. આ કારણે તમે ઇરેક્શન ડિસ્ફંક્શન તરફ આગળ વધે છે.

બ્લડ પ્રેશર માટેની દવા

જો તમને બ્લડ પ્રેશરની બિમારી હોય અને તેના માટે તમે દવા ખાતા હોવ તો તમને ઇરેક્શનને લેતી તકલીફ રહી શકે છે.

એન્ટિડીપ્રેશન્ટ્સ

હતાશા, તણાવ, સ્મોકિંગ, ક્રોનિક પેઇન, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ઈટિંગ ડિસઓર્ડર જેવી બિમારીઓની દવા લેવાથી પણ તમારી સેક્સ લાઇફ પર અસર પડે છે.

મેટાબોલિક સીન્ડ્રોમ

જો તમારો મટોબોલિક રેટ યોગ્ય સ્તરે જળવાઈ ન રહે તો શરીરમાં વજન વધવાનું શરુ થાય છે જે અંતે ઓબેસિટીમાં પણ પરીણમી શકે છે. જે તમારી ઇરેક્શનને લગતી સમસ્યા પેદા કરી શકે છે.

હાઈ કોલેસ્ટેરોલ

અનિયમિત બ્લડ ફ્લોના કારણે ઇરેક્શન પર અસર પડે છે. હાઈ કોલેસ્ટેરોલ હોવાથી બ્લડ પ્રેશરની બિમારી થઈ શકે છે. તેમજ તમારા હાર્ટ પર પણ ખૂબ દબાણ આવે છે.

થાયરોઇડ

જો થાયરોઇડ તેના ગંભીર સ્તરે પહોંચી જાય તો બ્લડ ફ્લો અને શરીરના તાપમાનને તેની અસર પડે છે. તેમજ આ હોર્મોન્સના વધારે પ્રમાણથી વ્યક્તિની સેક્સ ઇચ્છા પર સૌથી વધુ અસર થાય છે. જેના કારણે ઇરેક્શન ન થવું અને સેક્સની અનિચ્છા રહેવી જેવી બિમારીઓ સામાન્યરીતે જોવા મળે છે.

ક્રોનિક કિડની ડિસીઝ

કિડનીમાં થતા આ રોગના કારણે તમારી નર્વ્સ સીસ્ટમને અસર થાય છે. જેન કારણે પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં ઉત્તેજના માટે આવાત બ્લડ ફ્લો અનિયંત્રિત થતા ઇરેક્શન સંબંધીત ફરીયાદ રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો