એપશહેર

Cholesterol Remedies: શરીર માટે ઝેર છે આ 3 સફેદ ખાદ્યપદાર્થ; લોહીની નસોમાં ભરાઇ જશે Cholesterol, આવશે હાર્ટ અટેક

Cholesterol Causing Foods: જો તમે પિત્ઝા, બર્ગર, પાસ્તા, સમોસા જેવી મસાલેદાર, તીખી-તળેલી ચીજવસ્તુઓનું સેવન વધારે માત્રામાં કરો છો, તો કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી વધશે અને હાર્ટ અટેકનું જોખમ પણ વધશે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 15 May 2023, 10:49 am
Cholesterol Foods To Avoid: કોલેસ્ટ્રોલ એક ઝડપથી વધી રહેલી સમસ્યા છે, જે ફેટવાળી વસ્તુઓના વધારે પડતાં સેવન અને એક્સરસાઇઝના કારણે થાય છે. ફૅટ એક મીણ જેવો ચીકણો પદાર્થ છે જે લોહીની નસોમાં જમા થઇ જાય છે અને તેને બ્લોક કરી શકે છે. આવું કરવાથી તમને હાર્ટ અટેક, સ્ટ્રોક, નસોની બીમારી કે હૃદયરોગ થઇ શકે છે.
I am Gujarat vascular surgeon dr rajiv parakh shares white foods that increase cholesterol level in our body
Cholesterol Remedies: શરીર માટે ઝેર છે આ 3 સફેદ ખાદ્યપદાર્થ; લોહીની નસોમાં ભરાઇ જશે Cholesterol, આવશે હાર્ટ અટેક


માખણ, મેંદા અને માયોનીઝ આ ત્રણેય વસ્તુઓનું આજકાલ વધારે માત્રામાં સેવન થઇ રહ્યું છે. ચોક્કસથી આ સફેદ વસ્તુઓ ટેસ્ટી હોય છે પરંતુ તે તમારાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનું વધારે માત્રામાં સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. જેના કારણે તમારાં શરીરને વધારે નુકસાન થઇ શકે છે. આનાથી લોહીની નસોમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે.

મેદાંતા હોસ્પિટલમાં વેસ્ક્યૂલર સર્જરીના ચેરમેન ડોક્ટર રાજીવ પ્રરખ (Dr. Rajiv Parakh, Vascular Surgeon) અનુસાર, તેમાં ફૅટ ભરેલું હોય છે અને તે હૃદયની નસોમાં જમા થઇ જાય તો હાર્ટ અટેક આવી શકે છે. જો મગજની નસોમાં જમા થઇ જાય તો બ્રેન અટેક અથવા સ્ટ્રોક આવી શકે છે અને પગની નસોમાં જમા થઇ જાય તો પગની નસોને નુકસાન થશે. કોલેસ્ટ્રોલ અને તેનાથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવું છે, તો આ સફેદ ચીજોના સેવનને ઘટાડવા શું કરશો?

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​મેંદા

મેંદાને રિફાઇન કરીને બનાવવામાં આવે છે, જેના કારણે તેના પોષકતત્વો લગભગ ખતમ થઇ જાય છે. મેંદા ખાવાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) પણ વધે છે, મેદસ્વિતામાં વધારો થાય છે અને ધમનીઓ બંધ થઇ શકે છે, બ્લડપ્રેશર અને બ્લડશુગરમાં વધારો થઇ શકે છે.

​માખણ

માખણ ખાવાથી ભોજનનો સ્વાદ ચારગણો વધી જાય છે, પરંતુ તેમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ હોય છે, આ બંને કોઇ વ્યક્તિના લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલને વધારી શકે છે.

આ 3 સફેદ વસ્તુઓથી વધે છે કોલેસ્ટ્રોલ

View this post on Instagram A post shared by Dr Rajiv Parakh (@drrajivparakh)

મેયોનીઝ

આજકાલ મેયોનીઝનું સેવન વધારે કરવામાં આવે છે, તેનો ઉપયોગ પિત્ઝાથી લઇને બર્ગર સુદ્ધાંમાં વધારે ખવાતા ફાસ્ટફૂડમાં ફૅટ ભરેલું હોય છે. જો તમે મેયોનીઝનું સેવન વધારે માત્રામાં કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે.

​કોલેસ્ટ્રોલ ઘટાડવા શું ખાશો?

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે હેલ્ધી અને ઓછા ફૅટવાળી વસ્તુઓનું સેવન કરવું જોઇએ. તમે ભોજનમાં ઓટ્સ, સાબુત અનાજ, બીન્સ, ભીંડા, રિંગણ, ફળ, નટ્સ, સોયા, ફૅટી ફિશ અને ફાઇબરવાળા ફૂડ્સ સામેલ કરી શકો છો.

​ફૅટ ઘટાડવા શું કરશો?

તમે ભોજનમાં સાબુત અનાજ, દાળ, બીન્સ, ફળ, નટ્સ અને બીજને સામેલ કરો. આ સિવાય દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો, સ્મોકિંગથી બચો અને આલ્કોહોલનું સેવન ઘટાડો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story