એપશહેર

પ્રોટીનનો ખજાનો છે ગરમ દૂધ, પીવાથી થશે આટલા બધા લાભ

દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોટિશયમ રહેલા છે. ઘણાં લોકોને દૂધ ન ભાવતું હોવાથી પીવામાં આનાકાની કરે છે. ખાસ કરીને બાળકો દૂધથી દૂર ભાગે છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર નિરોગી રહે છે. પરંતુ શું તમને ખબર છે કે ઠંડું દૂધ પીવા કરતાં ગરમ દૂધ પીવાથી અનેક લાભ થાય છે.

શિવાની જોષી | I am Gujarat 1 Jun 2019, 11:51 am
દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોટિશયમ રહેલા છે. ઘણાં લોકોને દૂધ ન ભાવતું હોવાથી પીવામાં આનાકાની કરે છે. ખાસ કરીને બાળકો દૂધથી દૂર ભાગે છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર નિરોગી રહે છે. પરંતુ શું તમને ખબર છે કે ઠંડું દૂધ પીવા કરતાં ગરમ દૂધ પીવાથી અનેક લાભ થાય છે.
I am Gujarat warm milk is good source of protein
પ્રોટીનનો ખજાનો છે ગરમ દૂધ, પીવાથી થશે આટલા બધા લાભ


કેલ્શિમની ઉણપ નહીં થાય

શરીરમાં રહેલા હાડકાં અને દાંતને કેલ્શિયમની જરૂર હોય છે. રોજ ગરમ દૂધ પીવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે. એટલે જ સવારે અને રાત્રે ઊંઘતા પહેલા ગરમ દૂધ પીવું જોઈએ.

પ્રોટીનથી ભરપૂર

દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે જિમમાં વર્કઆઉટ કરતાં લોકો દૂધ કે મિલ્કશેક પીવાનું નથી ટાળતા કારણકે દૂધમાંથી તેમના શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન મળી રહે છે. પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે શાકાહારીઓએ દૂધ ખાસ પીવું જોઈએ.

કબજિયાતથી છૂટકારો અપાવશે

જો કબજિયાત રહેતી હોય તો દૂધ ગુણકારી સાબિત થશે. પાચનશક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડૉક્ટર પાસેથી કબજિયાતની દવા લેવા કરતાં રાત્રે ગરમ દૂધ પીશો તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો.

હાઈડ્રેશનની પરેશાની

શું તમને ખબર છે કે દૂધ પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. વર્કઆઉટ પૂરું કર્યા બાદ દૂધ પીવાથી શરીરને પોષણ મળે છે. ડીહાઈડ્રેશની બચવા માટે રોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ.

તણાવ દૂર કરે

ઓફિસમાં કામનું પ્રેશર વધવાથી ઘણી વખત ટેન્શનમાં આવી જવાય છે. એવામાં રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ ટેન્શન દૂર કરવાનો રામબાણ ઈલાજ છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો