એપશહેર

આ કારણે પુરુષો એ ખાસ ખજૂર ખાવા જોઈએ

Mitesh Purohit | I am Gujarat 24 Dec 2017, 2:25 pm
I am Gujarat why man need to eat dates in daily life health issue
આ કારણે પુરુષો એ ખાસ ખજૂર ખાવા જોઈએ


ખજૂરના છે આટલા બધા ફાયદા

ખજૂર આમ તો લગભગ તમામ વ્યક્તિઓને ભાવે છે કેમ કે તમામ ડ્રાયફ્રૂટમાં ખજૂર સૌથી વધુ ટેસ્ટી હોય છે. તેમજ ભારતમાં આ તમામ સીઝન દરમિયાન મળી રહે છે. ખજૂરનું સેવન મુખ્યત્વે એનર્જી મેળવવા માટે થાય છે. આ કારણે મુસ્લીમ સમાજમાં પણ રમઝાનના ઉપવાસ તોડવા માટે ખજૂર ખાવામાં આવે છે. કેમ કે ઉપવાસના કારણે તમારા બોડીની એનર્જી ડાઉન થઈ ગઈ હોય ત્યારે ખજૂર ભરપૂર ઉર્જા બૂસ્ટ કરે છે.

બેડરુમ લાઇફને બનાવે છે તંદુરસ્ત

જ્યારે વિજ્ઞાન કહે છે કે ખજૂર પુરુષોની સેક્સ ઇચ્છાને વધારે છે અને સાથે સાથે સ્પર્મ ક્વોલિટીમાં પણ સુધારો લાવે છે. ભારતમાં પહેલાથી જ પૌરુષત્વ વધારવા ખજૂરનો ઉપયોગ કરવા કહેવાતું હતું હવે રિસર્ચના અંતે વિજ્ઞાને પણ આ વાતને માની છે. આ ડ્રાયફ્રૂટ તમારી સેક્સ ઇચ્છા અને સેક્સ પર્ફોર્મન્સ બંનેને ફાયદો કરે છે અને તમારી બેડરુમ લાઈફ મસ્ત રાખે છે.

ખજૂરમાં શું છે જે ઇચ્છાશક્તિ જગાવે છે?

પરંપરાગત ઉપચાર શાસ્ત્રોમાં પુરુષની નપુંસક્તાના ઉપચારમાં ખજૂરના ઝાડની પરાગ રજનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. જેને લઈને સાયન્ટિસ્ટ્સના એક જૂથે આ અંગે રિસર્ચ કરવાનું નક્કી કર્યું. જે મુજબ એવું જાણવા મળ્યું કે ખજૂર સ્પર્મની ગુણવત્તા પર અસર કરે છે. રિસર્ચમાં સામેલ જે પુરુષોએ ખજૂરનું સેવન કર્યું તેમના સ્પર્મની ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો હતો. તેમજ તેમની રીપ્રોડક્ટિવ સીસ્ટમ પણ વધુ સારી રીતે કામ કરતી જોવા મળી.

સ્પર્મ બને છે વધુ આરોગ્યપ્રદ

વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે ખજૂરના ખાવાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટ વધ્યા, તેમની મોટિલિટી વધી અને રેટ સ્પર્મમાં રહેલા DNAની ક્વોલિટી પણ સુધરી. તેમજ ટેસ્ટિઝના વજનમાં પણ વધારો થાય છે જે ખજૂરમાં રહેલા એસ્ટ્રાડીઓલ અને ફલેવોનોઈડ તત્વોને આભારી છે.

ખજૂરની સ્વીટનેસનો અનેક જગ્યાએ ઉપયોગ

આ ઉપરાંત તમે ખજૂરનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો. તેને એકલા ખાઈ શકાય છે. ખજૂર પાક અથવા મિલ્કશેકમાં ભેળવીને પણ તેનું સેવન થઈ શકે છે. જ્યારે સુગર ફ્રી બનાવવામાં ખજૂરનો ઉપયોગ થાય છે. તેમજ કેટલીક જગ્યાએ સ્વીટનેસ માટે ખજૂરની સીરપનો ઉપયોગ કરવામાં આવે છે.

જૂના શાસ્ત્રોમાં પણ ખજૂરે કહેવાયો છે પૌરુષત્વ વર્ધક

જોકે જો કોઈને ડાયાબિટિઝ હોય તો તેમણે પહેલા ડોક્ટરને કન્સલ્ટ કરી લેવા જોઈએ ત્યાર બાદ જ ખજૂરની સીરપનો ઉપયોગ કરવો જોઈએ. ખજૂર વ્યક્તિને ઉત્તમ સેક્સ લાઇફ માટે જરુરી પોષક તત્વો આપે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો