એપશહેર

Awareness of Hypertension: દવાઓ છતાં બ્લડપ્રેશર ઓછું નથી થતું? ડોક્ટરે જણાવ્યા 6 કારણો

How to lower BP immediately: આજે 17 મેના રોજ વર્લ્ડ હાઇપર ટેન્શન ડે (World Hypertension Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે અનેક રીત અને દવાઓ છે જે ઘણી અસરકારક પણ છે. ઘણીવાર દવાઓ અને અન્ય ઉપાયોથી પણ બ્લડપ્રેશર કંટ્રોલમાં નથી આવી શકતું.

Written byહેતલ ડાભી | I am Gujarat 17 May 2022, 9:56 am
હાઇ બ્લડપ્રેશર અથવા હાઇપર ટેન્શન (Hypertension) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. જે સ્ટ્રોક, હૃદયરોગનો હુમલો અને કિડનીની બીમારી જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું પ્રમુખ કારણ પણ બની શકે છે. ઘણાં લોકો જેઓને હાઇ બ્લડપ્રેશર છે તેઓને ખ્યાલ જ નથી આવતો કે તેઓ આ બીમારીથી પીડાય છે કારણ કે, તેના લક્ષણ સામાન્ય હોય છે. ઘણીવાર લોકોને હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોક આવ્યા બાદ જ તેની જાણ થાય છે.
I am Gujarat world hypertension day 2022 medicine consultant has given the reasons why your blood pressure medicines arent working
Awareness of Hypertension: દવાઓ છતાં બ્લડપ્રેશર ઓછું નથી થતું? ડોક્ટરે જણાવ્યા 6 કારણો


આજે 17 મેના રોજ વર્લ્ડ હાઇપર ટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સાઇલેન્ટ કિલર બીમારી પ્રત્યે જાગૃત કરવાનો છે. વર્લ્ડ હાઇપર ટેન્શન ડે-2022ની થીમ (World Hypertension Day 2022 Theme) 'તમારાં બ્લડપ્રેશરને યોગ્ય રીતે માપો, તેને નિયંત્રિત કરો અને લાંબુ સ્વસ્થ જીવન જીવો' છે. એક રિસર્ચ અનુસાર, વિશ્વના 30 ટકાથી વધુ વસતી હાઇ બ્લડપ્રેશર (High Blood Pressure)થી પ્રભાવિત છે.

બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે અનેક રીતો અને દવાઓ છે, જે અસરકારક છે. તેમ છતાં ઘણીવાર દવાઓ અને અન્ય ઉપાયોની મદદથી બ્લડપ્રેશર કંટ્રોલ નથી થઇ શકતું. દિલ્હી સ્થિત આકાશ હેલ્થકૅરમાં ઇન્ટરનલ મેડિસિન-કન્સલ્ટન્ટ ડૉ. પ્રભાત રંજન સિન્હાએ જણાવ્યું કે, બ્લડ પ્રેશરની દવાઓ કામ નહીં કરવાના મોટાંભાગના કેસોમાં ઘણાં કારણ જવાબદાર હોય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા)

​એકથી વધુ દવાઓનું એકસાથે સેવન

ડોક્ટર અનુસાર, એક શક્યતા એ પણ છે કે, તમે દવાનું સેવન યોગ્ય રીતે નથી કરી રહ્યા અથવા અન્ય દવાઓની સાથે તેને લઇ રહ્યા હોવ, જે બ્લડપ્રેશરની દવાના પ્રભાવમાં મુશ્કેલી ઉભી કરી રહી હોય. જે લોકો એકથી વધુ બીમારીની દવા ખાય છે, તેઓની સાથે આવું થાય છે કારણ કે, ઘણીવાર તેઓ પોતાની દવા લેવાનું ભૂલી જાય છે અથવા ખોટી દવા ખાઇ લે છે. આ કારણે બ્લડપ્રેશર હાઇ અથવા લૉ થઇ જાય છે.

​અયોગ્ય મશીન

વધુ એક કારણ છે કે, તમારાં ડોક્ટર બ્લડપ્રેશરની માપણી (Blood Pressure Monitoring) ખોટી રીતે કરી રહ્યા હોય. આવું મશીન ઠીક નહીં હોવાના કારણે પણ બની શકે છે અથવા બ્લડપ્રેશર માપવાની રીત પણ ખોટી હોઇ શકે છે.

​જંકફૂડ અને મીઠું

વધુ જંકફૂડ અથવા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ કારણે બ્લડપ્રેશર વધુ અથવા ઓછું થઇ શકે છે. આ સિવાય મીઠાંનો વધારે પડતો ઉપયોગ પણ જવાબદાર હોય છે. પેક્ડ ફૂડ, અમુક પ્રકારના શાકભાજી, રેસ્ટોરાંમાં જે ફૂડમાં મીઠાંની માત્રા વધારે હોય તો બ્લડપ્રેશર પર અસર પડે છે.

​એક્સરસાઇઝ ના કરવી

સ્વસ્થ જીવન માટે એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ કરો, આલ્કોહોલનું સેવન ઘટાડો. આનાથી બ્લડપ્રેશર ઓછું થશે. જો તમે ધુમ્રપાનના શોખીન હોવ તો આ શોખને પણ અલવિદા કરી દો, નહીં તો તે જોખમી સાબિત થશે.

તમારું બ્લડપ્રેશર અન્ય બીમારીઓના કારણે પણ ઉપર-નીચે હોઇ શકે છે. તેથી નિયમિત રીતે શરીરની તપાસ જરૂરી બની જાય છે.

નોંધઃ આ લેખ સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા અથવા ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતીમાટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story