એપશહેર

Tara Sutaria Fashion Photoshoot: કરિનાના ભાઇ સાથે બ્રેકઅપના સમાચાર વચ્ચે તારા સુતારિયાનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ

Tara Sutaria Fashion Gujarati: આદર જૈન સાથે બ્રેકઅપના સમાચારો વચ્ચે તારા સુતારિયાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સામે આવી છે. ટાઇટ ફિટિંગ ડ્રેસમાં એક્ટ્રેસનો લૂક સ્ટનિંગ લાગી રહ્યો છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 5 Jan 2023, 1:55 pm
Tara Sutaria's Breakup Rumours and Latest Photoshoot Gujarati: બોલિવૂડમાં એકતરફ જ્યાં સ્ટાર્સના વેડિંગ આલ્બમ વાયરલ થઇ રહ્યા છે, ત્યાં યંગ કપલ્સના બ્રેકઅપના સમાચારો પણ સાંભળવા મળી રહ્યા છે. ગત દિવસોમાં દિશા પટણી અને ટાઇગર શ્રોફના બ્રેકઅપથી ફેન્સ નિરાશ હતા, જ્યારે હવે એક્ટ્રેસ તારા સુતારિયા અને આદર જૈનના બ્રેકઅપના સમાચાર વહેતા થયા છે.
I am Gujarat amid break up news with adar jain actress tara sutarias latest photoshoot in corset dress went viral
Tara Sutaria Fashion Photoshoot: કરિનાના ભાઇ સાથે બ્રેકઅપના સમાચાર વચ્ચે તારા સુતારિયાનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ


જો કે, આ અંગે બંને તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી, પણ તારા સુતારિયાનું હોટ ફોટોશૂટ ચર્ચામાં છે. તારાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરી છે, જેમાં તે મોટી સ્માઇલ સાથે વ્હાઇટ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે. તારાના આ આઉટફિટને ફેશન ડિઝાઇનર સૂર્યા સરકાર (Surya Sarkar)ના કલેક્શનમાંથી પિક કરવામાં આવ્યા છે. આ આઉટફિટ્સને તમે ડેટ નાઇટ માટે કૅરી કરી શકો છો.

(Images: Instagram/ @tarasutaria)

​બોડીકૉન ડ્રેસમાં ફિગર કર્યુ ફ્લૉન્ટ

તારાનો આ વ્હાઇટ કલરનો ડ્રેસ બોડીકૉન પેટર્નમાં હતો, જેમાં તેનું ફિટ ફિગર હાઇલાઇટ થઇ રહ્યું છે. ડ્રેસના અપર પોર્શન પર કોર્સેટ ઇન્સ્પાયર્ડ લૂક આપવામાં આવ્યો છે. જ્યારે બસ્ટિયર ટોપવાળા પોર્શન પર મેચિંગ થ્રેડથી ટાયર્ડ ડિટેલિંગ આપવામાં આવી છે.

​સ્ટાઇલિશ હીલ્સ

આ શોર્ટ લેન્થ ડ્રેસમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન તારા સુતારિયાના લૂકમાં બોલ્ડનેસ એડ કરી રહી હતી, જેની સાથે તેણે પોઇન્ટેડ બ્લિંગી હીલ્સ પહેર્યા હતા. કોકટેલ પાર્ટી માટે આ પ્રકારના હીલ્સ તમે પહેરી શકો છો.

​આ રીતે કર્યો લૂક કમ્પલિટ

તારાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે હૂપ ઇયરિંગ્સ, સિલ્વર બ્રેસલેટ અને રિંગ્સ પહેરી હતી. જ્યારે મેકઅપમાં હેવી ફાઉન્ડેશન, ગ્લોસી લિપ્સ, બ્રોન્ઝ હાઇલાઇટર, મસ્કારા, આઇશેડો, શાર્પ ક્યોન્ટોરની સાથે વાળને સેન્ટર પાર્ટેડ રાખીને ખુલ્લા રાખ્યા હતા.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story