એપશહેર

Anant Ambani Enegagement: બચ્ચન ફેમિલીના આ સભ્યની એન્ટ્રી થતાં જ લોકો રહી ગયા દંગ; સલમાનની ભત્રીજીના લૂકને છોડ્યો પાછળ

Anant-Radhika Engagement News: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇમાં હાજરી આપવા માટે બોલિવૂડના અનેક સિતારાઓ આવ્યા હતા. જેમાં સૌથી વધારે ઇમ્પ્રેસિવ લૂક બચ્ચન ફેમિલીનો રહ્યો.

Authored byહેતલ ડાભી | I am Gujarat 21 Jan 2023, 4:52 pm
Aaradhya Bachchan's Look at Anant Ambani Engagement: અંબાણી પરિવારમાં નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની ઓફિશિયલ એન્ટ્રી થઇ ગઇ છે. ગુરૂવારે સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ સંપન્ન થઇ.
I am Gujarat anant radhika engagement ceremony aishwarya rai bachchan daughter aaradhya look in manish malhotra outfit
Anant Ambani Enegagement: બચ્ચન ફેમિલીના આ સભ્યની એન્ટ્રી થતાં જ લોકો રહી ગયા દંગ; સલમાનની ભત્રીજીના લૂકને છોડ્યો પાછળ


આ ગ્રાન્ડ સેરેમનીમાં હાજરી આપવા માટે પરિવારના લોકો સાથે બોલિવૂડના જાણીતા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. રાધિકા અને અનંતની સેરેમનીમાં દીપિકા-રણવીરનો લૂક ચર્ચામાં રહ્યો તો શાહરુખ, ગૌરી અને આર્યન ખાનને પણ લોકો જોતા રહી ગયા હતા.

આ પાર્ટીમાં લાઇમલાઇટમાં ઐશ્વર્યા રાય બચ્ચનની લાડકી આરાધ્યા બચ્ચન જે લૂકમાં આવી હતી, તેને જોઇને લોકો દંગ રહી ગયા હતા. પગથી લઇ માથા સુધી આરાધ્યાએ ડિઝાઇનર આઉટફિટ્સ પહેર્યા હતા, જે ગ્લિટર હિન્ટ ડ્રામા એલિમેન્ટનો એડ કરતા જ હતા, સાથે જ આરાધ્યાની સ્ટાઇલ પણ જબરદસ્ત રહી.

(Images: Yogen Shah)

આરાધ્યા પર અટકી નજર

આ પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચને એન્ટ્રી કરી તો તમામ લોકોએ આરાધ્યાના લૂકના વખાણ કર્યા હતા. આરાધ્યાએ આ દરમિયાન ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો આઉટફિટ પહેર્યો હતો, જેમાં અનારકલી કૂર્તાની સાથે મેચિંગ પાયજામા અને દુપટ્ટા એડ કરવામાં આવ્યો છે. ઓવરઓલ આઉટફિટ પર ડેલિકેટ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી.

સલમાનની ભત્રીજીનો લૂક

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એન્ગેજમેન્ટ સેરેમનીમાં સલમાન ખાન સહિત તેની બહેન અલવિરા અને ફિલ્મમેકર અતુલ અગ્નિહોત્રીની દીકરી અલિઝેહ અગ્નિહોત્રી પણ પહોંચી હતી. જેણે ટ્રેડિશનલ લૂક માટે વ્હાઇટ કલરનો લહેંગા પહેર્યો હતો. લહેંગામાં અલિઝેહે શોર્ટ બ્લાઉઝ, શીયર દુપટ્ટાની સાથે ફ્લોઇ મેક્સી સ્કર્ટ પૅર કર્યો હતો. લૂકને કમ્પલિટ કરવા માટે તેણે જ્વેલરી મિનિમલ રાખીને લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા.

ઐશ્વર્યાની લાગી કોપી

ઐશ્વર્યાએ પણ આ દરમિયાન બેઝ કલરના આઉટફિટ પહેર્યા હતા, જેના ઉપર રૉયલ બ્લૂ કલરના થ્રીડી મેડ ફ્લોરલ મોટિફ્સ લગાવવામાં આવ્યા હતા. ઓવરઓલ આઉટફિટમાં ઘેર આપાવમાં આવી હતી. ઐશ્વર્યાએ પોતાના લૂકને હેવી મેકઅપ, સ્ટોન બિંદી અને ફ્રંન્ટ બેન્ગ્સ સાથે વાળને ખુલ્લા રાખીને કમ્પલિટ કર્યો હતો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story