એપશહેર

Janhvi Kapoorના નિયોન આઉટફિટ્સ જોઇ તમારું મન પણ લલચાઇ જશે, તસવીરો જોઇ ઉપડી જશો શોપિંગ પર

Janhvi Kapoor Vacation Photos: જ્હાનવી કપૂરે પોતાના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તેના સિમ્પલ છતાં ગ્લેમરસ આઉટફિટ્સ જોઇને તમને પણ શોપિંગ કરવાનું મન થઇ જશે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 9 Dec 2022, 3:20 pm
Janhvi Kapoor’s 24 hours in Maldives: બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂરની ફિલ્મી સફર અને સફળતાથી કોઇ અજાણ નથી, આ એક્ટ્રેસની ફેશન સેન્સ પણ એટલી જ વખણાય છે. પોતાના બોલ્ડ અને હોટ લુક્સથી તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
I am Gujarat beach outfit fashion janhvi kapoor maldives diaries actress is holidaying and sharing pictures from her vacation
Janhvi Kapoorના નિયોન આઉટફિટ્સ જોઇ તમારું મન પણ લલચાઇ જશે, તસવીરો જોઇ ઉપડી જશો શોપિંગ પર


જ્હાનવી કપૂરને ફેશન સ્ટાઇલ ઉપરાંત પોતાના બોડી ટાઇપ અનુસાર કેવા આઉટફિટ્સ તેને પરફેક્ટ લાગશે તેની પરખ પણ છે. હાલમાં જ તેણે પોતાના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. જેમાં તેના બિકીની લુક્સથી લઇને આઉટિંગ આઉટફિટ્સ પણ એકદમ કમાલ લાગી રહ્યા છે.

(Images: Instagram / @janhvikapoor)

​નિયોન બિકીનીમાં જ્હાનવી

જ્હાનવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શૅર કરી છે, તેમાં તે સમુદ્ર કિનારે નિયોન બિકીનીમાં આરામ ફરમાવતી જોવા મળે છે. આ ટૂ પીસ સૂટમાં જ્હાનવીએ તેનું કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતું.

​માલદીવ વેકેશનની તસવીરો

આ વેકેશન પર જ્હાનવીએ બિકીની લૂકમાં ઇન્ટરનેટને જાણે નિયોન કલરમાં રંગી દીધું છે. બોડીને રિલેક્શન કરવાની સાથે સાથે એક્ટ્રેસે ફોટોશૂટ માટે નેચરલ ટોન મેકઅપ અપ્લાય કરીને વાળને ખુલ્લા રાખ્યા હતા.

​ટૂ પીસ માટે પરફેક્ટ કલર

જો તમે પણ બીચ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ નિયોન ગ્રીન કલર પરફેક્ટ બીચ આઉટફિટ સાબિત થશે. આ કલર હાલમાં ટ્રેન્ડમાં પણ ચાલી રહ્યો છે.

​ફ્લોરલ મોનોકીની

જ્હાનવીના બીજા લૂકમાંથી પણ તમે બીચ લૂકનો આઇડિયા લઇ શકો છો. આ લાઇટ ગ્રીન કલરના સ્વિમસૂટ પર યલો, બ્લૂ, રેડ, પિંક, લવન્ડર, ઓરેન્જ અને સ્કાય બ્લૂ જેવા શેડ્સવાળી ફ્લોરલ પેટર્ન આકર્ષક લાગી રહી છે.

​બકેટ હેટથી લાગશો સ્ટાઇલિશ

આ આઉટફિટમાં આપેલી હૉલ્ટર સ્ટ્રેપ્સ, પ્લન્જિંગ નેકલાઇનની સાથે તેનું ફિટિંગ તેને પરફેક્ટ વેકેશન આઉટફિટ બનાવે છે. જ્હાનવીએ મોનોકીની સાથે મેચિંગ બકેટ હેટથી પોતાના લૂકને સ્ટાઇલિશ બનાવ્યો હતો.

​બિકિની ટોપ અને સેરોન્ગ

એક્ટ્રેસના વધુ એક લૂકમાં તેણે ઓરેન્જ કલરની બિકિની ટોપ સાથે મેચિંગ સેરોન્ગ પહેર્યુ હતું. આ પ્રકારના આઉટફિટ તમે પાર્ટનર સાથે વેકેશન પર પહેરી શકો છો.

​બેકલેસ ડ્રેસ

જ્હાનવીએ પોતાના આ વેકેશન પર એવા આઉટફિટ્સની પસંદગી કરી છે જે તેની બોડીને ફ્લૉન્ટ કરવાની સાથે તેને લાઇટ ફિલ આપી રહ્યા છે. આ તસવીરમાં તે પેસ્ટલ ગ્રીન કલરના બેકલેસ ડ્રેસમાં જોવા મળે છે. આઉટફિટ્સમાં જે સ્ટ્રેપ્સ આપવામાં આવી છે તેમાં તેણે બેક ફ્લૉન્ટ કરી હતી. તમે પણ વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો જ્હાનવીના આ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story