એપશહેર

Cannes 2022: ગોલ્ડન ગાઉનમાં હિના ખાને શ્રીદેવીની દિકરીને આપી ટક્કર, બેકલેસ ડ્રેસ પણ લાગ્યો ઝાંખો

Cannes 2022: એક્ટ્રેસ હિના ખાન ફ્રેન્ચ રિવેરામાં પોતાના સ્ટાઇલિશ અંદાજથી ફેન્સને ઇમ્પ્રેસ કરી રહી છે. હિનાના ફર્સ્ટ ડેના લૂકમાં તેનો ગ્લેમરસ અવતાર જોઇને લોકો તેની બ્યૂટીથી ક્લિન બોલ્ડ થઇ ગયા હતા. હવે તેનો વધુ એક ગોલ્ડન ડ્રેસમાં લૂક સામે આવ્યો છે. આ લૂક એટલો ઇમ્પ્રેસિવ છે કે, તેણે પોતાનાથઈ 12 વર્ષ નાની બ્યૂટીને પણ મ્હાત આપી છે.

Written byહેતલ ડાભી | I am Gujarat 23 May 2022, 5:01 pm
Hina Khan at Cannes 2022: હિના ખાનના કાન ફિલ્મ ફેસ્ટિવલ લૂક્સ ત્યાં હાજર અન્ય બોલિવૂડ બ્યૂટીઝ પર ભારે પડી રહ્યા છે. અત્યાર સુધી તેના જેટલાં પણ લૂક્સ સામે આવ્યા છે, તેના સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ થઇ રહ્યા છે. આ લિસ્ટમાં હવે હિના ખાનનો ગોલ્ડન ડ્રેસ લૂક પણ સામેલ થઇ ગયો છે. આ લૂક એટલો ઇમ્પ્રેસિવ અને પરફેક્ટ છે કે, તેની સામે હિનાથી 12 વર્ષ નાની અને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી એક્ટ્રેસ ખુશી કપરૂ પણ ફિક્કી લાગી રહી છે.
I am Gujarat cannes 2022 khushi kapoor backless dress got dimmed against hina khans golden gown for cannes red carpet
Cannes 2022: ગોલ્ડન ગાઉનમાં હિના ખાને શ્રીદેવીની દિકરીને આપી ટક્કર, બેકલેસ ડ્રેસ પણ લાગ્યો ઝાંખો


(તસવીરોઃ @realhinakhan,khushi05k)

ગોલ્ડન ડ્રેસમાં હિનાનું ફોટોશૂટ

View this post on Instagram A post shared by HK (@realhinakhan)

​ગોલ્ડન ગાઉનમાં સ્ટનિંગ લૂક

હિના ખાને તેના લેટેસ્ટ લૂકમાં ગોલ્ડન ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. હિનાએ મેડ ઇન ઇટલી ગાઉન પહેર્યુ છે, જેને FOVARIએ ખાસ કસ્ટમ ફિટ કર્યુ હતું. આ એ-સિમેટ્રિકલ ગાઉનમાં પ્લીટ્સ, થાઇ હાઇ સ્લિટ, સાઇડ લોન્ગ ટેલ, ઓફ શોલ્ડર એન્ડ લો-કટ નેકલાઇન જેવી ડિટેઇલ આપવામાં આવી છે. જેને પહેરીને કર્વી હિના ખાન સ્ટનિંગ લાગી રહી હતી.

1.63 લાખ રૂપિયા છે પ્રાઇઝ

સેટિન કપડાંથી તૈયાર કરવામાં આવેલું આ ગાઉન ક્લોથિંગ બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે અને તેને ઓન-ઓર્ડર માટે તૈયાર પણ કરાવી શકાય છે. આ ડ્રેસની કિંમત 2100 ડોલર્સ એટલે કે ભારતીય મુદ્રામાં અંદાજિત 1,63,155 રૂપિયા (INR) છે.

ખુશી કપૂરનો બેકલેસ ડ્રેસ

View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k)

​ખુશી કપૂરને બેકલેસ ડ્રેસમાં લૂક

આવનારા દિવસોમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી શ્રીદેવી અને બોની કપૂરની બીજી દિકરી ખુશી કપૂરે પણ તેનો સિઝલિંગ લૂક શૅર કર્યો છે. તેની બહેન જ્હાનવી કપૂરના લૂક્સ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ખુશીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરેલા ફોટોગ્રાફમાં શિમરી ડ્રેસમાં તૈયાર કરેલો બેકલેસ આઉટફિટ પહેર્યો હતો. આ આઉટફિટની સાથએ મિનિમલ જ્વેલરી અને ગ્લોસી ન્યૂડ મેકઅપમાં ખુશી બ્યૂટીફૂલ લાગી રહી છે.

જો કે, ખુશીની આ સુંદરતા હિના ખાનના ગોલ્ડન ડ્રેસ સામે તદ્દન ફિક્કી લાગી રહી હતી. હિના ખાનની તસવીરો જોતાં તેનો ગ્લેમરસ લૂક too hot to handle વાઇબ્સ આપી રહ્યો છે.

Cannes 2022 અપડેટ્સ માટે અહીં ક્લિક કરો

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story