એપશહેર

લાઇટ અને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જ્હાનવીની બહેન ખુશી કપૂરના પોઝ, બોડીકૉન આઉટફિટમાં ફ્લૉન્ટ કર્યુ ફિગર

Khushi Kapoor Latest Photoshoot: જ્હાનવી કપૂર (Jahnavi Kapoor)ની નાની બહેન ખુશી કપૂરે (Khushi Kapoor) ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. જે જોઇને જ્હાનવી પણ આ લૂક પર ફિદા થઇ ગઇ છે.

I am Gujarat 17 Aug 2022, 4:19 pm
Khushi Kapoor in Transperant outfits: બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરશે. જો કે, તે ફિલ્મોમાં આવતા પહેલાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર છે અને તેણએ પોતાની ફેશન સેન્સથી આગવું ફેન ક્લબ તૈયાર કરી લીધું છે.
I am Gujarat celebrity fashion khushi kapoor nailed all her poses in green swimwear with sheer bodycon dress
લાઇટ અને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જ્હાનવીની બહેન ખુશી કપૂરના પોઝ, બોડીકૉન આઉટફિટમાં ફ્લૉન્ટ કર્યુ ફિગર


ખુશી કપૂરની સ્ટાઇલ અને ફેશનેબલ આઉટફિટ્સ ઘણીવાર તેની બહેન જ્હાનવી કપૂર (Jahnavi Kapoor) પર પણ ભારે પડી જાય છે. તેની ડ્રેસિંગ સ્ટાઇલ એટલી જોરદાર હોય છે કે, ફેન્સ તેના લૂક્સના વખાણ કર્યા વગર રહી નથી શકતાં. આવું જ કંઇક ખુશીના લેટેસ્ટ ફોટોશૂટમાં પણ જોવા મળ્યું. ખુશીએ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. તેનો આ લૂક એટલો ગ્લેમરસ હતો કે માત્ર ફેન્સ જ નહીં તેની બહેન જ્હાનવી પણ દંગ રહી ગઇ.

(Images: Instagram/ @khushi05k, @chandiniw)

​ખુશી કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

જ્હાનવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તેનો લૂક જોવાલાયક છે. તેણે લાઇટ કાપડના આ મલ્ટીકલર ડ્રેસમાં કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે કે તેની તસવીરો વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ. એક્ટ્રેસે બોડી કોન ડ્રેસમાં એકથી એક ચઢીયાતા પોઝ આપ્યા હતા.

​બિકિની સેટ સાથે પહેર્યો ડ્રેસ

ખુશીએ ડાર્ક ગ્રીન કલરની બિકીની પહેરી હતી, જેમાં ડીપ યૂ નેકલાઇન આપવામાં આવી હતી. તે આ બિકિની સેટમાં પોતાની બોડીને પરફેક્ટ ફ્લૉન્ટ કરી રહી હતી. પોતાના આ લૂકમાં સ્ટાઇલ એડ કરવા માટે શીયર ફેબ્રિક લોન્ગ ડ્રેસ પહેર્યો હતો. આ લૂકમાં ખુશીના દરેક પોઝ ગ્લેમરસ હતા.

​કટ્સથી લૂક બનાવ્યો સ્ટાઇલિશ

આ લાઇટ બ્લૂ કલરના ડ્રેસમાં મલ્ટીકલર્સ છે, જેમાં ગ્રીન, ઓરેન્જ અને બ્રાઉન કલર વધારે જોવા મળે છે. ખુશીના આ ફિટિંગ ડ્રેસમાં નેકલાઇન પર કી-હોલ ડિટેલ્સ હતી, જે તેના લૂકમાં સેક્સીનેસ એડ કરી રહી છે. જ્યારે મિડરિફ પોર્શનથી લઇને વેસ્ટલાઇન સુધી કર્વ કટ આપવામાં આવ્યો છે. જે કદાચ જ કોઇ ડ્રેસમાં તમે જોયો હશે. આ કટના કારણે જ તેનો આઉટફિટ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.

​આ રીતે કમ્પલિટ કર્યો લૂક

ખુશીએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે હેવી મેકઅપ કર્યો હતો. ડ્યૂઇ ફાઉન્ડેશન, પીચ લિપ્સ, પિંક આઇશેડો, ડિફાઇન્ડ આઇબ્રોઝ, ક્યોન્ટ્યોર ચીક્સની સાથે વાળને તેણે લાઇટ કર્લ્સમાં ખુલ્લા રાખ્યા હતા. એક્ટ્રેસે એક્સેસરીઝમાં ચંકી બ્રેસલેટ અને કાનમાં હૂપ ઇયરિંગ્સ પહેર્યા હતા.

Read Next Story