એપશહેર

Tanya Abrol Wedding: ચક દે ઇન્ડિયાની ગુસ્સાવાળી પંજાબણ ગુલાબી લહેંગામાં બની દુલ્હન; ફિલ્મની Girl Gangએ કરી મસ્તી

Chak De India Tanya Abrol Wedding: ચક દે ઇન્ડિયા ફિલ્મની હિરોઇન આ વેડિંગ સિઝનમાં એક પછી એક તેમના લગ્નની જાહેરાત કરી રહી છે. ફિલ્મની કોમલ ચૌટાલા એટલે કે, ચિત્રાશી બાદ હવે બલબીર કૌરના લગ્નની તસવીરો પણ સામે આવી રહી છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 11 Feb 2023, 12:12 pm
Tanya Abrol Wedding News in Gujarati: શાહરુખ ખાનની સ્પોર્ટ ફિલ્મ ચક દે ઇન્ડિયા (Chak De India)માં સૌથી ગુસ્સાવાળી પંજાબણ બલબીર કૌરનું પાત્ર નિભાવનાર એક્ટ્રેસ તાન્યા અબ્રોલે (Tanya Abrol) તેના લોન્ગ-ટાઇમ બોયફ્રેન્ડ આશીષ વર્મા સાથે લગ્ન કર્યા છે.
I am Gujarat chak de indias balbir kaur aka tanya abrol gets married actress unique wedding look pictures
Tanya Abrol Wedding: ચક દે ઇન્ડિયાની ગુસ્સાવાળી પંજાબણ ગુલાબી લહેંગામાં બની દુલ્હન; ફિલ્મની Girl Gangએ કરી મસ્તી


પંજાબમાં બંનેએ વિધિવત્ લગ્ન કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફોટોગ્રાફમાં તાન્યાના ટ્રેડિશનલ લૂક્સના ફેશન એક્સપર્ટ વખાણ કરી રહ્યા છે. આ લગ્નમાં ચક દે ઇન્ડિયાની ગર્લ ગેંગ પણ તાન્યાની ખુશીઓમાં સામેલ થવા પહોંચી. આ સિવાય ટેલિવિઝનના બ્યૂટીફૂલ કપલ રૂબિના દિલૈક અને પતિ અનુભવ શુક્લા પણ જોવા મળ્યા હતા.

(Images: Instagram/ @tanyaabrol, @chitrashi)

​તાન્યા અબ્રોલનો બ્રાઇડલ લૂક

તાન્યાએ તેના બ્રાઇડલ લૂકને એકદમ સિમ્પલ પણ એલિગન્ટ રાખ્યો હતો. જ્યારે એથનિક લૂકમાં પહોંચેલી ચક દે ઇન્ડિયાની ગર્લ ગેંગ પણ ચીયર કરતી જોવા મળી હતી. તાન્યાએ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો, જેના પર ગોલ્ડન ઝરી વર્કની સાથે બીડ્સ અને સિક્વન વર્ક કરવામાં આવ્યું હતું. આ સુંદર લહેંગા સ્કર્ટની સાથે તેણે ગ્રીન રંગની ચોલી પહેરી હતી, જ્યારે લૂકને કમ્પલિટ કરવા માટે ડબલ દુપટ્ટા એડ કરવામાં આવ્યા છે.

​જ્વેલરી અને મેકઅપ

તાન્યાએ એક દુપટ્ટો લહેંગા સાથે મેચિંગ કરતો પહેર્યો હતો, તો બીજી તરફ શીયર એમ્બ્રોયડર્ડ દુપટ્ટા કૅરી કર્યો હતો. આ ટ્રેડિશનલ આઉટફિટ્સની સાથે તેણે સ્ટોન અને પર્લ હેવી નેકલેસ, માંગટીકા, નથ, ચૂડા અને કલીરે પણ પહેરી હતી. તાન્યાનો બ્રાઇડલ મેકઅપ પણ મિનિમલ હતો. જ્યારે તેની સાથે ઉભેલી રૂબિનાએ બ્લેક કલરનો બ્લાઉઝ, સ્કર્ટ અને દુપટ્ટા પહેર્યો હતો, જે તેણે સાડીની માફક સ્ટાઇલ કર્યો છે.

​હલ્દી-મહેંદીમાં સિમ્પલ લૂક

એક્ટ્રેસે તેના હલ્દી-મહેંદી સેરેમની માટે એકદમ સિમ્પલ આઉટફિટ પસંદ કર્યો હતો. પીળા રંગના સૂટમાં તેનો આ લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. સામાન્ય રીતે દુલ્હન જ્યાં આ પ્રકારના ફંક્શન પર હેવી આઉટફિટ્સ કૅરી કરે છે, ત્યાં તાન્યાએ પીળા અને લાલ રંગના સિમ્પલ આઉટફિટ્સ પસંદ કર્યા હતા. તાન્યાની પ્રી-વેડિંગ સેરેમનીમાં પણ ચક દે ઇન્ડિયાની આખી ટીમ મસ્તી કરતી જોવા મળી હતી.

​ગોલ્ડન લહેંગામાં ચિત્રાશી

થોડાં દિવસ અગાઉ ચક દે ઇન્ડિયાની કોમલ ચૌટાલા ઉર્ફ ચિત્રાશી રાવતે પણ તેના બોયફ્રેન્ડ ધ્રુવાદિત્ય ભગવાનાની સાથે લગ્ન કર્યા છે. તેણે પોતાના લગ્નમાં ગોલ્ડન રંગનો હેવી એમ્બ્રોયડરી લહેંગા કૅરી કર્યો હતો, તેની સાથે લાલ રંગનો દુપટ્ટો એડ કર્યો હતો. બ્રાઇડલ ટ્રેડિશનલ જ્વેલરી અને મેકઅપમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story