એપશહેર

આ ડેરીનું દૂધ પીવે છે અંબાણી-બચ્ચન પરિવાર, કિંમત જાણીને ચોંકી જશો

તમે ક્યારેય વિચાર્યું છે કે અંબાણી, બચ્ચન, તેંડુલકર, અક્ષય કુમાર જેવા સેલેબ્સના ઘરે કઈ ડેરીનું દૂધ જતું હશે? આ ડેરી મહારાષ્ટ્રના પુના શહેરમાં આવેલી છે અને તેના માલિક દેવેન્દ્ર શાહ છે. શાહ પહેલા કપડાનો વેપાર કરતા હતા ત્યારપછી દૂધના બિઝનેસમાં આવી ગયા.

I am Gujarat 2 Jun 2018, 10:28 am
તમે ક્યારેય વિચાર્યું છે કે અંબાણી, બચ્ચન, તેંડુલકર, અક્ષય કુમાર જેવા સેલેબ્સના ઘરે કઈ ડેરીનું દૂધ જતું હશે? આ ડેરી મહારાષ્ટ્રના પુના શહેરમાં આવેલી છે અને તેના માલિક દેવેન્દ્ર શાહ છે. શાહ પહેલા કપડાનો વેપાર કરતા હતા ત્યારપછી દૂધના બિઝનેસમાં આવી ગયા.
I am Gujarat from ambani to bachchan family milk of this dairy is consumed
આ ડેરીનું દૂધ પીવે છે અંબાણી-બચ્ચન પરિવાર, કિંમત જાણીને ચોંકી જશો


22,000થી વધારે ગ્રાહકો

દેવેન્દ્ર શાહે 175 ગ્રાહકો સાથે પ્રાઈડ ઓફ કાઉ પ્રોડક્ટની શરુઆત કરી હતી. ડેરીનું નામ ભાગ્યલક્ષ્મી રાખવામાં આવ્યુ હતુ. આજે મુંબઈ અને પુનામાં તેમના 22 હજારથી વધારે કસ્ટમર્સ છે. તેમના કસ્ટમર્સમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઋતિક રોશન જેવા સેલેબ્સ શામેલ છે.

કિંમત?

આ ડેરીના એખ લિટર દૂધની કિંમત 90 રુપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફાર્મમાં લગભગ 4000 ડચ હોલ્સ્ટીન ગાય છે. અને દરેક ગાયની કિંમત 1.75 લાખથી 2 લાખ રુપિયા સુધી છે. આ ડેરી ફાર્મ 26 એકર વિસ્તારમાં બનેલું છે, જ્યાં દરરોજ 25,000 લીટરથી વધારે દૂધનું ઉત્પાદન થાય છે. ખાસ વાત એ છે કે અહીંની ગાયો ROનું પાણી પીવે છે અને તેના માટે ઉચ્ચ ક્વૉલિટીના ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ગાયની સંભાળ

અહીં ગાયને સોયાબીન, અલ્ફા ઘાસ, શાકભાજી અને મકાઈ શામેલ છે. ગાયોનું પેટ સાફ રહે તે માટે તેમને એક ખાસ બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. અહીં ગાયનું મૂડ સારુ રહે તે માટે 24 કલાક મ્યુઝિક ચાલુ રાખવામાં આવે છે.

ઓટોમેટિક સિસ્ટમ

દૂધ નીકાળવાથી લઈને બૉટલિંગ સુધીનું કામ ઓટોમેટિક થાય છે. આ સિવાય દૂધ દોહતા પહેલા દરેક ગાયનું વજન અને ટેમ્પ્રેચર ચેક કરવામાં આવે છે. એક સમયે એકસાથે 50 ગાયોનું દૂધ નીકાળવામાં આવે છે. દૂધ પાઈપના માધ્યમથી આગળ જઈને પેશ્ચ્યુરાઈઝ્ડ થઈને બોટલમાં પેક થઈ જાય છે.

ટેક્નોલોજીનો ઉપયોગ

ડેરીનો આખો બિઝનેસ દેવેન્દ્ર શાહની દીકરી અને કંપનીની માર્કેટિંગ હેડ અક્ષાલી સંભાળે છે. દરરોજ ફ્રીઝિંગ ડિલિવરી વાનથી દધ સાડા ત્રણ કલાકમાં મુંબઈ પહોંચે છે. અહીં કસ્ટમર લૉગ-ઈન આઈડીની મદદથી દૂધનો ઓર્ડર કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો