એપશહેર

નેટ ડ્રેસ પહેરીને Cannes Festival પહોંચી હિના ખાન, બ્લેક આઉટફિટમાં ફોટો શૅર કરી લખ્યું, Forgive Me!

Hina Khan at Cannes 2022: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેના બ્લોડ લૂકથી હિના ખાન લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં કિલર પોઝ આપતા ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે.

I am Gujarat 20 May 2022, 5:20 pm
Hina Khan Cannes Appearance: હિના ખાન (Hina Khan) એવી ટીવી એક્ટ્રેસીસમાંની એક છે, જે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હંમેશા બધાને ઇમ્પ્રેસ કરે છે. આ દિવસોમાં તે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં તેના ગ્લેમરસ લુક્સથી બધાને ઘાયલ કરી રહી છે. આ બ્યૂટીના ફર્સ્ટ લૂક બાદ તેનો બીજો અવતાર પણ સામે આવી ગયો છે, જેમાં તેણે શીયર બ્લેક ડ્રેસ પહેર્યો છે. આ ફોટોઝમાં હિના ખાનનો લૂક બહુ બોલ્ડ છે અને તેના ફેન્સને બહુ પસંદ આવ્યો છે. હિનાએ આ લૂકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું, Forgive me, for I have sinned અને ફેસ્ટિવલના હેશટેગ્સ એડ કર્યા હતા.
I am Gujarat hina khan shared a couple of stunning pictures in black outfit with a sheer cape from her cannes 2022 diaries
નેટ ડ્રેસ પહેરીને Cannes Festival પહોંચી હિના ખાન, બ્લેક આઉટફિટમાં ફોટો શૅર કરી લખ્યું, Forgive Me!


(ફોટો ક્રેડિટ - @realhinakhan ઇન્સ્ટાગ્રામ)

સેકન્ડ લૂક થયો વાયરલ

કાનના બીજા લૂકના ફોટોઝ હિના ખાને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે લાઇટ કપડાંનો ડ્રેસ પહેરેલી દેખાય છે. બ્યૂટીફુલ હિનાએ આ આઉટફિટને Fovari બ્રાન્ડમાંથી સિલેક્ટ કર્યો હતો.

​શીયર ડ્રેસમાં બોલ્ડ અવતાર

હિનાના આ બ્લેક ડ્રેસમાં લેસ વર્ક હતું, આ સાથે તેના પર હેવી એમ્બ્રોડરી પણ જોવા મળી હતી. આ મિની આઉટફિટના બેક સાઇડમાં બ્લેક શીયર કેપ લગાવવામાં આવી હતી.

​પ્લંજિંગ નેકલાઇન

ડ્રેસના ફ્રન્ટ પાર્ટ પર પ્લંજિંગ નેકલાઇન આપવામાં આવી હતી, તેનો લૂક વધારે બોલ્ડ ન લાગે તે માટે તેમાં લેસ વર્કવાળી નેટ લગાવવામાં આવી હતી.

બ્લેક શિમરી ડ્રેસમાં હિનાનો અંદાજ

View this post on Instagram A post shared by HK (@realhinakhan)

એમ્બ્રોઇડરીએ વધારી શોભા

આ આઉટફિટમાં વેસ્ટલાઇનથી લઇને થાઇ પોર્શન સુધી મેચિંગ ઇનર રાખવામાં આવ્યું હતું. આ ડ્રેસની નીચેની હેમલાઇનના પાર્ટમાં સ્કેલોપ ડિઝાઇનની સાથે લેસ વર્ક ડિટેલિંગ ખૂબ સુંદર લાગી રહ્યું હતું.

​કેપ ડિટેલિંગ હતી ગજબ

હિનાના આ ડ્રેસમાં કેપ લગાવવામાં આવી હતી. ફોટોઝમાં હિના આ કેપ સાથે પોઝ આપતી દેખાતી હતી. સીડી પર આપેલા પોઝમાં તે તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

​આ રીતે એડ કર્યો ગ્લેમ ટચ

તેના આ લૂકને કમ્પલીટ કરવા માટે હિનાએ સિલ્વર ઇયરરિંગ્સ સાથે મેચિંગ બ્રેસલેટ પહેર્યું હતું. પગમાં ટી - સ્ટ્રેપ વાળી હીલ્સ પહેરી હતી. મિનિમલ મેકઅપ સાથે ડાર્ક મરુન કલરની લિપસ્ટિક કરી હતી અને વાળને ખુલ્લા રાખીને હિનાએ તેના લૂકને ગ્લેમ ટચ આપ્યો હતો.

​હોટ લૂકથી જીતી લીધા દિલ

બ્લેક નેટના આ શોર્ટ ડ્રેસમાં હિના એટલી સુંદર લાગી રહી હતી કે તેના ફોટોઝ પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ રહી હતી.

Cannes 2022 અપડેટ્સ માટે અહીં ક્લિક કરો

Read Next Story