કિસને સામાન્ય ગણવી જોઈએ નહીં. જુદા જુદા સમયે કિસ કરવાની જુદી જુદી રીત હોય છે. તમે માનો કે ન માનો કોઈપણ ગર્લ સાથે તમારા સેક્સ્યુઅલ રિલેશનશીપનો આધાર કિસ પર રહેલો હોય છે. આજે અમે તમને આપી રહ્યા છે કિસ અંગેનું અથ થી ઇતિ સુધીનું જ્ઞાન.
બોય કે ગર્લ કિસની આ કળા જરૂરી
કિસ કરવી એક કળા છે. તમે પુરુષ હોવ કે સ્ત્રી તમને આ આવડવું જોઈએ. આ કળામાં માસ્ટર બનાવા માટે તમારે બીજી સ્કિલની જેમ જ કિસિંગની પણ પ્રેક્ટિસ કરવી પડે છે. ધીમે ધીમે જ તમે બેસ્ટ કિસરનું બિરુદ મેળવી શકો છો. સૌથી પહેલા તો કિસ કરવા માટે ઇનિશિએટ કરવું પણ મોટી વાત છે. ખાસ કરીને પહેલીવાર કિસ કરતા બોય્ઝ માટે.
ધ મોમેન્ટ
કિસની ખાસીયત જે તે મોમેન્ટમાં પણ રહેલી છે. કોઈપણ ગર્લ જ્યારે કંઈ ફરીયાદ કરી રહી હોય ત્યારે તેને કિસ કરવી ગમતી નથી. આમ તો કિસ કરવા કઈ મોમેન્ટ બેસ્ટ છે તે કહેવું અઘરુ છે. પરંતુ વિશ્વાસ રાખો એ મોમેન્ટમાં તમને અંદરથી જ આગળ વધવાનો અવાજ આવી જશે. હા, એક વાત છે કે કિસ કરતા સમયે એટલું તો ધ્યાન રાખવું જ કે તમે બંને એકદમ ફ્રી અને કમ્ફર્ટેબલ મૂડમાં હોવ. જેમ કે પાર્કમાં અથવા લાઇબ્રેરીમાં.
ગર્લની સમંતિ ખાસ જરૂરી
કોઈ ગર્લ તો સામેથી ચાલીને તમને કિસ માટે પૂછશે નહીં. માટે સ્વાભાાવિક છે કે તમારે જ તેમને પુછવું પડશે. પરંતુ તેનો મતલબ એવો નથી કે સીધો સવાલ પૂછો. આ માટે પહેલા તેવી સ્થિતિનું નિર્માણ કરો અને પછી તેના લૂક્સના વખાણ કરતા કરતા કહો કે તેમને કિસ કરવું તમને કેટલું ગમશે. જવાબ સો ટકા ઇનિશિએટિંગથી મળશે.
આંખોમાં આંખ મેળવીને કિસ કરો
ગર્લને હંમેશા એવા બોય્ઝ ગમે છે જેમને ખબર હોય કે તેઓ શું કરી રહ્યા છે. તમે જ્યારે તેની આંખમાં જુઓ છો ત્યારે તેને પણ તમારી આંખમાં જવોનો મોકો મળે છે અને આ ખૂબ જ સુંદર મોમેન્ટ છે. આ દરમિયાન આંખોની ભાષામાં જે વાતો તમારી બંનેની વચ્ચે થશે તે તમારી ઉત્કટ ઇચ્છાઓને એકપણ શબ્દ બોલ્યા વગર જાહેર કરી દેશે.
હવે હળવેથી જર્નીની શરુઆત કરો
પહેલા ત્રણ સ્ટેજ પાર કર્યા પછી હવે તમે આગળ વધી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે શરૂઆતમાં જ તમે રફ ન થઈ જતા. પ્રારંભ ધીમે ધીમે અને સ્મૂધ કરજો. લાંબી કિસની જગ્યાએ હળવી અને નાની કિસ કરો. પહેલા ફક્ત તમારા પાર્ટનરના લિપ્સને જસ્ટ તમારા લિપ્સથી ટચ કરો. એક સેકન્ડ માટે અટકો અને ફરી કિસ કરો. તમને આગળ વધવાની તીવ્ર ઇચ્છા થતી હશે પણ યાદ રાખો ‘સ્લો એન્ડ સ્ટેડિ વિન્સ ધ રેસ’. બેસ્ટ કિસનો આ નિયમ ગાંઠે બાંધી લ્યો ‘વેઇટ, વોચ એન્ડ ઇનિશિએટ અગેઇન’ અને ‘સ્લો, સોફ્ટ એન્ડ જેન્ટલ’.
હવે, તમે બંને વધુ ઉંડાણમાં જવા તૈયાર હશો
એકવાર હળવી કિસનું સ્ટેજ પાર કર્યા બાદ હવે ધીમે ધીમે આગળ વધો. તમારી ટંગથી તેના લિપ્સને ટચ કરો પરંતુ જો તે રેઝિસ્ટ કરે તો ધીમે ધીમે અટકો. એક સાથે કિસ કરતા અટકી જવાથી તમારી વચ્ચે બનેલો માહોલ બગડી શકે છે. તમારી પાર્ટનર રેઝિસ્ટ કરે તેનો મતલબ એવો નથી કે તે કિસની ના પાડે છે. તેનો મતલબ એટલો જ છે કે તે હાલ આ સ્ટેજથી આગળ વધવા માગતી નથી. તો ફરી એક સ્ટેપ બેક આવી જાવ અને સિમ્પલ અને સોફ્ટ લિપ્સ કરતા રહો.
કિસિંગમાં આવેલ આનંદ સાથીને જણાવો
મોટાભાગના લોકોને એક સવાલ હોય છે કે કિસ કર્યા બાદ શું કરવું. તેના માટે આભાર માનવો કે પછી કંઈ થયું જ નથી તેમ વર્તવું. ક્યારેક આ સ્થિતિ તો ખૂબ ખરાબ પણ હોઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે પહેલીવાર કિસ કરતા હોવ. કેમ કે અત્યાર સુધી તમે ફક્ત ફિલ્મોમાં અને લોકો પાસેથી જ કિસ અંગે સાંભળ્યું હશે. જેના કારણે કેટલીક પૂર્વધારણા બંધાઇ ગઈ હશે અને તેના કારણે કદાચ તમારા માટે આ અનુંભવ તેટલો સારો ન પણ રહ્યો હોય. તેમ છતા તમારા સાથી સામે સારા કારણે થોડુ ખોટુ બોલવામાં કંઈ વાંધો નહીં. તેમને કહો કે તમને કેટલી મજા આવી અને ફરી આવા સેશન માટે તમે કેટલા ઉત્સુક છો. યાદ રાખો કે, ‘પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ’
આટલી ભૂલ ક્યારેય ન કરવી
અત્યાર સુધી થઈ વાત બેસ્ટ કિસર બનવા માટે શું કરવું તેની હવે વાત છે. શું ન કરવું. એક નવી મેમોરેબલ જર્ની શરુ કરતા પહેલા આ જર્નીમાં તમારે શું નથી કરવાનું તેની ખાસ નોંધ લઈ રાખો. બીજી બધી વસ્તુની જેમ કિસમાં પણ થોડી પહેલાથી કરેલી તૈયારી ખૂબ કામ લાગશે.
મોઢામાંથી આવતી દુર્ગંધ
કોઇને પણ કિસ કરતી વખતે પાર્ટનરના મોઢામાંથી આવતી દુર્ગંધ ગમતી નથી. માટે એટલું ધ્યાન રાખો કે કિસ કરતા પહેલા તમારુ મોઢુ ફ્રેશ હોય. તેનો મતલબ એવો નથી કે જ્યાં હોય ત્યાં બ્રશ અને ટુથબ્રશ સાથે લેવું જોઈએ. અમે એટલુમ કહેવા માગીએ છીએ કે મિન્ટ ચ્યુઇંગમ કે પછી માઉતફ્રેશનરની નાની બોટલને તમારી સાથે રાખો જે તમને ગમે ત્યારે કિસિંગ કરતા રોકી શકશે નહીં. કેમ કે એક ફ્રેશ કિસથી વધુ સુંદર કંઈ જ નથી.
ઉત્સુક્તામાં બહુ આક્રમક ન બની જતા
યસ, સામાન્યરીતે દરેક પુરુષનો જાતીગત સ્વભાવ હોય છે કે તે તરત સ્થિતિ પર કંટ્રોલ સ્થાપિત કરવા માગે છે. પરંતુ અમારુ માનશો તો કોઈપણ ગર્લને કિસ કરતા વખતે વધુ પડતું દબાણ અનુભવવું ગમતું નથી. માટે જો તમે બંને ઉભા હોવ તો એક હાથતી તેમની ડોક પાછળ રાખીને હળવેથી તેમને નેપ કરવા માટે ટેકો આપો અને બીજા હાથને તેમની કમર ફરતે ખૂજ જ જેન્ટલી મૂકો. આ પોઝનો મતલબ એ છે કે તમે તેમને જેટલું શક્ય હોય તેટલું કમ્ફર્ટ ફીલ કરાવો, નહીં કે તમારુ પ્રભુત્વ જમાવો.
ફર્સ્ટ ટાઇમ વેટ કિસ! ના ક્યારેય નહીં
પહેલીવાર કિસ કરતા વખતે પેશોનેટલી વેટ કિસ કરવાથી દૂર રહેવું જોઈએ કેમ કે કદાચ તમે આ માટે તૈયાર હોવ પરંતુ તમારી પાર્ટનર તૈયાર નહીં હોય તો તેને ભાગી છૂટવાનું મન થશે. જે તમારા માટે બીજા કોઈ મોકે કિસ કરવાના માર્ગનું બાધક બની શકે છે. આ માટે બેસ્ટ રસ્તો છે કે પહેલીવાર કિસ કરતા વખતે મોઢાને મોટું ખોલવા કરતા લિપ્સને જ તેમનું કામ કરવા દ્યો.
ટંગ કિસ કરતા પહેલા આટલું ધ્યાન રાખો
ઓકે, તમે પહેલીવારમાં જ આગળ વધી ગયા છો તે સારી વાત છે. પરંતુ ટંગ કિસ અને ટંગ વોરથી દૂર જ રહેવું જોઈએ. તેમના લિપ્સ પર ટંગ રબિંગ કર્યા પછી તેમના ટીથ સુધી પહોંચવા પહેલા તેમની મંજૂરી મેળવો. અને વિશ્વાસ રાખો જો તે તૈયાર હશે તો સામેથી જ તમને ઇશારો કરશે.
કિસમાં દાઢી-મૂછ મોટો પ્રશ્ન
આ પ્રશ્ન હંમેશાથી રહ્યો છે કે કેટલીક ગર્લને ક્લિન શેવ્ડ કિસ ગમે છે. ટ્રિમ કરેલી દાઢી ક્યારેક કિસમાં પ્રોબ્લેમ પણ ઉભો કરી શકે છે. દાઢી-મૂંછ તમારા માટે તે કોઈ ખાસ મોટી વાત નથી પરંતુ એવું બની શકે કે તમારી ગર્લફ્રેન્ડ માટે આ એક મોટીવાત હોય. જોકે તેનો મતલબ એવો નથી કે તમારે ક્લિન શેવ્ડ બની જવું. પરંતુ તમારી ગર્લને પહેલા તો દાઢી-મૂંછ સાથે કિસ કરવા માટે રાજી કરો અને પછી કિસ બાદ તેમના કિસિંગ અનુભવને શેર કરવા કહો. જો હજુ પણ તેમને તમારી દાઢી સાથે પ્રોબ્લેમ હોય તો તમારે બંનેએ ભેગા મળીને આ ઇશ્યુને સોલ્વ કરી દેવો જોઈએ.
શું કિસ પ્રીપ્લાન જ હોવી જોઈએ
ભલે મૂવી કે પછી રોમેન્ટિક નોવેલ વાચીને તમને લાગતું હોય કે કિસ તો બસ થઈ જાય છે પરંતુ એવું નથી. દર વખતે મોમેન્ટની રાહ જોવી કે એ તો થઇ જશે તેના કરતા ક્યારેક પ્લાન્ડ કિસ કરો. મૂવી ડેટ પર જાવ અથવા રાત્રે જમ્યા બાદ બંને સાથે લોંગ ડ્રાઇવ પર જાવ. તમને ક્યારેય ખબર પણ નહીં હોય કે રાતના અંધારા વચ્ચે ક્યારે એ મોમેન્ટ આવી જશે. ઓકે આ પણ કદાચ થોડું ફિલ્મ લાગે પરંતુ તેના માટે પણ તમારે પ્લાનિંગ તો કરવું જ પડશે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.