એપશહેર

ક્વીન કંગનાનો નવો અવતાર; બોલ્ડ રેડ શીમરી આઉટફિટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

Fashion queen Kangana ranaut: કંગના રનૌત હાલમાં લોક-અપ શોમાં નજર આવી રહી છે. આ શોમાં તેની સ્ટાઈલિંગ સેન્સ બધાનું ધ્યાન ખેંચી રહી છે. હસીના એકબાજુ જ્યાં સાડી-સૂટમાં ખુબ જ સુંદર લાગે છે તો બીજી બાજુ બોલ્ડ ડ્રેસમાં પણ તેનો હોટ લૂક ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. આવું જ કંઈ હાલમાં જોવા મળ્યું હતું જયારે રેડ કલરના આઉટફિટમાં તે ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી.

I am Gujarat 5 May 2022, 5:36 pm
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત એ હસીનાઓમાંની એક છે જેઓ ફેશનની જાણકાર છે અને તેને પોતાના દરેક લૂકમાં તેનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરતા આવડે છે. ઇન્ડિયન સ્ટાઈલ અને વેસ્ટર્ન લૂકસનું મિક્સર કંગનાના લૂકમાં હંમેશા જોવા મળે છે. એરપોટ લૂક હોય ફેસ્ટીવલ લૂક તે હંમેશા ઇન્ડિયન વેરમાં જ દેખાય છે. જયારે પાર્ટી કે ઇવેન્ટની વાત હોય ત્યારે હસીના તેના હોટ લૂકથી બધાને ચકિત કરી દે છે.
I am Gujarat kangana ranaut looks hot in bold red shimmery outfit for lock uppphotoshoot
ક્વીન કંગનાનો નવો અવતાર; બોલ્ડ રેડ શીમરી આઉટફિટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ


આ જ કારણ છે કે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર દરેક જાતના આઉટફિટસ જોવા મળે છે. હાલમાં કંઇક આવું જ જોવા મળ્યું હતું જયારે હસીનાએ રેડ કલરના કપડામાં બધાનું દિલ ચોરી લીધું હતું. તેનો લૂક એટલો ક્લાસી અને એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો કે દરેક જણ તેના ખુબ વખાણ કરી રહ્યા હતા.

​રેડ લૂકમાં કંગના રનૌત

કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પર લેટેસ્ટ હોટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેને તેની ફિલ્મી જર્નીનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન હસીના ઓલ રેડ લૂકમાં નજર આવી હતી. તેણે રેડ કલરનું શીમરી ટોપ પહેર્યું હતું જેના સાથે સૂટ-પેન્ટમાં પોઝ આપતી દેખાય હતી. અભિનેત્રીનો આ લૂક ખુબ જ ક્લાસી લાગી રહ્યો હતો અને તેના જુના અવતારની યાદ અપાવી રહ્યો હતો.

​કટ વાળા ટોપથી લાગી અટ્રેક્ટિવ

કંગનાએ જે રેડ કલરનું ટોપ પહેર્યું હતું, તેના પર સીકવન્સ એમ્બ્રોઇડરી દેખાઈ રહી હતી જે તેના લૂકમાં બ્લિંગ ઈફેક્ટ ક્રિયેટ કરવાનું કામ કરી રહી હતી. ટોપમાં ટર્ટલ નેક ડીટેઇલિંગ કરવામાં આવી હતી અને હેમલાઈન પર ‘બિલો દ બસ્ટ’ એરિયા પર તેમાં ડીપ સ્વીટહાર્ટ કટ આપવામાં આવી હતી. આ જ કારણથી ટોપ દેખાવમાં ખુબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું હતું. સાથે જ તેણે ટોપની સાથે લોંગ મેચિંગ બ્લેઝર પણ કેરી કર્યું હતું.

​સૂટ-પેન્ટ સાથે લૂકને કર્યો કમ્પ્લીટ

પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે કંગનાએ લોંગ કટ સાથે મેચિંગ ટ્રાઉઝરપેન્ટ પહેર્યો હતો, જેનું ફીટીંગ એકદમ ક્લાસી અને પરફેક્ટ લાગી રહ્યું હતું. સાથે જ ક્રોપ ટોપમાં તેનું ટોન્ડ મિડ્રિફ અને સાઈડ કર્વ્સ હાઈલાઈટ થઇ રહ્યા હતા. આ બોસી લૂક સાથે કંગનાએ મિનિમાલ મેકઅપ, ઓરેન્જ શેડ લિપસ્ટિક, કોહલ્ડ આઈઝ અને વાળને સાઈડ પાર્ટેડ કરી હેવી કર્લ્સ કરી ખુલ્લા રાખ્યા હતા.

​ટ્રાન્સપરન્ટ ટોપ પહેરી બતાવ્યો જલવા

કંગના તેના કપડાં સાથે એક્સ્પરીમેન્ટ કરવાથી ક્યારેય ખચકાટ નથી અનુભવતી. એવું જ કંઈ તેના આ આઉટફિટમાં પણ જોવા મળે છે. તસવીરમાં તે ટ્રાન્સપરન્ટ બ્રાલેટ ટોપ સાથે મેચિંગ પેન્ટ પહેરેલ જોવા મળી હતી. તેના આ લૂકમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઈન તેના લૂકને બોલ્ડ બનાવવાનું કામ કરી રહ્યું હતું. સાથે જ આ બોડી હેંગિંગ ટોપના કારણથી તેની ટોન્ડ એબ્ડમન અને કર્વી ફિગર દેખાઈ રહ્યું હતું. તેના લૂકને કમ્પ્લીટ કરવા હસીનાએ વ્હાઈટ સ્ટ્રેપી હિલ્સ, ગાળામાં મલ્ટી લેયર્ડ ગોલ્ડ ચેઈન અને કાનમાં મેચિંગ હૂપ ઈયરરિંગ્સ કેરી કરી હતી.

Read Next Story