એપશહેર

કરણની પાર્ટીમાં જોવા મળ્યું કંઇક એવું જેનો અંદાજો પણ નહતો, પુત્રવધૂ ઐશ્વર્યાએ ભત્રીજીને આપી મ્હાત

Karan Johar’s 50th birthday: બીટાઉનની ક્વીન ભલે ગમે તે બની જાય, તેમાં કોઈ શંકા નથી કે ઐશ્વર્યા રાયે ચાહકોના દિલમાં જે જગ્યા બનાવી છે તેને રિપ્લેસ કરવું અશક્ય છે. તેનું એક કારણ તેની ગ્લેમરસ સ્ટાઇલ પણ છે, જે કરણ જોહરની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળી હતી. તેનો લૂક એટલો અદભૂત હતો કે બચ્ચન પરિવારની યંગ મેમ્બર પણ તેની સામે ફિક્કી પડી ગઈ હતી.

I am Gujarat 26 May 2022, 3:38 pm
Celebs at Karan Johar's 50th birthday: કરણ જોહર જે ગ્રાન્ડ લેવલ પર પોતાની ફિલ્મો બનાવે છે તે જ ગ્રાન્ડ સ્કેલ પર તેમણે પોતાનો 50મો જન્મદિવસ પણ ઉજવ્યો. બર્થ ડેની ભવ્ય ઉજવણીમાં ગ્લેમર ભરી ભરીને જોવા મળતું હતું. મલાઇકા અરોરાથી લઇને કરીના કપૂર જેવી ટોપ એક્ટ્રેસિસ તેમના બેસ્ટ હોટ લૂકમાં જોવા મળી હતી.
I am Gujarat karan johars 50th birthday aishwarya and abhishek navya nanda and shweta bachchan spotted at the party
કરણની પાર્ટીમાં જોવા મળ્યું કંઇક એવું જેનો અંદાજો પણ નહતો, પુત્રવધૂ ઐશ્વર્યાએ ભત્રીજીને આપી મ્હાત


જોકે પૂર્વ મિસ વર્લ્ડ અને દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે રેડ કાર્પેટ પર પહોંચી તો તેની સામે બોલિવૂડની ટોપ સુંદરીઓ ફિક્કી લાગવા લાગી. મોટી એક્ટ્રેસિસ જ નહીં તેની ભત્રીજી નવ્યા પણ તેની સામે ઝાંખી લાગી રહી હતી.

(ફોટો ક્રેડિટ - યોગેન શાહ)

​ગોલ્ડન મર્મેડ ગાઉનમાં લાગી સ્ટનિંગ

આ ગાઉન સાથે ઐશ્વર્યા રાયે ફિટિંગ માટે બ્લેક બ્લેઝર જેકેટ પહેર્યું હતું. તેમાં પર પણ ગોલ્ડન એમ્બ્રોઇડરી વર્ક જોવા મળ્યું. મોટાભાગે આ પ્રકારના ગાઉન સાથે જેકેટ સારા નથી લાગતા પરંતુ એશે જે રીતે તેને સ્ટાઇલ કર્યું હતું તે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. એક્ટ્રેસે પોતાના સ્ટનિંગ લૂકનને હીલ્સ, વેવી હેર, પાર્ટી મેકઅપ અને રેડ લિપ્સ સાથે કમ્પલિટ કર્યો હતો.

​કર્વી ફિગર લાગ્યું અટ્રેક્ટિવ

એશ્વર્યાએ આ ખાસ પ્રસંગે તેના ફેવરિટ કલર્સમાંનો એક ગ્લોડન કલર સિલેક્ટ કર્યો હતો. તેને તેની કર્વી બોડીને કોમ્પ્લિમેન્ટ થાય તેવો ફિગર હગિંગ મર્મેડ ગાઉન પહેર્યો હતો. તેની નીચે ટેલ ડિટેલ જેવા મળી હતી. બ્લિંગ એલિમેન્ટથી ભરપૂર આ ડ્રેસમાં ઇંટ્રિકેટ પેર્ટનમાં સિક્વિન અને બીડ વર્ક કરવામાં આવ્યું હતું. તે આ આઉટફિટને વધારે અટ્રેક્ટિવ બનાવી રહ્યું હતું.

​નવ્યાએ સિલેક્ટ કર્યો બોલ્ડ લૂક

મોટાભાગે પ્લેન લૂક્સ પસંદ કરવા વાળી નવ્યા નવેલીએ પાર્ટી માટે બોલ્ડ લૂક સિલેક્ટ કર્યો હતો. તેણે હેડ ટૂ ટો વાઇટ કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેણે પેન્ટ સૂટ સેટ પહેર્યો હતો. તેમાં નીચે સ્ટ્રેટ કટ ફિટેડ પેન્ટ્સ હતા અને તેના પર શોર્ટ લેન્થનો પ્લંજિંગ નેકલાઇનનો વેસ્ટકોટ હતો. આ સાથે નવ્યાએ શોલ્ડર્સ પર જેકેટ રાખ્યું હતું.

​મિનિમલ લૂકમાં લાગી સેક્સી

આ લૂકનો નવ્યાએ ડાયમંડ અને પર્લ જ્વેલરી અને હાઇ હિલ્સ સાથે પરફેક્ટ ફિનિશ આપ્યું હતું. જો આ સૂટસેટ બીજા કોઇએ પહેર્યો હોત તો કદાચ બોરિંગ લાગત પણ નવ્યા પર તો તે ખૂબ સેક્સી લાગી રહ્યો હતો. જોકે શ્વેતા બચ્ચનની લાડલી ગમે તેટલી સુંદર અને સેક્સી લાગી રહી હોય મામી ઐશ્વર્યાના લૂક સામે તો તે ઝાંખી જ પડતી હતી.

​નવ્યાની મમ્મી બની લાલ પરી

નવ્યાના ઓલ વાઇટ આઉટના કોન્ટ્રાસમાં મમ્મી શ્વેતા પાર્ટીમાં લાલ પરી બની પહોંચી હતી. તેણે ફ્લોર લેન્થ રેડ ડ્રેસ પહેર્યો હતો અને તે રિલેક્સ્ડ ફિટમાં હતો. તેની સ્વીવ્ઝ ફુલ લેન્થ અને ફ્લોઇ રાખવામાં આવી હતી. આ ડ્રેસમાં ઉપરથી નીચે સુધી કોઇ આઇ કેચિંગ એડિશનલ ડિઝાઇન ન હતી.

​ચંકી ડાયમંડ નેકલેસે ધ્યાન ખેંચ્યું

પ્લેન ડ્રેસમાં પણ લાઇમલાઇટ લેતા અમિતાભ બચ્ચનની દિકરીને આવડે છે. તેણે તેના આ પ્લેન ડ્રેસમાં ચંકી નેકલેસ પહેર્યો હતો અને તેના ઉપરના ભાગમાં ચોકર હતો અને નીચે લોન્ગ લેન્થ રાખવામાં આવી હતી. આ સ્ટડેડ નેકપીસ પર અનકટ ડાયમંડ્સ અને એમ્રલ્ડ્સ લગાવવામાં આવ્યા હતા. આ હાર જેટલો કિંમતી દેખાતો હતો તેટલો જ વજનદાર પણ હશે.

​લો કટ નેકલાઇન અને રેડ લિપ્સ

એક ડિટેલ એવી હતી જેના કારણે શ્વેતાની સુંદરતા અને હોટનેસ ઉભરીને બહાર આવતી હતી અને તે છે તેની લો કટ નેકલાઇન. આ આઉટફિટને કમ્પલિટ કરવા માટે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ ફ્લોલેસ રાખ્યો હતો. 48 વર્ષની આ બ્યૂટીએ તેના હોઠ પર રેડ લિપ્સિટક લગાવીને તેના લૂકને વધારે ગ્લેમરસ બનાવી દીધો.

Read Next Story