એપશહેર

Malaika Arora Photos: 'આને પ્લીઝ કોઇ કાન ફેસ્ટિવલમાં મોકલો' મલાઇકા અરોરાના યૂનિક આઉટફિટ્સ જોઇ યૂઝર્સે કરી અપીલ

Malaika Arora Photoshoot: મલાઇકા અરોરા પરફેક્ટ ફેશનિસ્ટા અને ફિટનેસ લવર છે. આ વાતની ઝલક તેની તસવીરોમાં પણ દેખાય છે. હાલમાં જ તેણે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે, જે જોઇને ફેન્સ તેને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાની અપીલ કરી રહ્યા છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 20 May 2023, 1:17 pm
Malaika Arora in Blazer and Lehenga Photoshoot: અત્યારે ચારેતરફ નેશનલ અને ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝના ફેશનેબલ લૂક્સની ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝ જેઓએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અને ફેશનિસ્ટા મલાઇકા અરોરાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પણ ચર્ચામાં છે.
I am Gujarat malaika arora looks regal in blazer and lehenga for new photoshoot
Malaika Arora Photos: 'આને પ્લીઝ કોઇ કાન ફેસ્ટિવલમાં મોકલો' મલાઇકા અરોરાના યૂનિક આઉટફિટ્સ જોઇ યૂઝર્સે કરી અપીલ


મલાઇકા અરોરાની સ્ટાઇલિસ્ટ મનેકા હરિસિંઘાની (stylist Maneka Harisinghani)એ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. જેમાં મલાઇકા બ્લેક બ્લેઝર અને ગોલ્ડ એમ્બેલિશ્ડ લહેંગામાં ગ્લેમરસ પોઝ આપી રહી છે. આ યૂનિક કોમ્બિનેશન આઉટફિટ્સ જોઇને ફેન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે અન્ય સ્ટાર્સના બદલે મલાઇકાને કાન ફેસ્ટિવલમાં જવું જોઇએ.

(Images: Instagram/ @manekaharisinghani)

​વેડિંગ સિઝન માટે પરફેક્ટ

મલાઇકાએ જે બ્લેઝર અને લહેંગા પહેર્યા છે તેને રિતિકા મિરચંદાની (Ritika Mirchandani) અને વિક્રમ ફડનીસ (Vikram Phadnis)ના ડિઝાઇનર કલેક્શનમાંથી પિક કરવામાં આવ્યા છે. લગ્ન સિઝનની ચારેતરફ ધૂમ જોવા મળી રહી છે, તો તમે પણ આ કોમ્બિનેશનને લગ્ન, રિસેપ્શન કે સંગીત સેરેમનીમાં પહેરી શકો છો. મલાઇકાએ આ આઉટફિટ્સની સાથે કોઇ પણ હેવી એક્સેસરીઝ નથી પહેરી.

​પેપ્લમ સ્ટાઇલ બ્લેઝર

મલાઇકાના પેપ્લમ સ્ટાઇલ બ્લેઝરમાં લેપલ કોલર્સ, પેડેડ શોલ્ડર્સ અને ફૂલ લેન્થ સ્લિવ્સ આપવામાં આવી છે. તેણે આ બ્લેઝર સાથે સી-થ્રૂ બ્લેક રફલ્ડ બ્લાઉઝ પૅર કર્યો છે જેમાં લેસ એમ્બ્રોયડરી નેકલાઇન અને ફ્રન્ટમાં ફ્રિલ બૉ આપવામાં આવ્યું છે.

​ગોલ્ડ લહેંગા સ્કર્ટ

મલાઇકાએ જેકેટને ગોલ્ડ અને બ્લેક લહેંગા સ્કર્ટ સાથે પૅર કર્યુ છે જે એક પ્રકારે એ-લાઇન સિલૂએટ્સ છે અને તેમાં પણ ઇન્ટ્રિકેટ એમ્બ્રોયડરી અને યૂનિક પેટર્ન સાથે લેયર્ડ આપવામાં આવ્યા છે. મલાઇકાએ તેના લૂકને ગ્લેમ મેકઅપથી કમ્પલિટ કર્યો છે.

​ફેન્સે કર્યા વખાણ

મલાઇકાના આ લેટેસ્ટ લૂકની તસવીરો સામે આવતા જ ફેન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સની કોમેન્ટ્સનો જાણે વરસાદ શરૂ થઇ ગયો છે. એક યૂઝરે તેના યૂનિક કોમ્બિનેશનવાળા આઉટફિટના વખાણ કર્યા હતા, તો બીજાં યૂઝરે લખ્યું હતું કે, આને પ્લીઝ કોઇ કાન ફેસ્ટિવલ મોકલો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story