એપશહેર

Mouni Roy's Anarkali Suit: એમ્બ્રોયડરી ગાઉનમાં મૌની રોય લાગી બ્યૂટીફૂલ, નવરાત્રિમાં ઓફિસ ફંક્શન માટે કરો ટ્રાય

Mouni Roy Traditional Look: મૌની રોયે ઇન્ટ્રિક્ટ એમ્બ્રોયડરી આઉટફિટમાં પોતાની તસવીરો શૅર કરી છે, જે જોઇને તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. નવરાત્રિમાં તમે પણ મૌની રોયનો આ લૂક ટ્રાય કરી શકો છો.

Authored byહેતલ ડાભી | I am Gujarat 24 Sep 2022, 3:00 pm
Mouni Roy look for Navratri: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) જ્યાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીથી બોલિવૂડમાં પોતાના પગ જમાવી રહી છે, ત્યાં ફેશન મામલે પણ તે હંમેશા ટોપ પર જ રહે છે. વેસ્ટર્ન આઉટફિટ્સ હોય કે ઇન્ડિયન અટાયર્સ તે દરેક લૂક્સમાં બ્યૂટીફૂલ લાગતી હોય છે.
I am Gujarat navratri 2022 celeb fashion choices mouni roy looks stunner in a beautiful white anarkali suit
Mouni Roy's Anarkali Suit: એમ્બ્રોયડરી ગાઉનમાં મૌની રોય લાગી બ્યૂટીફૂલ, નવરાત્રિમાં ઓફિસ ફંક્શન માટે કરો ટ્રાય


મૌની રોય તેના ફિગરને સરળતાથી હાઇલાઇટ કરતા આઉટફિટ્સ કૅરી કરે છે અને તેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ પણ લાગે છે. મૌનીનો ટ્રેડિશનલ લૂક તમે નવરાત્રિમાં પણ ટ્રાય કરી શકો છો. મૌનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે એથનિક ગાઉનમાં જોવા મળે છે અને આ ગાઉન પર હેવી એમ્બ્રોયડરી કરવામાં આવી છે.

(Images: Instagram/ @imouniroy)

​આ બ્રાન્ડથી પિક કર્યુ ગાઉન

આ ઓફ વ્હાઇટ અનાકરલી સ્ટાઇલવાલા ગાઉનને મૌનીએ ક્લોથિંગ બ્રાન્ડ Shakuntalmમાંથી પિક કર્યો હતો, જે તેને ખૂબ જ એલિગન્ટ લૂક આપી રહ્યો છે. એક્ટ્રેસે આ સ્ટાઇલિશ આઉટફિટને જન્માષ્ટમી પર પહેર્યો હતો.

​અનારકલી પર સુંદર એમ્બ્રોયડરી

મૌનીના આ સૂટ પર ઇન્ટ્રિકેટ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી, સિલ્વર રેશમી થ્રેડથી એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. તેની સાથે સિક્વન્સ અને મિરર વર્ક પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય રાઉન્ડ નેકલાઇનવાળા આ ગાઉન પર વેસ્ટલાઇન સુધી એમ્બ્રોયડરી અને સિક્વન્સ વર્ક હતું, જ્યારે સ્કર્ટવાળા પોર્શન પર સિક્વન્સ મોટિફ્સ એડ કરવામાં આવી હતી.

​દુપટ્ટાએ ખેંચ્યુ ધ્યાન

ડ્રેસને કમ્પલિટ ફ્લોઇ લૂક આપવામાં આવ્યો હતો, જે તેને અનારકલી લૂક આપી રહ્યો છે. જ્યારે તેની હેમલાઇન પર સિલ્વર ઝરી વર્ક કરવાાં આવ્યું હતું. જેની ઝલક શીયર દુપટ્ટા પર પણ જોવા મળી રહી છે. આ આઉટફિટને કમ્પલિટ કરવા માટે એક્ટ્રેસે Kohar by kanika જ્વેલરી સ્ટોરથી સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ પહેર્યુ હતું, જેના પર એમારલ્ડ સ્ટોનની ડિટેલ્સ જોઇ શકાય છે.

​આઇ મેકઅપ હતો ક્લાસી

મેકઅપ માટે મૌની રોયે ન્યૂડ શેડ લિપ્સ, કોલ્ડ આઇઝ, સ્લિક આઇલાઇનર, ડિફાઇન્ડ આઇબ્રોઝ અને શાર્પ ક્યોન્ટરોની સાથે વાળને વેવ્સમાં ખૂલ્લા રાખ્યા હતા. મૌનીનું આ ગાઉન તમે નવરાત્રિ ફંક્શન માટે પણ કૅરી કરી શકો છો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story