એપશહેર

Priyanka Chopra's backless dress: ડિનર પાર્ટીમાં પ્રિયંકા ચોપરાના બેકલેસ મેક્સી ડ્રેસ પર અટકી ફેન્સની નજર, નિક જોનાસ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી

Priyanka Chopra's Maxi Dress: પ્રિયંકા ચોપરાએ હસબન્ડ નિક જોનાસ (Nick Jonas) સાથે ડિનર વખતે બેકલેસ ઇવનિંગ ગાઉન પહેર્યુ હતું. આ ગાઉનની કિંમત અને તેની ડિઝાઇનની ચર્ચા ચારેતરફ થઇ રહી છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 24 Sep 2022, 11:42 am
Priyanka Chopra and Nick Jonas' Dinner party: પ્રિયંકા ચોપરાએ તેના હસબન્ડ નિક જોનાસ (Nick Jonas) સાથે તેની ફેવરિટ ન્યૂયોર્ક સિટી રેસ્ટોરાં સોના (New York City restaurant Sona)માં સેલિબ્રેશન કર્યુ હતું. આ રેસ્ટોરાંમાં પ્રિયંકાએ પોતાના બિઝી શિડ્યુલ વચ્ચે તેના મિત્રો અને પરિવાર માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યુ હતું.
I am Gujarat priyanka chopra hosted dinner party in breathtaking black backless khaite maxi dress see the pictures with her husband nick jonas
Priyanka Chopra's backless dress: ડિનર પાર્ટીમાં પ્રિયંકા ચોપરાના બેકલેસ મેક્સી ડ્રેસ પર અટકી ફેન્સની નજર, નિક જોનાસ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી


પ્રિયંકાએ હોસ્ટ કરેલાં સેલિબ્રેશન દરમિયાન અનેક જાણીતા ચહેરા રેસ્ટોરાંમાં ડિનર એન્જોય કરતાં જોવા મળ્યા હતા, પરંતુ ફેશન લવર્સની નજર પ્રિયંકા ચોપરાના ડ્રેસ (Priyanka's dress) પરથી હટતી નહતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે (Priyanka Chopra and Nick Jonas) ઇન્સ્ટાગ્રામ પર તેમની ડિનર પાર્ટીના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા. જેમાં પ્રિયંકાના બ્લેક બેકલેસ મેક્સી ડ્રેસ (black backless maxi dress)ની ચર્ચા ચારેતરફ થઇ રહી છે.

(Images: Instagram/ @priyankachopra, @nickjonas)

​જાણીતા ક્લોથિંગ લેબલની ડિઝાઇન

પ્રિયંકાના ફેન પેજ પર પણ તેઓની તસવીરો શૅર થઇ છે. પ્રિયંકાએ આ પાર્ટી દરમિયાન જે ડ્રેસ પહેર્યો છે તેને ન્યૂયોર્કના ક્લોથિંગ લેબલ Khaiteમાંથી પિક કરવામાં આવ્યો છે. ક્લોથિંગ બ્રાન્ડની વેબસાઇટ ઉપર પણ આ ડ્રેસ અવેલેબલ છે.

​કમ્ફર્ટેબલ ડિઝાઇન અને ક્રેપ જર્સી

પ્રિયંકાના ડ્રેસની ડિઝાઇન બોલ્ડ હોવા છતાં કમ્ફર્ટેબલ રાખવામાં આવી છે. તેનું ટેક્ચર ઇટાલિયન ક્રેપ જર્સીમાં તૈયાર કરવામાં આવ્યું છે અને હાઇ-રાઇઝ હૉલ્ટર કોલર એડ કરવામાં આવ્યા છે. આ આઉટફિટને ફૂલ લેન્થ સ્લિવ્સ અને શોલ્ડર કટ-આઉટ્સ ડિઝાઇન આપવામાં આવી છે.

પ્રિયંકા ચોપરાની ડિનર પાર્ટીની ઝલક

View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)

​બેકલેસ ડિઝાઇન હતી આકર્ષક

પ્રિયંકાના આઉટફિટની બેકને લેસિસ (laces)થી તૈયાર કરવામાં આવી હતી અને તેમાં સિલ્વર-ટોન્ડ ડી રિંગ્સ એડ કરવામાં આવી છે. વેસ્ટલાઇન પર સ્ટિચિંગ અને સ્કર્ટ તેના પરફેક્ટ કર્વી ફિગરને હાઇલાઇટ કરી રહ્યા છે.

​એક્સેસરીઝ અને મેકઅપ

પ્રિયંકાએ આ લૂકને સ્ટાઇલિશ ગોલ્ડ ચેઇન મિનિ હેન્ડબેગ, પોઇન્ટેડ હીલ્સ, લાર્જ ગોલ્ડ હૂપ રિંગ્સ, ગોલ્ડ બ્રેસલેટ અને રિંગ્સથી એક્સેસરાઇઝ્ડ કર્યો હતો. જ્યારે મેકઅપમાં તેણે વાળને સેન્ટર પાર્ટેડ રાખીને ખુલ્લા રાખ્યા હતા, અને સ્મોકી આઇઝી, વિંગ્ડ આઇલાઇનર, ન્યૂડ લિપસ્ટિક અને ગ્લોઇંગ સ્કિન શેડ્સથી લૂક કમ્પલિટ કર્યો છે.

​આટલી હતી કિંમત

પ્રિયંકાના આ બોલ્ડ અને સેક્સી આઉટફિટ (backless Khaite dress)ને તમારાં કલેક્શનમાં એડ કરવા ઇચ્છો છો તો તેને ડિઝાઇનર વેબસાઇટ પરથી ખરીદી શકો છો. આ Khaite ડ્રેસ ક્લોથિંગ બ્રાન્ડના પ્રિ-ફૉલ કલેક્શન (Pre-Fall collection)માંથી છે જેની વેબસાઇટ પર ₹2,04,519 કિંમત છે.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story