એપશહેર

Shloka Ambani Fashion: અનંત-રાધિકાની સગાઇમાં ભાભી શ્લોકા અંબાણીનો લૂક, કંગનની ડિઝાઇન આ પહેલાં તમે ક્યાંય નહીં જોઇ હોય

Radhika and Anant Ambani's engagement Fashion: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇમાં ભારેખમ લહેંગાના બદલે ભાભી શ્લોકા મહેતાએ સોફ્ટ કલર્સ આઉટફિટ્સ પસંદ કર્યા હતા.

Authored byહેતલ ડાભી | I am Gujarat 21 Jan 2023, 11:16 am
Radhika Merchant and Anant Ambani News in Gujarati: સોશિયલ મીડિયા હોય કે ટેલિવિઝન ચારેતરફ હાલ ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઇની ચર્ચા જ જોવા મળી રહી છે.
I am Gujarat radhika merchant fashion news shloka ambani in intricate lehenga at radhika and anant ambanis engagement ceremony
Shloka Ambani Fashion: અનંત-રાધિકાની સગાઇમાં ભાભી શ્લોકા અંબાણીનો લૂક, કંગનની ડિઝાઇન આ પહેલાં તમે ક્યાંય નહીં જોઇ હોય


અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ (Radhika Merchant and Anant Ambani Engagement News in Gujarati) ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ મુંબઇમાં એન્ટિલામાં ગુરૂવારે ગોળધાણા અને ચુંદડીની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનંત અને રાધિકાના લગ્નની તારીખ નક્કી થઇ, કંકોત્રી લખવામાં આવી અને નીતા અંબાણીએ નાની પુત્રવધૂનું સ્વાગત મંત્રોચ્ચાર અને આરતી ઉતારીને કર્યુ હતું.

દુલ્હન રાધિકા મર્ચન્ટે પોતાના માટે ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઇન કરેલો ગોલ્ડન લહેંગા પસંદ કર્યો હતો. જ્યારે પરિવારની મોટી પુત્રવધૂ અન આકાશ અંબાણીની વાઇફ શ્લોકા મહેતાએ પોતાના માટે લાઇટ કલરનો લહેંગા અને ડાયમંડ જ્વેલરી પસંદ કરી હતી.

(Images: Instagram/ @puneetbsaini)

યુનિક કલર અને એમ્બ્રોયડરી

શ્લોકાએ પણ અંબાણી પરિવારના ફેવરિટ ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઇન કરેલા યુનિક પિંક અને વ્હાઇટ મિક્સ કલરનો લહેંગા પહેર્યો હતો. જેમાં બારીક એમ્બ્રોયડરી કરવામાં આવી છે. શ્લોકાના લહેંગામાં ન્યૂડ, પિંક અને ગ્રીન કલર પેલેટ્સ એડ કરાવમાં આવી હતી.

ફ્લોરલ હેન્ડવર્ક

શ્લોકાએ જે લાઇટ મલ્ટીકલર્ડ લહેંગા પહેર્યો હતો તેમાં ફ્લોરલ હેન્ડવર્ક અને સિક્વન વર્ક કરવામાં આવ્યું છે. પોતાના લૂકને શ્લોકાએ સિમ્પલ લૉ બન હેરસ્ટાઇલ અને મિનિમલ શેમ્પેઇન મેકઅપથી રાઉન્ડ ઓફ કર્યો હતો.

જ્વેલરી હતી સ્પેશિયલ

શ્લોકાએ લાઇટ લહેંગા સાથે મેચિંગ જ્વેલરીનું પરફેક્ટ બ્લેન્ડ કર્યુ હતું. તેની જ્વેલરીમાં ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી ડિઝાઇનનું મિશ્રણ જોવા મળે છે. આ માટે શ્લોકાએ ડાયમંડ સ્ટડેડ આઇવરી ચોકર અને નેકલેસ પહેર્યા હતા જેમાં પર્લ્સ એડ કરવામાં આવ્યા છે. તેની સાથે તેણે મેચિંગ ઇયરિંગ્સ, માંગટિકા, બાજૂબંધ પહેર્યા હતા.

નીતા અંબાણીની પુત્રવધૂ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટની આ 4 ખાસિયત બનાવે છે તેઓને પરફેક્ટ Daughter in Laws

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story