એપશહેર

સબ્યાસાચી મુખર્જીનો ભારેખમ હાર જોઇને ઉડી જશે હોશ, હીરા- પન્નાથી લઇને રૂબી-નીલમ સુધી શું શું નથી લગાવ્યું આ હારમાં

Designer Sabyasachi Mukherjee એ ઇન્સ્ટાગ્રામ પર એક નેકલેસની ફોટો શેર કરી છે, જેને જોયા બાદ તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. જ્યારે તેમા ક્યાં ક્યાં સ્ટોન્સ લાગેલા છે તે વિશે જાણશો તો તમને તેની કિંમતને લઇને પણ પ્રશ્નો થશે.

I am Gujarat 29 Apr 2022, 3:07 pm
ઇન્ડિયન ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી એક એવું નામ છે, જેના ક્લોથ્સના અને જ્વેલરીના કલેક્શનના ફેન્સ ફક્ત બી-ટાઉન સિલેબ્સ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ છે. આ લેબલનું કોઇ પણ આઉટફિટ કે એક્સેસરીઝને જૂઓ તો તેની ડિઝાઇન જોઇને બધા ઇમ્પ્રેસ થઇ જાય છે. આવું તેમની લેટેસ્ટ પોસ્ટમાં દેખાતા નેકલેસ માટે પણ કહેવામાં આવે છે. આ નેકલેસમાં સબ્યસાચીએ મોંધા સ્ટોન્સથી લઇને ડાયમંડ્સ સુધી બધું લગાવ્યું છે. આ હાર જોઇને રોયલ નેકલેસ જોતા હોઇએ તેવી ફિલિંગ આવે છે.
I am Gujarat સબ્યાસાચી મુખર્જીનો ભારેખમ હાર જોઇને ઉડી જશે હોશ, હીરા- પન્નાથી લઇને રૂબી-નીલમ સુધી શું શું નથી લગાવ્યું આ હારમાં


હૈદરાબાદમાં ફાઇન જ્વેલરી એક્સિબિશનની સબ્યસાચી મુખર્જી એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ મૂકી હતી. તેમાં તેમણે લેટેસ્ટ કલેક્શનના કેટલાક હારના ફોટોઝ પણ શેર કર્યા હતા. તેમાં એક નેકલેસ ચોકર સ્ટાઇલનો છે, જેને હેવી લૂક આપવામાં આવ્યો છે.

View this post on Instagram A post shared by Sabyasachi (@sabyasachiofficial)

આનો બેસ 22 કેરેટ ગોલ્ડથી તૈયાર કરવામાં આવ્યો છે. તેના પર અનકટ ડાયમંડ્સ, પન્ના, મોતી, રૂબી, પીરોજ, નીલમ, ટુરમાલાઇન અને રોડોલાઇટ લગાવવામાં આવ્યા છે. મોડેલની સિલ્ક મેડ આઉટફિટ પર આ હાર અતિશય સુંદર લાગી રહ્યો હતો અને જેને આરામથી જોવામાં આવ્યો હતો.

બીજા ફોટામાં દેખાઇ રહેલા નેકલેસને 18 કેરેટ ગોલ્ડ બેસ પર બનાવવામાં આવ્યો હતો. તેમાં ડાયમંડ, એમ્રલ્ડ અને ટૂરમેલીન લગાવવામાં આવ્યા હતા. આ સ્ટનિંગ પીસ એવો હતો તેને ઝૂમ કર્યા વિના રહી શકાતું નથી.

View this post on Instagram A post shared by Sabyasachi (@sabyasachiofficial)

આ બન્ને નેકલેસ એવા છે કે તેમને સિંપલ ક્લોધિંગ પીસ સાથે પણ પહેરો તો પણ તમારા આખા લૂકને રોયલ ટચ આપશે. આ જ્વેલરી સિવાય ડ્રેસ પર કોઇ પણ પ્રકારના બ્લિંગ એલિમેન્ટ્સ જોડાવાની જરૃર નહીં પડે.

Read Next Story