એપશહેર

દિલ તૂટે પછી જ સમજાય છે આ છ વાતો

બ્રેકઅપથી મન ઉદાસ ચોક્કસ રહે છે પરંતુ જો તમે આ સમયગાળામાં પોતાની જાતને સંભાળી લો તો ઘણું શીખી શકો છો.

I am Gujarat 10 Aug 2017, 7:00 pm
દિલ તૂટવાનો અવાજ આવતો નથી, પરંતુ જેનું દિલ તૂટે છે, તેને દર્દ તો થાય જ છે. આવું દર્દ તે વ્યક્તિ સિવાય બીજું કોઈ સમજી શકતું નથી કે ન તો તેને વહેંચી શકાય છે. તેનું પરિણામ એ આવે છે કે, ઘણી વાર તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. જીવનથી તેને નફરત થઈ જાય છે. એક્સપર્ટ્સનું માનીએ તો હૃદયભંગથી પીડા તો જરૂર થાય છે, પરંતુ જો કોઈ હિંમત કરીને પોતાને સંભાળી લે તો તે ઘણું બધું શીખી શકે છે.
I am Gujarat six valuable lessons that heartbreak teach us
દિલ તૂટે પછી જ સમજાય છે આ છ વાતો


બ્રેકઅપ થયું છે? રડશો નહિ, આટલું કરો

હૃદયભંગ થયા બાદ પણ તમે મજબૂતાઈથી ઊભા હોવ તો તમને એ વાત સમજાઈ ગઈ હશે કે દુનિયા આટલેથી અટકી જતી નથી. તમે હજી પણ જીવન જીવી શકો છો અને ખુશ રહી શકો છો.

… ત્યારે આ વાત સમજાય છે

આ પ્રકારની પરિસ્થિતિમાં માનવી એકવાર ફરી જીવનની વાસ્તવિકતા જાણે છે. તેને સમજાય છે કે, પરી કથાઓ માત્ર પુસ્તકોમાં હોય છે. જીવનની વાસ્તવિકતા પુસ્તકોથી અલગ છે.

… ત્યારે આ તક મળે છે

પોતાને ફરી એક વાર સમજવાની તક મળે છે. તમારી સારી બાબતોને શોધવાની અને ખામીઓને દૂર કરવાની તક મળે છે. આ બધું સમજાવા લાગે છે.

… ત્યારે આ વસ્તુ બદલાઈ જાય છે

ખુશીનું મહત્ત્વ બદલાઈ જાય છે. ખુશ રહેવા માટે તમારે કોઈ સાથની જરૂર પડતી નથી. પરિવાર અને મિત્રોનું મહત્ત્વ સમજાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો