એપશહેર

Valentine's Day: વેલેન્ટાઇન પર સ્ટાઇલિશ લાગવા શું પહેરશો? એક્ટ્રેસિસના 7 આઉટફિટ્સથી મેળવો પરફેક્ટ લૂક

Valentine Dresses Ideas: વેલેન્ટાઇન પર શું પહેરશો અને કેવી એક્સેસરીઝ કે મેકઅપ રાખશો તે વાતને લઇને હજુ પણ કન્ફ્યૂઝ છો? તો અહીં જાણો, આ દિવસે તમારાં લૂકને એકદમ હટકે બનાવવા માટે સ્ટાઇલ ટિપ્સ.

Authored byહેતલ ડાભી | I am Gujarat 10 Feb 2023, 12:47 pm
Valentine Day Outfits Ideas: વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે અને દિવસોમાં દરેક કપલ ગિફ્ટ્સ, સેલિબ્રેશન, પરફેક્ટ આઉટિંગથી ઉજવી રહ્યા છે. ખાસ કરીને વેલેન્ટાઇન્સ ડે પર તમારાં લૂકને ચાર્મિંગ અને આકર્ષક બનાવવા માટે તમે કદાચ તૈયારીઓ અગાઉથી કરી જ લીધી હશે. પણ જો વ્યસ્ત શિડ્યુલના કારણે આ સમયના મળ્યો હોય તો અહીં આપેલી આઉટફિટ્સ અને એક્સેસરીઝ ટિપ્સ તમને કામ લાગશે.
I am Gujarat valentines day outfit ideas that are perfect for dinner or a casual night out
Valentine's Day: વેલેન્ટાઇન પર સ્ટાઇલિશ લાગવા શું પહેરશો? એક્ટ્રેસિસના 7 આઉટફિટ્સથી મેળવો પરફેક્ટ લૂક


વેલેન્ટાઇન પર શું પહેવાથી પાર્ટનર પણ તમારાં લૂકથી ઇમ્પ્રેસ થઇ જાય, તે વાતને લઇને મોટાંભાગની યુવતીઓને કન્ફ્યૂઝન રહે છે. ભલે ડ્રોઅરમાં વિવિધ આઉટફિટ્સની ભરમાર હોય પણ સ્પેશિયલ દિવસો દરમિયાન ડ્રેસિંગ સિલેક્શન હંમેશા મુશ્કેલ જ હોય છે. તેથી જ આ પરેશાનીને હળવી કરવા માટે અહીં એક્ટ્રેસિસના કેટલાંક ઇઝી-બ્રીઝી લૂક્સ અને તેને તમે કેવી રીતે પૂલ-ઓફ કરીને એક્સેસરાઇઝ કરી શકો છો તે અંગેની માહિતી અને ફેશન આઇડિયાઝ વિશે જાણો.

(Cover Image: Instagram/ @janhvikapoor, @shraddhakapoor)

​મિની ડ્રેસિસ

પાર્ટનર સાથે વેલેન્ટાઇન ડેટ માટે નાઇટ-આઉટ પ્લાનિંગ હોય તો જ્હાનવી કપૂરના આ લૂક્સથી તમે ટિપ્સ લઇ શકો છો. આ એક્ટ્રેસના દરેક લૂક્સ ક્લાસી હોય છે, તેથી જ અહીં એવા આઉટફિટ્સ આપવામાં આવ્યા છે જે વધારે બોલ્ડ નહીં લાગે અને તમે આરામથી તેને કૅરી કરી શકશો. નાઇટ પાર્ટી માટે શિમરી આઉટફિટ્સ સારાં લાગતા હોય છે, જેમાં મિની ડ્રેસિસમાં લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળથી તમારાં લૂકને આકર્ષક બનાવી શકો છો.

(Images: Instagram/ @janhvikapoor)

​બોડીકૉન ડ્રેસિસ

જો તમારું ફિટ ફિગર આ દિવસની ઉજવણીમાં ફ્લૉન્ટ કરવા ઇચ્છો છો તો મલાઇકા અરોરાની માફક તમે બોડીકૉન ડ્રેસિસ પણ પહેરી શકો છો. કર્વી ફિગર ધરાવતી યુવતીઓએ આ પ્રકારના આઉટફિટ્સ પસંદ કરવા જોઇએ, જેને તમે ચંકી અથવા ઓક્સડાઇઝ્ડ એક્સેસરીઝ સાથે ટીમ અપ કરી શકો છો. ઉપરાંત હાઇ હીલ્સ, ક્લચ અને સ્લિંગ બેગ તમારાં લૂકને પરફેક્ટ ચટ આપશે. આ માટે તમારે શોપિંગ કરવાની પણ જરૂર નથી, તમારાં વોર્ડરોબમાં રહેલા ફિગર હગિંગ ડ્રેસની સાથે જ્વેલરી, બેગ અને હીલ્સ મેચ કરી લો અને બસ તમે તૈયાર.

(Images: Instagram/ @malaikaarora)

​રેડ સ્લિટ ડ્રેસિસ

પાર્ટનર સાથે પહેલીવાર વેલેન્ટાઇન સેલિબ્રેટ કરી રહ્યા હોવ તો આ ડ્રેસિસથી પરફેક્ટ બીજુ કશુ જ નહીં. રેડ કલરને લવ સિમ્બલ તરીકે જોવામાં આવે છે, એવામાં તમે મોની રોયની માફક આ બોડીકૉન ડ્રેસને ટ્રાય કરી શકો છો, જેમાં થાઇ-હાઇ સ્લિટ આપવામાં આવી છે, જે તમારાં ટોન્ડ લેગ્સને ફ્લૉન્ટ કરશે. જો તમે રેડની સાથે તમે બ્લેક કલરનું કોમ્બિનેશન રાખો અને આ માટે પર્સ અને સેન્ડલ બ્લેક કલરમાં રાખો.

(Images: Instagram/ @imouniroy)

​ફ્લોરલ ડ્રેસિસ

આ દિવસે આઉટિંગ માટે ભપકાદર અને ચમકીલા કપડાં અવોઇ કરો અને શ્રદ્ધા કપૂરની માફક ફ્લોરલ ડ્રેસ પહેરો. જે તમને એકદમ રિફ્રેશિંગ લૂક આપશે. ડિસન્ટ નેકલાઇન અને યૂનિક સ્લિવ પેટર્નવાળા આ ડ્રેસમાં તમે મેચિંગ હીલ્સ અને સાઇડ બેગ્સથી લૂકને કમ્પલિટ કરી શકો છો.

(Images: Instagram/@shraddhakapoor)

​લોન્ગ અથવા મિડી ડ્રેસ

ફ્લોરલ ડ્રેસની વાત થઇ રહી હોય તો દીપિકા પાદૂકોણનો આ લોન્ગ આઉટફિટ પણ તમારાં પર કમાલ લાગશે. રેડ શેડના મોટાં ફ્લોરલ પ્રિન્ટ્સના આ ડ્રેસ સાથે તમે પમ્પ્સ કૅરી કરી શકો છો. જ્યારે એક્સેસરીઝમાં હૂપ ઇયરિંગ્સ અને વાળને સ્ટ્રેઇટ રાખો.

(Images: Instagram/ @deepikapadukone)

​જીન્સ ટોપ

જો તમે કોલેજીયન હોવ અને તમને જીન્સ પહેરવાનું પસંદ હોય તો ખુશી કપૂરના ટાઇ-અપ ડિટેલવાળું સ્ટાઇલિશ ક્રોપ ટોપ પસંદ કરી શકો છો. આ સાથે મેચિંગ પેન્ટ્સ, બ્લેક મિની બેગ, ગોલ્ડ ચેન્સ રોઝી મેકઅપથી તમારાં લૂકને પરફેક્ટ બનાવો.

(Images: Instagram/ @khushi05k)

​એક્સેસરીઝનું રાખો ધ્યાન

તમે તમારાં માટે બ્રાલેટ સ્ટાઇલ ક્રોપ ટોપ અને એલાઇન સ્કર્ટ પણ પસંદ કરી શકો છો, જેની સાથે તમારે એક્સેસરીઝમાં ખાસ ધ્યાન આપવાનું રહેશે. કાનમાં ડ્રોપડાઉન ઇયરિંગ્સ અને ગળામાં સ્ટાઇલિશ ચેન પહેરો. આ સાથે મેકઅપને લાઇટ રાખો અને બૂટ્સથી તમારાં લૂકને કમ્પલિટ કરો.

(Images: Instagram/@shraddhakapoor)

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story