એપશહેર

તમારા બાળકમાં આ 6 આદત હોય, તો સમજો પેરેન્ટિંગમાં સફળ થઇ ગયા તમે

Parenting Tips: બાળકોને સારો વ્યવહાર કરતા શીખવાડવું જરૂરી હોય છે, કારણ કે તેનાથી તેમને તેમની સોશિયલ લાઇફ અને જીવનમાં ઘણી મદદ મળી રહેશે. બાળકો બહારના લોકો સાથે કઇ રીતે વ્યવહાર કરે છે, તેનાથી અંદાજ આવે છે કે, માતા-પિતાએ કેવો ઉછેર કર્યો છે અને શીખ આપી છે. જો તમારા બાળકમાં કેટલાંક સંકેત જોવા મળે છે, તો સમજી લો કે તેનો વ્યવહાર સારો છે.

I am Gujarat 27 Jun 2022, 12:21 pm
Good Parenting: બાળકોને શિસ્ત (discipline) માં રહેવાનું શીખવાડવું જરૂરી છે, નહીં તો બાળકો બગડી જાય છે. બાળકોને જિદ્દી બનતા રોકવા માટે પણ શિસ્તમાં રાખવા જોઇએ. જોકે કેટલાંક માતા-પિતા (parents) આ કામમાં અસફળ થાય છે, જ્યારે કેટલાંક સફળ થાય છે.
I am Gujarat parenting tips these six habits of your child are signs of a good parent
તમારા બાળકમાં આ 6 આદત હોય, તો સમજો પેરેન્ટિંગમાં સફળ થઇ ગયા તમે


કેટલાંક માતા-પિતાને લાગે છે કે, જે બાળકો સારો વ્યવહાર (good behavior) કરી રહ્યા છે, તેમનો જન્મ જ એવો થયો છે પરંતુ એવું નથી. તમે તમારા બાળકના વર્તનનું નિરીક્ષણ કરો અને જાણો કે તેમનું વર્તન બરાબર છે અને જો નથી તો તમારાથી ક્યાંક ભૂલ થઇ રહી છે. સારો વ્યવહાર અને શિષ્ટાચારની આદત (habit) બાળકોને તેમના માતા-પિતા પાસેથી જ મળે છે. જો તમારું બાળક સારો વ્યવહાર કરી રહ્યું છે તો તમારે નોટિસ કરવું જોઇએ નહીં તો તે નિરાશ થઇ શકે છે. સારું કરવાથી પણ માતા-પિતા તેના પર ધ્યાન આપતા નથી અને તેનો કોઇ ફાયદો નથી તેવું બાળકને લાગી શકે છે. તમે તમારા બાળકના સારા વ્યવહારના વખાણ કરો અને તેમને આગળ વધવા પ્રેરિત કરો.

અહીં અમે તમને કેટલાંક એવા સંકેતો વિશે જણાવી રહ્યા છે જેની મદદથી તમે સમજી શકશો કે, તમારું બાળક સારો વ્યવહાર કરી રહ્યું છે કે નહીં.

(ફોટો ક્રેડીટ- PIXABAY)

દરેકનો કરે છે આદર

તમારું બાળક કોઇને પણ મળે ત્યારે તેમને હસીને બોલાવે છે અથવા સ્માઇલ આપે છે તો આ સારો સંકેત છે. સ્કૂલ, પાર્ક અથવા ક્લાસ જતા સમયે ગુડ બાય કરવાનો અર્થ એ છે કે, બાળક સમજે છે કે તેને ક્યારે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે.

​સમયની કદર

બાળક સ્કૂલે (school) જવા માટે સમય પર તૈયાર થઇ જાય છે અને તેને જ્યાં જવાનું હોય છે, ત્યાં સમયપર પહોંચી જાય છે. તેનાથી બાળકોને સમયની કદર સમજાય છે અને તેમના જીવન (life) માં મૂશ્કેલીઓ ઓછી આવે છે.

​પરવાનગી લે છે

તમારા બાળકનું નિરીક્ષણ કરો અને જોવો કે શું તેઓ પોતાના મિત્રની વસ્તુ લેતા પહેલા તેને પૂછે છે. જો તે તેવું કરે છે તો તેનો અર્થ છે કે તેનો વ્યવહાર સારો છે.

​વચ્ચે નથી બોલતો

જો તમે કોઇ સાથે વાત કરી રહ્યા છો અથવા કોઇ જરૂરી કામ કરી રહ્યા છો, તમારું બાળક કંઇક કહેવા માંગે છે પરંતુ વચ્ચે ટોકતો નથી અને તમારું કામ (work) પત્યા પછી બોલે છે, તો તમારે તેની આ સારી આદતના વખાણ કરવા જોઇએ.

​શરમ નથી અનુભવવા દેતા

કેટલાંક બાળકો તેમના માતા-પિતાને સમજે છે અને ઇચ્છતા નથી કે, તેમના કારણે મહેમાનોની સામે તેમના માતા-પિતાને શરમ ન અનુભવવી પડે. તમારું બાળક સમય સાથે આ આદત શીખી જશે અથવા સ્કૂલમાં બીજા બાળકોને જોઇને આ વાત સમજાઇ જશે.

જવાબદારી ઉપાડે છે

જો તમારા બાળકથી કંઇક ભૂલ થઇ ગઇ છે અને તે તેને જવાબદારી લે છે અથવા પોતાની ભૂલ સ્વીકાર કરે છે તો આ એક સારો સંકેત છે. ભૂલ કરવી એ કોઇ મોટી વાત નથી. બાળકોને સમજાવો કે દરેકથી ભૂલ થાય છે પરંતુ તમારે હંમેશા સત્ય બોલવું જોઇએ.

Read Next Story