એપશહેર

જો તમને ગળ્યું ભાવતું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બદામનો હલવો

શું તમને હલવો ભાવે છે? તો પછી સોજી કે ઘઉંનો શીરો નહીં પરંતુ બદામનો શીરો ટ્રાય કરજો.

TNN 12 May 2021, 2:01 pm
જો તમને ગળ્યું ભાવતું હોય તો તમારે એકવાર બદામનો હલવો એકવાર ટ્રાય કરવા જેવો છે. આ એક એવી સ્વીટની રેસિપી છે. જે તમે ખાસ પ્રસંગે તમારા પરિવારના સભ્યો તેમજ મિત્રો માટે બનાવી શકો છો. આ હલવો પલાળેલી અને છાલ કાઢેલી બદામમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય બીજી કઈ સામગ્રી જોઈશે તેના પર એક નજર કરી લો.
I am Gujarat badam halwa recipe in gujarati
જો તમને ગળ્યું ભાવતું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બદામનો હલવો


સામગ્રી
300 ગ્રામ બદામ
1 1/2 કપ ખાંડ
1 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
8-9 કેસરના તાંતણા
1/2 કપ ઘી
1 કપ દૂધ

ઘરે રવા ઢોંસા બનાવતી વખતે તેમાં એક આ વસ્તુ ઉમેરશો તો એકદમ ક્રિસ્પી બનશે
સ્ટેપ 1
બદામનો હલવો બનાવવા માટે, બદામને આખી રાત પલાળીને રાખી મૂકો અને બાદમાં સવારે તેની છાલ કાઢી લો. હવે તે બદામને ગ્રાઈન્ડર જારમાં લઈ લો. તેમાં 2 ટી સ્પૂન જેટલું દૂધ ઉમેરીને જાડી પેસ્ટ તૈયાર કરી લો.

સ્ટેપ 3
એક પેન લો અને તેમા ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે બદામની પેસ્ટ ઉમેરીને શેકી લો. પેસ્ટનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકી લો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી.

બનાવતા શીખો પશ્ચિમ બંગાળનું ફેમ સ્ટ્રીટ ફૂડ જાલ મુરી, 10 મિનિટમાં બની જશે
સ્ટેપ 4
હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરો. હવે તેને 10 મિનિટ માટે ચડવા દો. આ દરમિયાન તેમાં ચમચાથી હલાવતા રહેવું, જેથી તે તળીયે ચોંટે નહીં. દૂધ શોષાઈ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર અને કેસરના તાંતણા ઉમેરો અને મિક્સ કરી લો. તો તૈયાર છે બદામનો હલવો. બદામના હલવાને બાઉલમાં લઈને સર્વ કરો.

ટિપ્સઃ
- હલવાને વધારે ક્રિમી બનાવવા માટે તેમાં તમે થોડા કાજુ ઉમેરી શકો છો
- આ સિવાય અન્ય ડ્રાયફ્રૂટ્સ પણ સમારીને ઉમેરી શકો છો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો