એપશહેર

બટાકામાંથી બનતી વાનગી ખૂબ ભાવતી હોય તો ટ્રાય કરજો 'આલુ કુરકુરે'

TNN 19 Aug 2020, 3:07 pm
મોટાભાગના લોકોને બટાકામાંથી બનતી વાનગી ભાવતી હોય છે. જેમ કે, કટલેટ, બ્રેડરોલ, બટાકાવડા, આલુ સેન્ડવિચ. આ લિસ્ટમાં તમે વધુ એક વાનગી જોડી દો અને તે છે આલુ કુરકુરે. જેને તમે સાંજે નાસ્તામાં લઈ શકો છો. આલુ કુરકુરે બનાવવામાં જોઈતી તમામ સામગ્રી તમને સરળતાથી તમારા રસોડામાંથી મળી રહેશે. તો ચલો રેસિપી શીખી લો.
I am Gujarat ALOO KURKURE


સામગ્રી
4 નંગ બાફેલા બટાકા
1 ચમચી સમારેલા લીલા મરચા
1 ચમચી લીંબૂનો રસ
1/2 કપ ક્રશ કરેલા પૌંઆ
સ્વાદાનુંસાર મીઠું
1/2 કપ મેંદો
1 કપ ફુદીનાના પાન
1 ચમચી જીરુ પાઉડર
તળવા માટે તેલ

બનાવવાની રીત

ફુદીનાના પાનને ધોઈને સારી રીતે સમારી લો. એક બાઉલ લો, તેમાં બટાકા છૂંદી લો. બાદમાં તેમાં ફૂદીનાના પાન, લીંબૂનો રસ, મીઠું, જીરુ પાઉડર અને સમારેલા લીલા મરચા ઉમેરો. હળવા હાથે મિક્સ કરી લો. આ મિક્ષણમાંથી મીડિયમ સાઈના બોલ્સ વાળી લો.

બનાવવાની રીત
એક બાઉલમાં મેંદો અને પાણી લઈને પેસ્ટ બનાવી લો. બોલ્સને એક બાદ એક પેસ્ટમાં ડિપ કરી લો. બાદમાં તેને ક્રશ કરેલા પૌંઆમાં રગદોળી દો. આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લો.

બનાવવાની રીત
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે બોલ્સને તેમાં ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે આલૂ કુરકુરે. તેને ગ્રીન ચટણી અને ટામેટાના સોસ સાથે સર્વ કરો.

આ પણ જુઓઃ બટાકા ખાવાથી થાય છે આ ફાયદા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો