એપશહેર

બનાવતા શીખો ઈન્સ્ટન્ટ રબડી, ટેસ્ટ એવો કે બધાને ભાવશે

મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ છે? તો બનાવતા શીખી લો ઈન્સ્ટન્ટ રબડી

TNN 21 May 2021, 1:49 pm
રબડી એ ભારતની પોપ્યુલર મીઠાઈઓમાંથી એક છે. રબડીમાં પણ ઘણી વેરાયટી ઉપલબ્ધ છે. આજે અહીંયા તમને મિલ્ક રબડી બનાવતા શીખવી રહ્યા છે. આ રબડી બનાવવી સરળ છે અને સૌથી સારી વાત એ છે કે, ખૂબ ઓછી સામગ્રી જરૂર પડે છે. સામગ્રી પણ ઘરમાંથી સરળતાથી મળી રહે છે. આ ઈન્સ્ટન્ટ રબડી તમે અચાનક મહેમાન આવી ચડે તો તેમને પીરસી શકો છો. તો ચાલો સામગ્રી પર એક નજર કરી લો.
I am Gujarat instant rabdi recipe in gujarati
બનાવતા શીખો ઈન્સ્ટન્ટ રબડી, ટેસ્ટ એવો કે બધાને ભાવશે


બપોરના વધેલા ભાતમાંથી બનાવો અપ્પમ, રેસિપી એકદમ સરળ છે, ફટાફટ બની પણ જશે
સામગ્રી
1/2 લિટર દૂધ
2 ટે. સ્પૂન ઘઉંનો લોટ
2 ટે. સ્પૂન મિલ્ક પાઉડર
1/2 કપ દૂધ
1/2 કપ ખાંડ
2 ટી સ્પૂન કેસર ઘોળેલું દૂધ
3-4 ચમચી ડ્રાયફ્રૂટ્સની બારીક કતરણ
1/2 ટી સ્પૂન ઈલાયચી પાઉડર

સ્ટેપ 1
એક પેનમાં દૂધ લો. હાઈ ફ્લેમ પર દૂધને ત્યાં સુધી ઉકળવા દો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય. દૂધમાં ઉભરો આવે અને તે ઘટ્ટ થવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દો.

બાળકોને ભાવે તેવા ટેસ્ટી ચીઝ કુલચા ઘરે બનાવો, યીસ્ટની પણ જરૂર નહીં પડે
સ્ટેપ 2
એક બાઉલમાં ઘઉંનો લોટ અને મિલ્ક પાઉડર લઈને મિક્સ કરી લો. તેમાં 1/2 કપ દૂધ ઉમેરીને ચમચીથી મિક્સ કરી લો. એકદમ સ્મૂધ બેટર બનાવવું. તેમાં ગાંઠ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું

સ્ટેપ 3
ગરમ થઈ રહેલા દૂધમાં આ મિશ્રણ ઉમેરતા જાઓ અને ચમચાથી દૂધ હલાવતા જાઓ. બાદમાં 5-7 મિનિટ દૂધને ઉકળવા દો. આ દરમિયાન ચમચાથી દૂધ હલાવતા રહેવું. હવે તેમાં ખાંડ અને કેસરવાળુ દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ્સની બારીક કતરણને મિક્સ કરી લો. છેલ્લે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો. તો તૈયાર છે રબડી. રબડીને સર્વિંગ બાઉલમાં લઈને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિંશ કરી સર્વ કરો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો