એપશહેર

મહેમાન આવવાના હોય ત્યારે આ રીતે બનાવજો દૂધ પાક, તમારા વખાણ કરતાં નહીં થાકે ?

મિત્તલ ઘડિયા | I am Gujarat 19 Jan 2020, 12:33 pm
દૂધ પાક ગુજરાતી ટ્રેડિશનલ ડેઝર્ટ છે. દૂધ પાક ખાવાની અસલી મજા પૂરી સાથે આવે. મહેમાન આવે ત્યારે મોટાભાગના ઘરોમાં સ્વીટમાં કોઈ ડિશ બનતી હોય તો તે છે દૂધ પાક.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સામગ્રી2 લિટર દૂધ3 મોટી ચમચી કિસમિસ2 નાની ચમચી એલચી પાઉડર2 મોટી ચમચી પિસ્તાની કતરણ1 મોટી ચમચી ગરમ પાણી2 મોટી ચમચી ઘી1 કપ બદામની કતરણ2 નાની ચમચી કેસર500 ગ્રામ ખાંડ2 કપ સાદું પાણી6 મોટી ચમચી ચોખાસ્ટેપ 1બદામને એક કલાક માટે પાણીમાં પલળવા મૂકો. ચોખાને પણ પાણીમાં 10-15 મિનિટ માટે પલળવા દો. બદામમાંથી વધારાનું પાણી કાઢીને મિક્સર જારમાં લઈ તેને ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે, એક નાનો બાઉલ લો તેમાં કેસરના તાંતળા અને ગરમ પાણી ઉમેરો. ચોખામાંથી પાણી કાઢી લો, તેને કોરા કરી તેમાં ઘી મિક્સ કરી લો.સ્ટેપ 2એક મોટું પેન લો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. તેમાં દૂધને લઈને ઉકળવા દો. દૂધ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને તેમાં બદામની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો અને તેમાં ચોખા ઉમેરો. ફરીથી તેને મિક્સ કરી લો અને આશરે 40 મિનિટ માટે ધીમી ફ્લેમ પર ઉકળવા દો. આ દરમિયાન દૂધને સતત હલાવતા રહેવું, જેથી તે નીચે ચોંટી ન જાય.સ્ટેપ 3આ દૂધમાં કેસરને પાણી સહિત જ ઉમેરો, ત્યારબાદ તેમાં ખાંડ, પિસ્તાની કતરણ અને કિસમિસ એડ કરીને મિક્સ કરો. દૂધ ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને ગેસ પર ધીમી ફ્લેમ પર રહેવા દો. તો દૂધ પાક તૈયાર છે. તેને બાઉલમાં લઈલો અને રૂપ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. બાદમાં તેને ફ્રિજમાં અડધી કલાક માટે મૂકો, જેથી તે ઠંડુ થઈ જાય. દૂધ પાકને બહાર કાઢી ઈલાયચી પાઉડર ઉપરથી સ્પ્રિન્કલ કરી સર્વ કરો.રેસિપીઃ દાલ પકવાન
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો