એપશહેર

જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી રાજ કચોરી ઘરે બનાવો, નોંધી લો રેસિપી 🤤

TNN 21 May 2020, 11:44 am
ચાટ કોને ન ભાવે? તેમાય સમોસા-કચોરી હોય તો મજા આવી જાય. રાજ કચોરી પણ તેમાંથી જ એક છે. જે કોઈ પણ રેસ્ટોરાંમાં સરળતાથી મળી રહે છે. મોંમાં પાણી લાવી દે તેવી આ કચોરી ઘરે સરળતાથી બનાવી શકાય છે.
I am Gujarat recipe how to make raj kachori at home
જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી રાજ કચોરી ઘરે બનાવો, નોંધી લો રેસિપી 🤤


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સામગ્રી
200 ગ્રામ મેંદો
1 ચમચી મકાઈનો લોટ
1 ચમચી સોજી
2 ચમચી ઘી

સ્ટફિંગ માટે
1 કપ તેલ
1/2 કપ પલાળેલી મગની દાળ
1 ચમચી જીરું
ચપટી હીંગ
1 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી બેસન
સ્વાદાનુંસાર મીઠું
1 ચમચી સૂકા ધાણા
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી લીલા મરચાંની પેસ્ટ

સર્વિંગ માટેઃ
1/2 કપ દહીં
4 ચમચી ગ્રીન ચટણી
1 ચમચી ચાટ મસાલો
1 સમારેલું લીલું મરચું
1 કપ સેવ
4 ચમચી ખજૂર-આંબલીની ગળી ચટણી
2 ચમચી સમારેલી કોથમીર
3 ચમચી સમારેલી ડુંગળી
1 કપ તીખી બૂંદી

બનાવવાની રીતઃએક બાઉલ લો. તેમાં મેંદો, મકાઈનો લોટ અને સોજી લઈને મિક્સ કરો. બાદમાં તેને ઘીનું મોણ આપો. હવે તેમાં થોડું-થોડું પાણી રેડતા જઈને સોફ્ટ કણક બાંધી લો. આ કણકને કપડાથી ઢાંકીને થોડીવાર રેસ્ટ આપો.

બનાવવાની રીતઃએક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે પલાળેલી મગની દાળને તેમાં તળી લો. હવે એક મિક્સર જાર લો. તેમાં મગની દાળ, જીરું, હીંગ, આદુની પેસ્ટ, બેસન, મીઠું, સૂકા ધાણા, લાલ મરચું પાઉડર અને લીલા મરચાની પેસ્ટને લઈને ક્રશ કરી લો. એકદમ બારીક ક્રશ ન કરવું. તો તૈયાર છે સ્ટફિંગ

બનાવવાની રીતઃબનાવેલી કણકમાંથી મીડિયમ સાઈઝની પૂરી વણી લો. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને ફરીથી પૂરી વણી લો.એક પેનમાં તેલ ગરમ કરો. આ કચોરીને તેમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય તેવી તળી લો. આ રીતે બધી કચોરી તળી લો.

બનાવવાની રીતઃએક સર્વિંગ પ્લેટ લો. તેમાં કચોરી લઈને વચ્ચે કાણું પાડી લો. બાદમાં તેમાં ઉપરથી દહીં, લીલી ચટણી, ગળી ચટણી પાથરો. હવે તેમાં સમારેલું લાલ મરચું, સેવ, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી અને તીખી બૂંદી ઉમેરો. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો