એપશહેર

ચોમાસામાં ગરમાગરમ અને તીખું તમતમતું ખાવાનું મન થાય તો બનાવજો 'પૌંઆ પકોડા'

મિત્તલ ઘડિયા | TIMESOFINDIA.COM 11 Jul 2020, 1:36 pm

વાતાવરણમાં ઠંડક હોય એટલે દરેક વ્યક્તિને ગરમાગરમ અને તીખા તમતમતા ભજીયા કે પકોડા ખાવાની ઈચ્છા થાય. આવું તમારી સાથે પણ થતું હશે. ભજીયા તો દરેક ઘરમાં બનતા હોય છે. કોઈને બટાકાના ભજીયા ભાવે તો કોઈને મેથીના. કોઈને ડાકોરના લોટના ભજીયા ભાવે તો કોઈને પટ્ટી મરચાના. પરંતુ આજે અમે તમને એક અલગ પ્રકારના પકોડા કે ભજીયા શીખવવાના છે અને તેનું નામ છે પૌંઆ પકોડા. આ વાનગી એવી છે જે દરેકને ભાવશે. તો ચાલો જોઈ લો રેસિપી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સામગ્રી

I am Gujarat recipe in gujarati how to make poha pakoda
ચોમાસામાં ગરમાગરમ અને તીખું તમતમતું ખાવાનું મન થાય તો બનાવજો 'પૌંઆ પકોડા'

1/2 કપ બાફેલા બટાકા
1/2 કપ બાફેલા વટાણા
2 ચમચી દહીં
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી મરચાની પેસ્ટ
1 કપ પૌંઆ
1/2 ચમચી ગરમ મસાલો
ચપટી હળદર
સ્વાદાનુંસાર મીઠું
1/2 ચમચી લાલ મરચું પાઉડર
1/2 ચમચી ધાણાજીરું પાઉડર
1 ચમચી સમારેલી કોથમીર
1 કપ બ્રેડ ક્રમ્સ/ ટોસ્ટનો ભૂક્કો
તળવા માટે તેલ

બનાવવાની રીત
એક મોટા બાઉલમાં બાફેલા બટાકા લો અને તેને મેશ એટલે કે છુંદી લો. હવે તેમાં બાફેલા વટાણા, દહીં, આદુ-લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર તેમજ સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.

બનાવવાની રીત
એક બાઉલમાં પાણી લો. તેમાં પૌંઆને નાખીને તરત જ કાઢી લો અને તેને પેપર પર સૂકવીને થોડા કોરા કરી લો. આ પૌંઆને બટાકામાંથી બનાવેલા મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરી લો. હવે, આ મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ બનાવી લો. આ બોલ્સને બ્રેડ ક્રમ્સ અથવા ટોસ્ટના ભૂક્કામાં રગદોળી દો.

બનાવવાની રીત
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને બોલ્સને તેમાં ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થાય તેવા તળી લો. તો લો તૈયાર છે પૌંઆ પકોડા. તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.

મીઠાઈની દુકાનમાં મળે તેવી રસમલાઈ હવે ઘરે બનાવો

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો