એપશહેર

Holi Special Recipe: બહાર જેવો જ ઠંડાઈ મસાલો હવે ઘરે બનાવો, સરળતાથી મળી રહેતી સામગ્રીમાંથી બની જશે

હોળી એટલે પરિવારના સભ્યો અને મિત્રોને રંગવાનો અને સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજન માણવાનો દિવસ. ખાસ કરીને ઠંડાઈ વગર હોળી અધૂરી ગણવામાં આવે છે. ઠંડાઈ આમ તો દુકાનોમાં મળી રહે છે પરંતુ તમે તે ઘરે પણ બનાવી શકો છો. ઘરે ઠંડાઈ બનાવવા માટે તેનો મસાલો શીખવો જરૂરી છે. જે સરળતાથી મળી રહેતી સામગ્રીમાંથી બને છે.

Authored byમિત્તલ ઘડિયા | TNN 6 Mar 2022, 1:31 pm

હાઈલાઈટ્સ:

  • જો ઠંડાઈ મસાલો બનાવતા આવડતો હશે તો ઠંડાઈ ફટાફટ બની જશે
  • ઠંડાઈ મસાલો બનાવવા માટે કાજુ, બદામ, પિસ્તા સહિતની સામગ્રી જોઈશે
  • ઠંડાઈ મસાલો ફટાફટ બની જાય છે અને તેની રીત પણ એકદમ સરળ છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat thandai masala
હોળી માત્ર રંગોનો જ નહીં પરંતુ સ્વાદિષ્ટ ભોજન અને પીણાનો પણ તહેવાર છે. એક એવી વસ્તુ જે હોળી પર વધારે પીવાતી હોય છે તે છે ઠંડાઈ. હોળી પર ઘરમાંથી સરળતાથી રહેતી સામગ્રીમાંથી તમે ઠંડાઈ મસાલો બનાવી શકો છો. ઠંડાઈ મસાલાને જ્યારે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે ત્યારે તે શરીરને ઠંડક આપે છે. જો તમે આ હોળીએ પરિવાર સાથે મળીને સંબંધીઓ તેમજ મિત્રો માટે હોળી પાર્ટીનું પ્લાનિંગ કરી રહ્યા હો તો ઠંડાઈ મસાલો ઘરે બનાવતા શીખી લો. તેનો ઉપયોગ કરીને તમે ઠંડાઈ પણ ફટાફટ બનાવી શકશો. ઠંડાઈ મસાલો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તેના પર એકવાર નજર કરી લો.
ઘરે જ બનાવો મુંબઈના ફેમસ અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા મસાલા પાઉં, એકદમ સરળ છે રેસિપી
ઠંડાઈ મસાલો બનાવવા માટે જોઈતી સામગ્રી
1/4 કપ બદામ
1/4 કપ પિસ્તા
1 ટી સ્પૂન મરી
1/2 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
2 ચપટી કેસર
1/4 કપ કાજુ
2 ટે. સ્પૂન વરીયાળી
2 ટી સ્પૂન મગજતરી
2 ટે. સ્પૂન સૂકા ગુલાબની પાંદડી

સ્ટેપ 1
એક પેન લો અને તેને ધીમી ફ્લેમ પર ગરમ થવા દો. તેમાં બદામ, કાજુ, પિસ્તા, વરીયાળી, મરી, મગજતરીના બીજ, ઈલાયચી પાઉડર. સૂકા ગુલાબની પાંદડી અને કેસર લઈ લો. થોડી મિનિટ માટે તેને શેકી લો. કોઈ પણ વસ્તુ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ઈંડા અને ઓવનનો ઉપયોગ કર્યા વગર બનાવો વેનિલા કપકેક, બાળકો ખુશ થઈ જશે
સ્ટેપ 2
બધી સામગ્રી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તમામ વસ્તુને પેનમાંથી ચમચથી કાઢીને પ્લેટમાં લઈ લો. તેને ઠંડી થવા દો. સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં લો અને બારીક પાઉડર થાય તેવુ ક્રશ કરી લો.

સ્ટેપ 3

તો તમારો ઠંડાઈ મસાલો તૈયાર છે. એક ગ્લાસ દૂધમાં 1 ચમચી મસાલો, થોડી ખાંડ ઉમેરીને મિકસ કરી લો, તો આમ તમારી ઠંડાઈ પણ બની જશે
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story