એપશહેર

બહારથી લાવવાના બદલે ઘરે જ બનાવો તીખી બુંદી, શીખી લો રેસિપી

મોટાભાગની ચાટ બનાવવા માટે તીખી બુંદીની જરૂર પડે છે. તો તે બહારથી લાવવી તેના કરતાં ઘરે જ બનાવી લો.

TNN 19 Apr 2021, 11:59 am
સાંજની ચા હોય કે પછી અડધી રાતે લાગતી ભૂખ, નાસ્તા વગર પેટ ભરાતું નથી. તમારા ઘરેથી પણ અલગ-અલગ પ્રકારનું નમકીન આવતું હશે. આજે અમે તમને ઘરે તીખી બુંદી કેવી રીતે બનાવવી તે શીખવી રહ્યા છીએ. જે બનાવવા માટે માત્ર પાંચ જ સામગ્રીની જરૂર પડે છે. તીખી બુંદી બનાવવાની રીત પણ મળી સરળ છે. તીખી બુંદીનો ઉપયોગ તમે રાયતું, ભેળ તેમજ ચાટ બનાવવામાં પણ કરી શકો છો.
I am Gujarat tikhi boondi recipe in gujarati
બહારથી લાવવાના બદલે ઘરે જ બનાવો તીખી બુંદી, શીખી લો રેસિપી


સામગ્રી
2 કપ બેસન
4 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
2 ટી સ્પૂન હીંગ
1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
સ્વાદાનુંસાર મીઠું
જરૂર મુજબ તેલ

સ્ટેપ 1
તીખી બુંદી બનાવવા માટે એક મોટો બાઉલ લો. તેમાં બેસન, મીઠું, હીંગ, બેકિંગ સોડા, લાલ મરચું પાઉડર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમા થોડું-થોડું પાણી ઉમેરતા જઈને સ્મૂધ બેટર બનાવી લો.

સ્ટેપ 2એક પેન લો અને તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા કાણાવાળા ઝારા અથવા હાથની મદદથી બુંદી પાડી લો. બુંદી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દો. બુંદી તળાઈ જાય એટલે તેને ટિશ્યૂ પેપર પર લઈ લો. જેથી, વધારાનું તેલ શોષાઈ જાય. તો તૈયાર છે તીખી બુંદી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો