એપશહેર

TIPS: આટલું કરશો તો વધારે ટેસ્ટી બનશે ગાજરનો હલવો, ટ્રાય કરી જુઓ

I am Gujarat 23 Dec 2019, 3:49 pm
શિયાળાની ઋતુમાં ગાજરનો હલવો ન ખાધો તો શું ખાધું? હલવાની મીઠાશ વિના તો શિયાળો જ ફિક્કો ફિક્કો લાગે છે. જો તમે ગાજરનો હલવો બનાવતી વખતે અમુક ટિપ્સ ધ્યાનમાં રાખશો તો તેનો ટેસ્ટ અનેક ગણો વધી જશે અને બધા આંગળા ચાટી ચાટીને હલવો ખાશે.– ખરીદતી વખતે લાલ અને રસદાર ગાજર જ પસંદ કરો. તમે ખરીદી વખતે ચાખીને પણ તેની ઓળખ કરી શકો છો. તેનાથી હલવાનો રંગ અને સ્વાદ બંને વધી જાય છે.– ગાજરના હલવાને હંમેશા ધીમા ગેસ પર પકવો, તો વધુ સારુ રિઝલ્ટ મળશે.– જો હલવો બનાવવાની ઉતાવળ હોય તો ગાજરને સરસ ધોઈને કૂકરમાં 1-2 સીટી વગાડી બાફી શકો છો. ત્યાર પછી તેને છીણી નાંખો. કૂકરમાં બાફતી વખતે પાણી અડધા કપથી પણ ઓછું રાખો.– ઘણા લોકો ગાજરમાં કિશમિશ નાંખવાનું પસંદ કરે છે. તેનાથી હલવાની મીઠાશ ઘટી જાય છે અને તેમાં ખટાશ આવી જાય છે. આથી શક્ય હોય તો હલવામાં સૂકી દ્રાક્ષ નાંખવાનું ટાળવું જોઈએ. નાંખવી જ હોય તો મેવામાં નાંખો. નાંખતા પહેલા તેને ઘીમાં હળવી ફ્રાય કરી દો. તેનાથી હલવામાં તે કાચી હોય એવું નહિ લાગે.– ગાજરના હલવામાં માવો નાંખી બનાવવું હોય તો માવાને ધીમી આંચ પર ફ્રાય કરો. આમ કરવાથી હલવાનો સ્વાદ વધી જશે.– હલવામાં ખડી ઈલાયચીના બદલે પાવડરનો ઉપયોગ કરો.– દૂધને પણ પહેલા જ સારી રીતે ઉકાળી લો. દૂધનું પ્રમાણ ઓછું રાખો.– હલવાને સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે છેલ્લે ખાંડ નાંખો. હલવો જલ્દી બનાવવો હોય તો મિલ્કમેડ અને કંડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કરી શકો છો. મિલ્કમેડથી પણ હલવો સરસ બને છે. 2 કપ ગાજરના છીણ માટે પા કપ કંડેન્સ્ડ મિલ્ક પૂરતુ છે.– હલવાને પકવતી વખતે તેને પૂર્ણ રીતે ગાઢ ન કરો.– મલાઈદાર હલવા માટે 2 કપ છીણેલા ગાજરમાં પોણો કપ ખોયા (માવો) નાંખો. ગળ્યો માવો લેતા હોવ તો એ મુજબ જ ખાંડ નાંખો.– હલવાને ક્રીમી બનાવવા માટે 2 કપ છીણેલા ગાજરમાં પોણો કપ કંડેન્સ્ડ મિલ્ક નાંખો. ખાંડ ઓછી નાંખીને ફક્ત 1 મોટો ચમચો જ ખાંડ નાંખો.– ગાજરના હલવાને તમે ઠંડા વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો.શીખી લો મોહનથાળ બનાવવાની સૌથી સરળ રીત

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો