એપશહેર

કિસ અંગેના આ 7 રમૂજી ફેક્ટ તમે નહીં જાણતા હોવ

Mitesh Purohit | I am Gujarat 11 Jul 2017, 3:18 pm
I am Gujarat bet you that 7 fun facts about kissing you didnt know
કિસ અંગેના આ 7 રમૂજી ફેક્ટ તમે નહીં જાણતા હોવ


શું ખબર છે Kiss વિશેના આ ફન ફેક્ટ્સ

આપણે કિસ એટલે લવ અથવા પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ માત્ર ગણીએ છીએ પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કિસ એ વિષય પર વૈજ્ઞાનિક રીસર્ચ, અભ્યાસ, સર્વે અને વર્લ્ડ રેકોર્ડ પણ થયા છે. ચાલો આજે જાણીએ કિસ વિશેના આવા જ કેટલાક ફની ફેક્ટ્સ…

શું તમે જાણો છો ફિલેમેટોલોજી?

જો તમે કિસ એટલે શું અને તેના વિશે ઉંડાણમાં જાણવા માગતા હોવ તો તમે આ વિષયમાં કરિઅર પણ બનાવી શકો છો. તમને આશ્ચર્ય થતું હોય તો જણાવી દઈએ કે કિસિંગ અંગેની અભ્યાસ શાખા છે અને તેને ફિલેમેટોલોજી કહેવાય છે. 19મી સદીના મધ્યમાં આ કોર્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો.

લાઇફનો કેટલો ટાઇમ કિસ કરવામાં કરો છો સ્પેન્ડ?

તમારી લાઇફમાં કેટલો ટાઇમ કિસ કરવામાં પસાર થાય છે તેનો સાયન્ટિફક જવાબ પણ છે. જાણો છો એક નોર્મલ વ્યક્તિ તેના જીવનમાં 20,160 મિનિટ જેટલો કુલ સમય કિસ કરવામાં પસાર કરે છે. આ ઓલમોસ્ટ 2 અઠવાડીઆ જેટલો સમય છે.

કિસિંગના વર્લ્ડ રેકોર્ડ પણ છે

જ્યારે બધી જ વસ્તુના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ રહ્યા છે તો કિસિંગ કેમ કરીને બાકી રહી જાય. થાઈલેન્ડના એકાચી અને લક્સાનાના નામે વિશ્વની સૌથી લોંગ લાસ્ટિંગ કિસનો રેકોર્ડ છે. આ કપલે 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડ સુધી એકબીજને સતત કીસ કરે રાખી હતી. હવે કેમ આટલો લાંબો સમય તેઓ આ કરી શક્યા તે બહુ મોટા આશ્ચર્ય સાથેનો પ્રશ્ન છે.

તમારા આરોગ્ય માટે ખૂબ જરૂરી

કિસ કરવાના અનેક ફાયદા છે જેમાંથી મુખ્ય ફાયદા એટલે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો, શરીરની વધારાની કલેરીને બાળી નાખે છે.(કિસની પ્રત્યેક મિનિટ દરમિયાન 3-4 કેલેરી બળે છે.)

તમારા મસલ્સને એક્સર્સાઇઝ મળે છે

કિસ કરો છો ત્યારે માત્ર તમારા બે લિપ્સ જ કાર્યરત હોય છે તેવું નથી. હ્યુમન બોડીના કુલ 146 મસલ્સ આ ક્રિય દરમિયાન કાર્યરત હોય છે. જેમાં 34 જેટલા ફેસિઅલ મસલ્સ અને 112 જેટલા પોશ્ચરલ મસલ્સ હોય છે.

શું તમે પણ કિસ કરતી વખતે જમણી બાજુએ નમો છો?

એક રીસર્ચ પ્રમાણે ત્રીજા ભાગના લોકો કિસ કરતી વખતે જમણી તરફ નમે છે. પરંતુ જો તમે ડાબી તરફ નમતા હોવ તો તમે માઇનોરીટીમાં છુઓ. 😉

સેક્સ પાછળ કિસ છે જવાબદાર!

કિસ પ્રણયક્રિડાની શરૂઆત છે. જ્યારે પણ કિસ કરો ત્યારે તમે વધુને વધુ એક્સાઇટમેન્ટ અનુભવવાનું શરૂ કરો છો. કેમ કે જ્યારે તમે કિસ કરો છો ત્યારે તમારા શરીરમાં એડ્રેનિલનો અંતસ્ત્રાવ વધુ પ્રમાણમાં વહેવાનું શરૂ કરે છે. જેના કારણે તમારી એક્સાઇટમેન્ટ વધી જાય છે અને અંતે તમે સેક્સ પ્રત્યે પ્રેરાવ છો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો