એપશહેર

કોમેડી ક્વીન ભારતી સિંહના દિકરાનું નામ સાંભળીને તમને હસવાનું આવશે અને પ્રેમ પણ

ભારતી સિંહ તેની શ્રેષ્ઠ કોમેડી માટે જાણીતી છે. તે હાલમાં જ માતા બની છે અને તેનો દિકરા એક મહિનાનો થયો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ વડે ભારતીએ જણાવ્યું કે તે તેના બાળકને કયાં નામે બોલાવે છે. અહિંયા અમે ભારતી સિંહના દિકરાના નામ સાથે સાથે બીજા પણ ક્યૂટ બેબી બોયના નામ જણાવશું.

I am Gujarat 10 May 2022, 2:27 pm
3 એપ્રિલે કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે દિકરોના જન્મ થયો હતો. આ સ્ટાર કપલનો દિકરો હવે એક મહિનાનો થયો છે. જ્યારે પણ કોઇ સેલિબ્રિટીના ઘરે બેબી આવે છે, તેના ફેન્સ બાળકનું નામ જાણવા આતુર હોય છે. ભારતીના ફેન્સ પણ તેણે તેના દિકરાનું શું નામ પાડ્યું છે તે જાણવા આતુર છે. ચાલો જાણીએ કે કોમેડી ક્વીને તેના બાળકનું શું નામ રાખ્યું છે.
I am Gujarat bharti singh and haarsh limbachiyaa reveal their newborn baby boys nick name
કોમેડી ક્વીન ભારતી સિંહના દિકરાનું નામ સાંભળીને તમને હસવાનું આવશે અને પ્રેમ પણ


ભારતીએ તેના દિકરાનું નામ જાહેર કર્યું છે અને તમે જ્યારે વાંચશો તો તમને પણ હસું આવશે અને સાથે સાથે પ્રેમ પણ આવશે. આ આર્ટિકલમાં અમે તેમને ભારતી સિંહના દિકરાનું નામની સાથે સાથે બેબી બોય માટેના આ પ્રકારના બીજા નામ પણ જણાવશું. એમાંથી તો તમને કોઇ નામ પસંદ આવે તો તે નામ તમે તમારા દિકરાનું રાખી શકો છો.

​ભારતીના દિકરાનું નામ

ભારતીએ ઇન્સ્ટાગ્રામ પર હર્ષના ખોળામાં દિકરાની એક ફોટો શેર કરી હતી. તે ફોટોના કેપ્શનમાં ભારતીએ લખ્યું હતું, હેપ્પી વન મન્થ ગોલા. હા, ભારતી તેના દિકરાને પ્રેમથી ગોલા કહી બોલાવે છે.

​ગોલા નામ કેમ રાખ્યું

ભારતી કહે છે કે તેનો દિકરો બહુ જ ગોલૂ-મોલૂ છે આ કારણે હર્ષ તેને ગોલા કહીને બોલાવે છે. ગોલા એક હિંદુ નામ છે અને જેનો અર્થ નદી થાય છે.

ચાલો હવે જાણીએ કે તમે પણ ગોલા જેવા બીજા કયા કયા નિક નેમ છે

ફોટો ક્રેડિટ : TOI

ભારતીની પોસ્ટ

View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

​કાન્હા

તમે તમારા દિકરાને પ્રેમથી કાન્હા કહીને બોલાવી શકો છો. ભગવાન કૃષ્ણને પણ કાન્હા કેવામાં આવે છે. જે કૃષ્ણ ભગવાનના ભક્ત છે તેઓ તેમના દિકરા માટે આ નામ સિલેક્ટ કરી શકે છે.

​ગુડ્ડુ

ભારતમાં હુલામણાં નામમાં ગુડ્ડુ નામ સૌથી વધારે તમે સાંભળ્યું હશે. ગુડ્ડુના નામનો અર્થ થાય છે ફૂલ અને સ્વિટ.

ફોટો ક્રેડિટ : unsplash

​​આદિ

જો તમે તમારા દિકરાનું નામ આદિત્ય રાખ્યું છે તો તેના માટે આદિ એક બેસ્ટ નિક નેમ છે. આદિના નામનો અર્થ છે શણગાર, શરૃઆત, ઉત્તમ, અગ્રણી, આભૂષણ, ઉત્કૃષ્ટ, સૌ પ્રથમ.

​ચિન્ટુ

આ નામ સાંભળીને દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. ચિન્ટુ નામનો અર્થ નાનો અને સૂર્ય થાય છે. અભિનેતા ઋષિ કપૂરનું હુલામણું નામ પણ ચિન્ટુ હતું

ફોટો ક્રેડિટ : unsplash

​રાજા

દિકરાના હુલામણા નામ તરીકે તમે રાજા નામ પણ સિલેક્ટ કરી શકો છો. રાજા નામનો અર્થ થાય છે આશા, રાજ કરવા વાળો, રાજકુમાર, શાસક અને રાજવી.

​બિટ્ટુ

આ નામ પણ તમે બહુ સાંભળ્યું હશે. બિટ્ટુ નામનો અર્થ થાય છે પ્રિય બાળક. તમે તમારા દિકરા માટે આ નામ પસંદ કરી શકો છો.

​સન્ની

બેબી બોય માટે સન્ની નામ પણ સારું રહે છે. સન્ની નામનો અર્થ સૂર્યપ્રકાશ, સરસ હવામાન અને ચમકતો સૂર્ય એવો થાય છે.

ફોટો ક્રેડિટ : pexels

Read Next Story