એપશહેર

અરેન્જ મેરેજ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, તો હશે મજ્જાની લાઇફ

અરેન્જ મેરેજ કરવાના હો તો થનારા જીવનસાથી સાથે આ વાતોની ખુલ્લા મને ચર્ચા કરી લેશો તો ભવિષ્યમાં સમસ્યા ઊભી નહીં થાય.

I am Gujarat 11 May 2017, 8:39 pm
છોકરો હોય કે છોકરી, લગ્ન જીવનનો એક તબક્કો છે જેને લઈને બંને ઉત્સાહિત તેમ જ ચિંતિત રહે છે. ભારતમાં જ્યાં લગ્ન પારિવારિક મુદ્દો છે અને પરિવારજનો જ મોટા ભાગે લગ્ન નક્કી કરતા હોય છે, ત્યારે ટૂંકા પરિચયમાં કોઈની સાથે જીવનભરના સંબંધમાં બંધાવું ઘણી વાર અઘરૂં થઈ જતું હોય છે. યંગ જનરેશનમાં પણ અરેન્જ મેરેજને સેફ માનનારો એક મોટો વર્ગ છે. અરેન્જ મેરેજમાં ટૂંકી મુલાકાતમાં જ તમારે મોટો નિર્ણય લઈ લેવાનો હોય છે, ત્યારે છોકરા-છોકરી બંને વચ્ચે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવી ખાસ્સી મહત્ત્વની બની જાય છે.
I am Gujarat how to make arrenge marriage successful 2
અરેન્જ મેરેજ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, તો હશે મજ્જાની લાઇફ


સૌથી પહેલો મુદ્દો હોય છે ભણતરનો

આજના હરીફાઈના જમાનામાં ભણતર ઘણું મહત્ત્વ ધરાવે છે. અરેન્જ મેરેજમાં મોટા ભાગે લોકો આ અંગેની વાત છુપાવે છે અને ક્યારેક તો ખોટું પણ બોલી નાખે છે. મહત્ત્વનું છે કે, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જો મોટું અંતર હોય તો બંને પાત્રો વચ્ચે તેને લઈને સમસ્યા થઈ શકે છે. તેવામાં જો આ અંગે સાચી માહિતી મેળવ્યા વગર જ તમે વિવાહના બંધનમાં બંધાઈ જાઓ તો તે બંધન તમારા માટે ગૂંગણામળ ભર્યું બની શકે છે.

બંનેની પસંદગી

તમારાં બંનેની પસંદ-નાપસંદ, ખાન-પાનની આદતો જેવી વસ્તુ પણ ઘણી મહત્ત્વની છે, તેના કારણે જ તમારૂં બોન્ડિંગ સ્ટ્રોંગ બને છે. તેવી જ રીતે, તમારા શોખ પણ એકબીજા સાથે મેળ ખાય તે જરૂરી છે. તમને ક્લાસિકલ મ્યુઝિકનો શોખ હોય, અને તેને તેમાં જરાય રસ ન પડે તો તમારી વચ્ચે એક અંતર ઉભું થઈ શકે છે. માટે, બહેતર છે કે તમે એકબીજાના શોખને પહેલાથી જ જાણી લો.

એક અપવાદ હશે

હા, એક અપવાદ ચોક્કસ છે કે જો તમે તમારી પસંદ છોડીને તેની પસંદ અપનાવી લો કે પછી બંનેના સ્વભાવમાં જ સંતુલન સાધી લેવાનો ગુણ હોય તો તમારૂં લગનજીવન સારી રીતે ચાલશે. માટે જ, લગ્ન પહેલાં પોતાને સમજ્યા બાદ સાથઈની પસંદ-નાપસંદનું આકલન પણ ચોક્કસ કરો. વળી, અર્બન લાઇફસ્ટાઇલમાં ફ્રેન્ડ્સનું સર્કલ મોટું હોય તો તમારે તમારા ફ્રેન્ડ્સ પછી ભલે તે છોકરી હોય કે છોકરો તે અંગે કંઈપણ છૂપાવવું ન જોઈએ, કારણ કે, તમને ભલે આ વાત સામાન્ય લાગે, પરંતુ દરેક કિસ્સામાં તે સામાન્ય નથી હોતી.

આ પણ જાણવું જરૂરી

લગ્ન પહેલા સામેવાળા પાત્રને તેને નોકરી કરવામાં કે કોઈ ક્ષેત્રમાં આગળ વધવામાં રસ છે કે નહીં તે પણ ખાસ પૂછી લેવું જોઈએ. લગ્નના પ્રેસરમાં કેટલીક છોકરીઓ નોકરી છોડી દે છે, પરંતુ લગ્ન બાદ તે તેમ નથી કરી શકતી. તેવામાં પતિ-પત્ની અને સાસરિયા વચ્ચે મનભેદ થઈ શકે છે. વળી છોકરીને જો તમામ લાયકાત હોવા છતાં નોકરી ન કરવા દેવાય તો પણ તે અંદરખાને પરેશાન રહ્યા કરે છે. આથી લગ્ન પહેલા તો આ મુદ્દો તમારે સ્પષ્ટ કરી જ લેવો જોઈએ.

લેવડદેવડની વાત કરી લેવી

આમ તો લગ્ન પહેલાં લેવડદેવડની વાત કરવી કે ફાઇનાન્શિયલ કન્ડિશન અંગે પૂછવું સારૂં નથી લાગતું, પરંતુ શક્ય છે કે પોતાના થનારા પતિનું ફાઈનાન્શિયલ સ્ટેટસ જાણવાની કોઈ છોકરીને સ્વાભાવિક ઈચ્છા હોય, કારણ કે નાણાકીય જવાબદારી મોટા ભાગે પુરુષોને જ નિભાવવાની હોય છે. જો છોકરી નોકરી કરતી હોય તો બંને પાત્રોએ એકબીજાના પગાર પણ જાણી લેવો જોઈએ, જેથી સાથે મળીને ફ્યૂચર પ્લાન કરી શકાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો