એપશહેર

જન્મદિવસ પર કરીનાએ પોતાની જાતને આપ્યું એક વચન, દરેક વ્યક્તિએ શીખવા જેવી છે આ વાત

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને જબરદસ્ત રીતે બેલેન્સ કરે છે કરીના, જન્મદિવસ પર તેણે પોતાને જે વચન આપ્યું તેના પરથી મહિલાઓએ ખાસ શીખવા જેવું છે.

I am Gujarat 24 Sep 2021, 2:22 pm

હાઈલાઈટ્સ:

  • પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરવા માલદીવ ગઈ હતી કરીના કપૂર.
  • જન્મદિવસ પર પોતાની જાતને આપ્યું એક ખાસ વચન, શીખવા જેવી છે વાત.
  • અનેક લોકો અને ખાસ કરીને મહિલાઓ માટે રોલ મોડલ છે કરીના કપૂર ખાન.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kareena kapoor bday
કરીના કપૂર ખાન પોતાના જન્મદિવસની ઉજવણી માટે આખા પરિવાર સાથે માલદીવ ગઈ હતી. આ દરમિયાન તેણે ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જન્મદિવસને લગતી એક ખાસ તસવીરમાં તેણે પોતાના ખોળામાં જેહને લીધો છે અને તેની આગળ સૈફ અલી ખાન અને તૈમૂર ચાલી રહ્યા છે. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં સ્ટિક્સ પર આગથી લખેલું છે હેપ્પી બર્થ ડે. આ સુંદર તસવીર સાથે તેણે એક ઘણો સુંદર મેસેજ પણ લખ્યો છે. કરિનાએ પોતાને આપેલા એક વચનનો ઉલ્લેખ કેપ્શનમાં કર્યો છે.
કરીના તે અભિનેત્રીઓમાંથી એક છે જેણે ઈન્ડસ્ટ્રીથી લઈને સોસાયટીમાં, ઘણી બાબતોને બદલી છે. તેણે પોતાના ખુશહાલ જીવનની સ્ક્રિપ્ટ જાતે લખી છે. બર્થડે પણ તેણે પોતાની જાતને જે વચન આપ્યું છે તેના પરથી કહી શકાય કે બેબો નામના, ખ્યાતિ અને ધન મેળવ્યા છતાં આગળ વધાવ માટે કેટલી મોટિવેટેડ રહે છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, તે પોતાની અંદરની આગને હંમેશા સળગતી રાખશે.

દિશા પટણીને પૂછાયેલા આ સવાલનો આપ્યો એવો બોલ્ડ જવાબ કે જાણીને આશ્ચર્ય થશે!
કરીનાએ આ મેસેજ લખીને સ્વપ્રેમનો સંદેશ આપ્યો છે. કરીનાએ ક્યારેય ગિવ-અપ નથી કર્યું. માત્ર પરિણિત જ નહીં, સિંગલ મહિલાઓ પણ કરીનાથી પ્રેરિત થાય છે. કરીના અને સૈફના સંબંધો વિષે ઘણાં લોકોએ કહ્યુ હતું કે તે લાંબા સમય સુધી ટકી નહીં શકે અને તેઓ અલગ થઈ જશે. સૈફના કરીના સાથે બીજા લગ્ન હતા અને બન્નેની ઉંમર વચ્ચે પણ ઘણો તફાવત છે. પરંતુ તેમના સંબંધો ટકી રહ્યા અને વાત લગ્ન સુધી પહોંચી. લગ્ન સમયે ઘણાં લોકોએ કરીનાને સલાહ આપી કે તેની કારકિર્દીનો અંત આવી જશે. પરંતુ બેબોએ કોઈની વાત સાંભળી નહીં અને લગ્ન કર્યા. આજના સમયમાં પણ સૈફ અને કરીનાની જોડીને ઈન્ડ્સ્ટ્રીની પાવરફુલ કપલ્સમાં ગણવામાં આવે છે. લગ્ન પછી પણ કરીનાના સ્ટારડમમાં ઘટાડો નથી થયો, વધારો જ થયો છે.

કરીનાએ જ્યારે સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તે જાણતી હતી કે સૈફના બે બાળકો છે. સારા અલી ખાને પોતે એક વાર જણાવ્યુ હતું કે, કરીનાએ ક્યારેય મારા માતા બનવાનો પ્રયત્ન નથી કર્યો. બેબોએ અમને કહ્યુ હતું કે, તમારી પાસે સૌથી સારી મા છે. હું બસ એટલુ ઈચ્છું છું કે આપણી વચ્ચે મિત્રતા થઈ શકે. કરીનાનું સારા અને ઈબ્રાહિમ સાથે ઘણું સારું બોન્ડિંગ છે. અત્યાર સુધી સૈફની પ્રથમ અમૃતા સિંહે પણ કરીના વિરુદ્ધ કોઈ નિવેદન નથી આપ્યું.

કરિશ્માની દીકરીને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતી જોતાં ભડકી કરીના માસી
પહેલાના સમયમાં અભિનેત્રીઓ ગર્ભવતી હોય તો કેમેરા સામે આવવાનું ટાળતી હતી. પરંતુ બેબોએ બન્ને બાળકોના જન્મથી થોડા સમય પહેલા સુધી અલગ અલગ પ્રોજેક્ટ્સ કર્યા. પહેલા માનવામાં આવતુ હતું કે લગ્ન અને બાળકના જન્મ પછી અભિનેત્રીઓની કારકિર્દીનો અંત આવી જાય છે, પરંતુ બેબો હજી પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને સુપરહિટ ફિલ્મો આપે છે. બેબોએ જે પ્રકારે જૂની વિચારધારાઓને તોડી, તેનો લાભ અન્ય અભિનેત્રીઓને પણ મળ્યો. માત્ર અભિનેત્રીઓ જ નહીં, અન્ય મહિલાઓ પણ બેબોથી પ્રેરિત થઈ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો