એપશહેર

દીકરા માટે સ્ટાઈલિશ છતાં અર્થપૂર્ણ નામ શોધી રહ્યા છો? આ રહ્યું લિસ્ટ

દરેક પેરેન્ટ્સ પોતાના બાળક માટે સૌથી સુંદર અને એકદમ નવું નામ શોધતા હોય છે.

I am Gujarat 8 Jun 2021, 10:45 pm

હાઈલાઈટ્સ:

  • દીકરા માટેના કેટલાંક સ્ટાઈલિશ નામ
  • દીકરાના સ્ટાઈલિશ તેમ છતાં અર્થપૂર્ણ નામ
  • દીકરા માટેના સુંદર અને એકદમ નવા નામ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 21
પ્રતીકાત્મક તસવીર
અહાન- જેનો અર્થ થાય છે સવાર અને સવારનું સૌંદર્ય. છોકરાઓમાં અહાન નામ ખાસ્સું લોકપ્રિય છે.
આકવ- આ એક સરળ નામ છે. જેનો મતલબ રૂપ અથવા આકાર થાય છે.

દીક્ષાંત- જેનો અર્થ થાય છે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી ભેટ. આ એક સુંદર નામ છે.

ધવિત- આ નામનો મતલબ શુદ્ધ અને પવિત્ર થાય છે.

ઈહિત- ઈહિત નામનો મતલબ થાય છે કે હંમેશાં હસતા રહેવું.

હરમન- આ નામ પંજાબીઓમાં ખૂબ લોકપ્રિય છે. જેનો મતલબ થાય છે કે ઈશ્વરનું હૃદય.

કણવ- આ એક મોડર્ન નામ છે કે જેનો મતલબ બુદ્ધિમાન વ્યક્તિ એવો થાય છે.

નક્શ- નક્શનો અર્થ ચંદ્ર અથવા કોઈ આવડત એવો થાય છે.

પાર્થિવ- જેના ઘણાં અર્થ થાય છે. જેમાં પૃથ્વીને લગતું, પ્રાકૃતિક, માટીમાંથી બનાવેલું, ભૌતિકનો સમાવેશ થાય છે.

પૂરવ- પૂરવ નામનો અર્થ થાય છે પૂર્વ દિશા.

રથિક- રથ પર સવાર અથવા પ્રિયજનને રથિક કહેવાય છે.

શિવાંશ- આ નામ ભગવાન શિવ સાથે જોડાયેલું છે. જેનો અર્થ થાય છે શિવનો અવતાર અને શિવજીનો અંશ.

શૌમિક- શૌમિક નામનો મતલબ થાય છે શક્તિશાળી અને સાહસી.

સૂજલ- જેનો અર્થ થાય છે બીજાને પ્રેમ કરનાર.

ઉજેશ- ઉજેશનો અર્થ થાય છે વિજેતા અને જીતનાર વ્યક્તિ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો