એપશહેર

સેક્સ શેડ્યૂલ બનાવો, તમારા સંબંધને બચાવો

Hitesh Mori | I am Gujarat 24 Feb 2018, 4:23 pm
I am Gujarat save your relationship with this schedule
સેક્સ શેડ્યૂલ બનાવો, તમારા સંબંધને બચાવો


સેક્સ શેડ્યૂલના છે અનેક ફાયદા

સેક્સ શેડ્યૂલ શબ્દ સાંભળવામાં બોરિંગ લાગે છે? તેને અર્થ થાય છ કે તમે અથવા તમારો પાર્ટનર કહે ‘યાદ છે ને, આપણે રાત્રે 10.15 વાગ્યે સેક્સ કરવાનું છે?’ આ રીતે શેડ્યૂલ બનાવવાના અનેક ફાયદા પણ છે. આજે અમે તમને સેક્સ શેડ્યૂલ બનાવવાના પાંચ ફાયદા.

એ નક્કી થઈ જાય છે કે તમે સેક્સ કરશો

શેડ્યૂલનો આ જ સૌથી મોટો ફાયદો છે. અસ્તવ્યસ્ત જીવનશૈલી અને તણાવપૂર્ણ વાતાવરણમાં તમારા મગજમાં સેક્સના વિચારો ન આવી શકે. સેક્સનું ટાઈમ ટેબલ ફિક્સ હોવાથી તમે તમામ બાબતો સાઈડ પર રાખીને તમારા પાર્ટનર સાથે અંતરંગ પળોનો આનંદ માણી શકશો.

બેડ પર નવા પ્રયોગોની ઈચ્છા

જ્યારે તમને ખબર હોય છે કે આજે તમે સેક્સ કરવાના છો તો દિવસભર એક્સાઈટમેન્ટ રહે છે. તમારા મગજમાં તેને લઈને અનેક વિચારો આવે છે. તમે બેડ પર નવા પ્રયોગો કરવાની ઈચ્છા થશે.

સાથે ક્વોલિટી ટાઈમ પસાર થાય

પ્રતિકાત્મક તસવીરઈન્ટરનેટ અને ટેક્નોલોજીએ આપણી જિંદગીનો મહત્વનો સમય છીનવી લે છે. પ્રેમભરી વાત કરવા માટે લોકો પાસે સમય નથી. એવામાં જો સેક્સ શેડ્યૂલનું પાલન કરશો તો તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો.

તૈયારી માટે મળે છે સમય

જ્યારે પણ શેડ્યૂલ પ્રમાણે સેક્સ કરો છો તમારી અને તમારા પાર્ટનર પાસે તૈયારીનો સમય મળે છે. તૈયારી કરવા માટે સમય હોવાથી તમારી ફેન્ટસીને તમે હકીકતમાં ફેરવી શકો છે.

સેક્સ માટે ‘ના’ કહેવાનું કોઈ કારણ નહીં રહે

શેડ્યૂલ પહેલા થી જ તૈયાર હોવાથી કોઈ પણ પાર્ટનર પાસે ના પાડવાનું કારણ નહીં રહે. ઘણી વખત એવું બને છે કે એક પાર્ટનરનો સેક્સનો મૂડ હોય ત્યારે બીજા પાર્ટનરો મૂડ હોતો નથી. જો તમે શેડ્યૂલ બનાવશો તો આવું થશે નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો