સુનિત્રા પાચિકોઃ આ વાત ફ્રસ્ટ્રેટ કરે તેવી પણ છે અને એક્સાઈટમેન્ટ અપાવે તેવી પણ છે. તમે આ વાતને કઈ રીતે સમજ્યા છો તેને ધ્યાન પર તેનો આધાર છે. જ્યારે તમને એવું લાગતું હોય કે તે તમને પસંદ કરે છે પણ તમારું આમ માનવું 100% સાચું ન પણ હોઈ શકે. આજ મુઝવણ છે કે શરમાળ છોકરાની કેટલીક ગૂઢ નિશાનીઓ સમજવી અઘરી છે, પણ તમારો પ્રશ્ન પણ વ્યાજબી છે કે આવા છોકરાઓને સમજવા કઈ રીતે? ચાલો, તમને અહીં કેટલીક નિશાનીઓ બતાવીએ છીએ જેના આધારે તમે સમજી શકો કે છોકરો શરમાળ છે જેના કારણે પહેલ કરતા ગભરાય છે.
શરુઆતમાં તમે ભૂલ કરી હોય તો..
તે શરમાળ પ્રકૃતિનો હોય પણ જ્યારે તમે તેની આસપાસમાં હોવ ત્યારે તે વધારે શરમ અનુભવતો હોય અને પરસેવો પણ થવા લાગે. તમે તેને ડરાવ્યો હોય તેનું પણ આ કારણ હોઈ શકે છે.
બોલતી વખતે જીભ ચોંટવી
સામાન્ય રીતે તેની જીભ તોતડાતી ન હોય પણ જ્યારે તમે સીધા તેની સાથે વાત કરતા હોવ ત્યારે જીભ તોતડાવા લાગે. તમે થોડી વાત કરીને તેને તરછોડી દીધો હતો?
હંમેશા હસતું મોઢું જોવા મળે
તમે ગમે ત્યારે તેની સામે જુઓ ત્યારે ત્યારે તેનું મોઢું હસતું જ હોય…
તમને ખુશ કરવાના પ્રયત્નો કરે
તે તમને પસંદ કરતો હોય પણ શરમના કારણે પહેલ ન કરતો હોય પરંતુ ક્યારેક તે તમને ખુશ કરવા માટે કેટલાક નખરા પણ કરે.
ડ્રેસિંગ સેન્સ અને મેનર્સ સારું હોય
આવા છોકરા શરમાતા હોય પણ તેમનું વર્તન શર્મજનક નહીં હોય. છોકરો ગભરાતો કે શરમાતો હોય પણ તમને પસંદ કરતો હોય તો તેને તેના ડ્રેસિંગ સેન્સ અને મેનર્સથી પણ ઓળખી શકો.
એવું લાગે કે જાણે તે પડછાયો છે
જો છોકરો વાત કરતા ગભરાતો હોય કે તમારાથી શરમાઈને દૂર જતો રહેતો હોય પણ તમે જ્યાં જાવ ત્યાં જોવા મળતો હોય તો સમજી જવાનું કે તે તમને પસંદ કરે છે.
તમારા ખબર-અંતર પૂછે
આવા છોકરા ભલે તમને સીધે સીધું કંઈ કહી ન શકતા હોય પણ તે તમારા વિશે જાણવા માટે તમારા ફ્રેન્ડ્સ સાથે વાત કરે છે.
તમારી નજીક હોય તેવા બોય્ઝ નથી ગમતા
શરમાળ પ્રકૃતિના અને તમને પસંદ કરતા છોકરાઓને ઓળખવા હોય તો આ અખતરો પણ કરી શકાય. આવા છોકરાઓને તમારી આસપાસ કે વધારે નજીક કોઈ બીજો છોકરો આવે તે પસંદ નથી હોતું.
મદદ કરનારો સ્વભાવ હોય
ભલે શરમાતા હોય પણ આવા છોકરા તમને જરુર હોય ત્યારે સૌથી પહેલા તમારી મદદ માટે દોડી આવે છે. તેઓ તમને મદદ કરે છે અને તમને ગમતી હોય તેવી વસ્તુઓ કરવાનો સતત પ્રયત્ન કરતા રહે છે.
એટલા ખુશ-ખુશ થઈ જાય કે..
તમને પસંદ કરતા હોય પણ હિંમત કરતા અચકાતા હોય તેવા છોકરાના તમે સહેજ વખાણ કરો તો તેમનું મોઢું લાલ ટામેટા જેવું થઈ જશે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.